14 રન, 44 રન, 21 રન... IPL પછી વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ શાંત થઈ ગયું?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી ચર્ચામાં રહેનાર વૈભવ સૂર્યવંશીની બેટ ત્રિકોણીય શ્રેણી દરમિયાન થોડી શાંત નજરે પડી રહી છે. 15 જૂન (સોમવાર) ના રોજ શ્રીલંકા-A અમે ભારત-A મેચમાં, 15 વર્ષીય વૈભવ ફરી એકવાર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ ગયો.

દામ્બુલાના રણગિરિ દામ્બુલાઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાઇ રહેલી મેચમાં, વૈભવે 14 બોલમાં 21 રન બનાવ્યા, જેમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા. શ્રીલંકાના કેપ્ટન સહન અરાચિગેની સ્પિન બોલિંગથી તેને આઉટ કર્યો. વૈભવે કવરથી ઉપર મોટો શોટ મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ટાયમિંગ જરાંય યોગ્ય નહોતી, આ બોલ સીધો જેના પરિણામે વાનુજા સહને કેચ પકડ્યો.

vaibhav
facebook.com/SportskeedaCricket

અગાઉની બે મેચોમાં વૈભવનું પ્રદર્શન પણ નિરાશાજનક રહ્યું હતું. વર્તમાન ટૂર્નામેન્ટમાં તેના સ્કોર- 14, 44 અને 21 રહ્યા છે, જે તેમના IPLવાળી આક્રમક શૈલીથી એકદમ વિપરીત જોવા મળે છે. પહેલી મેચમાં, તે શ્રીલંકા-Aના ફાસ્ટ બોલર મોહમ્મદ શિરાજના ફુલ-લેન્થ બોલમાં ફસાઈ ગયો હતો. બીજી મેચમાં વૈભવને ખૂબ સારી શરૂઆત મળી ચૂકી હતી, પરંતુ, તે બાઉન્સર ટ્રેપમાં ફસાઇ ગયો. વૈભવને એ મેચમાં અફઘાનિસ્તાન-Aના ફાસ્ટ બોલર અબ્દુલ્લા અહમદઝાએ આઉટ કર્યો હતો. હવે ત્રીજી મેચમાં તે સ્પિન બોલરનો શિકાર બન્યો છે.

વૈભવ સૂર્યવંશીએ IPL 2026 દરમિયાન બોલરોને ખૂબ ધોયા હતા. તેણે રાજસ્થાન રોયલ્સ (RR) માટે ઘણી મેચોમાં વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોનું ધ્યાન ખેંચ્યું હતું. આ જ કારણ છે કે, ઇન્ડિયા-A ટીમમાં તેનો સમાવેશ કર્યા બાદ તેના પર મોટી અપેક્ષાઓ રાખવામાં આવી હતી. જો કે, યુવા બેટ્સમેન આંતરરાષ્ટ્રીય ક્રિકેટની નજીક આવતા ઘણીવાર દબાણ વધી જાય છે. શ્રીલંકા-A અને અફઘાનિસ્તાન-Aના બોલરોએ વૈભવ સામે વધુ સારી વ્યૂહરચના બનાવી, અને તેની અસર તેના બેટિંગ પ્રદર્શનમાં સ્પષ્ટપણે દેખાય છે.

vaibhav
sports.ndtv.com

સારી શરૂઆત કરવા છતા તે પોતાને મોટી ઇનિંગમાં રૂપાંતરિત કરી શકતો નથી. વૈભવ કદાચ પોતાના પર દબાણ લાવી રહ્યો છે અને, પોતાની કુદરતી રમત રમી શકતો નથી. તેને તમામ પ્રકારની સલાહ પણ આપવામાં આવી રહી છે. IPL દરમિયાન, ટીમ મેનેજમેન્ટે તેને ખુલીને રમવાની સ્વતંત્રતા આપી હતી, અને તેની અસર પણ જોવા મળી હતી. જો વૈભવ એ જ રીતે દબાણથી મુક્ત બેટિંગ કરે છે, તો તે ચોક્કસપણે તેનું ફોર્મ પાછું હાંસલ કરશે. એ સાચું છે કે T20 અને ODI ક્રિકેટમાં તફાવત છે, છતા વૈભવે પોતાની શૈલીમાં નિર્ભયતાથી બેટિંગ કરવી જોઈએ.

વૈભવ સૂર્યવંશી હજુ પણ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં છે, અને આવા ઉતાર-ચઢાવ કોઈપણ યુવા ખેલાડી માટે સામાન્ય છે. કોઈને તેની પ્રતિભા પર શંકા નથી, પરંતુ હવે પડકાર સતત રન બનાવવા અને મોટી ઇનિંગ રમવાનો છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અને ચાહકો આશા રાખશે કે વૈભવ ટૂંક સમયમાં તેની લય મેળવશે અને તે જ વિસ્ફોટક શૈલી જબાવશે, જેણે તેને IPL 2026ના સૌથી વધુ ચર્ચાસ્પદ યુવા ખેલાડીઓમાંનો એક બનાવ્યો હતો. જોકે, હાલમાં, તેના તાજેતરના સ્કોર્સ એ જરૂર સંકેત આપે છે કે 'IPLનું તોફાન' હજુ સુધી ઇન્ડિયા-A માટેના જોવા મળ્યું નથી.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.