સુરતના પ્રવાસે PM વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના કિમ-એના(36 km) અને ગણદેવા-એના(27 km) સેક્શનને ખુલ્લા મુકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન સુરત, દમણ તેમજ લક્ષદ્વીપ માટે કુલ 21,770 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ, ઉદ્ઘાટન અને શિલાન્યાસ (ખાતમુહૂર્ત) કરશે. વડાપ્રધાન બંને સ્થળોએ વિશાળ જનસભાઓને પણ સંબોધિત કરશે.

વડાપ્રધાનનો મિનિટ-ટુ-મિનિટ કાર્યક્રમ

  • બપોરે 2:30 વાગ્યે: વડાપ્રધાન સુરત જિલ્લાના હજીરાની મુલાકાત લેશે, જ્યાં તેઓ ચાલી રહેલી ઔદ્યોગિક કામગીરીઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સની સમીક્ષા કરશે.
  • સાંજે 4:15 વાગ્યે: સુરતમાં આયોજિત મુખ્ય કાર્યક્રમમાં 18,800 કરોડના વિકાસ કાર્યો દેશને સમર્પિત કરશે અને ખાતમુહૂર્ત કરશે, ત્યારબાદ સભાને સંબોધશે.
  • સાંજે 6:15 વાગ્યે: વડાપ્રધાન દમણ પહોંચશે અને ત્યાં 'નમો એરપોર્ટ' (NAMO Airport) ના નવનિર્મિત ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે. આ સાથે જ તેઓ દમણની 'નમો હોસ્પિટલ' (NAMO Hospital) રાષ્ટ્રને સમર્પિત કરશે.
  • સાંજે 7:15 વાગ્યે: દમણમાં 2,970 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ જ મંચ પરથી કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે 885 કરોડના મહત્વકાંક્ષી પોર્ટ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ પણ કરવામાં આવશે. ત્યારબાદ વડાપ્રધાન જનસભાને સંબોધન કરશે.

સુરત અને ગુજરાતને 18,800 કરોડની ભેટ

વડાપ્રધાન સુરતમાં રોડ, પાવર (વીજળી) અને ઔદ્યોગિક ક્ષેત્રના અનેક મોટા પ્રોજેક્ટ્સની શરૂઆત કરાવશે.

1. એક્સપ્રેસ-વે અને માર્ગ કનેક્ટિવિટી

  • વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે: 8-લેન એક્સેસ-કંટ્રોલ્ડ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના કિમ-એના(36 km) અને ગણદેવા-એના(27 km) સેક્શનને ખૂલ્લો મૂકશે. આ પ્રોજેક્ટથી ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે હાઈ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન, લોજિસ્ટિક્સ ક્ષમતા અને આર્થિક જોડાણને મોટો વેગ મળશે.
  • નેશનલ હાઈવે-56 (NH-56) નું ફોર-લેનિંગ: આદિવાસી વિસ્તારોમાં કનેક્ટિવિટી સુધારવા અને પ્રખ્યાત પ્રવાસન સ્થળ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' સુધીનો રસ્તો વધુ સરળ બનાવવા માટે NH-56 ના મહત્વના સેક્શનને ફોર-લેન (ચાર માર્ગીય) કરવા માટે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

2. આરોગ્ય ક્ષેત્રે મોટી સુવિધા

  • 200 બેડની ESIC હોસ્પિટલ: સુરતમાં નવી આધુનિક 200 બેડની ESIC હોસ્પિટલનું ઉદ્ઘાટન થશે. આ હોસ્પિટલમાં સેન્ટ્રલ લેબોરેટરી, આધુનિક સેકન્ડરી હેલ્થકેર સુવિધાઓ અને અન્ય પૂરક સેવાઓ ઉપલબ્ધ રહેશે. આ ઉપરાંત, કામદારો અને સ્થાનિકો માટે વ્યવસાયિક ઈજાઓ તથા તબીબી કટોકટીના તાત્કાલિક સંચાલન માટે 24/7 ઈમરજન્સી અને ટ્રોમા કેર સેવાની સુવિધા પણ મળશે.

3. પાવર અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર

  • ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ: ઇન્ટર-સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ હેઠળ વીજ નિકાસની ક્ષમતા વધારવા માટે ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન થશે.
  • ગુજરાત સરકારની મહત્વની પહેલો:
    • વલસાડમાં રિવેમ્પ્ડ રિફોર્મ્સ-બેઝ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ (RDSS) હેઠળ આધુનિક પાવર ડિસ્ટ્રિબ્યુશન અપગ્રેડેશનનું લોકાર્પણ.
    • દહેજ પેટ્રોલિયમ, કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (PCPIR) અને સરીગામ જીઆઈડીસી (GIDC) ખાતે અદ્યતન એફ્લુઅન્ટ ડિસ્પોઝલ (કેમિકલયુક્ત પાણીના નિકાલ) અને ટ્રીટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું ઉદ્ઘાટન.
    • જંબુસર બલ્ક ડ્રગ પાર્ક ખાતે જરૂરી પાયાની ઉપયોગી સુવિધાઓ (Layout Utilities) નું લોકાર્પણ.

દમણ અને દીવ તેમજ દાદરા નગર હવેલી માટે 2,970 કરોડના પ્રોજેક્ટ્સ

કેન્દ્રશાસિત પ્રદેશના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે હેલ્થકેર, સિવિલ એવિએશન (નાગરિક ઉડ્ડયન), પ્રવાસન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રના પ્રોજેક્ટ્સ લાવવામાં આવ્યા છે.

  • નમો એરપોર્ટનું નવું ટર્મિનલ બિલ્ડિંગ:1,340 કરોડના લોકાર્પણ થનારા પ્રોજેક્ટ્સમાં આ નવું ટર્મિનલ મુખ્ય છે, જે પ્રાદેશિક એર કનેક્ટિવિટી વધારશે અને પ્રદેશના આર્થિક વિકાસને વેગ આપશે.
  • નમો હોસ્પિટલ: દમણ જિલ્લાની આ જિલ્લા હોસ્પિટલ રોજિંદા આશરે 1,500 ઓપીડી (OPD) દર્દીઓની ક્ષમતા સાથે તૈયાર કરવામાં આવી છે, જેથી સ્થાનિકોને ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મળશે.
  • 1,630 કરોડના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત: આ અંતર્ગત દમણમાં આઇકોનિક બ્રિજ (Iconic Bridge), દમણ કન્વેન્શન સેન્ટર અને નિફ્ટ (NIFT) કેમ્પસ જેવા મોટા પ્રોજેક્ટ્સનું નિર્માણ શરૂ થશે. આ પ્રોજેક્ટ્સથી પ્રવાસન વધશે, રોકાણ આકર્ષાશે અને રોજગારીની નવી તકો ઊભી થશે.

લક્ષદ્વીપ માટે 885 કરોડના પોર્ટ પ્રોજેક્ટ્સની જાહેરાત

વડાપ્રધાન દમણના મંચ પરથી જ કેન્દ્રશાસિત પ્રદેશ લક્ષદ્વીપ માટે પણ 885 કરોડના ચાર મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ કરશે.

  • બંદરોનો વિકાસ: આ પ્રોજેક્ટ હેઠળ લક્ષદ્વીપના કલ્પની ટાપુ (Kalpeni Island) અને કદમત ટાપુ (Kadmat Island) બંનેની પૂર્વ અને પશ્ચિમ બાજુએ પોર્ટ (બંદર) સુવિધાઓનો વિકાસ કરવામાં આવશે.
  • 300 મીટર લાંબા ક્રૂઝ માટે મલ્ટીપર્પઝ જેટી: અહીં મલ્ટીપર્પઝ જેટી બનાવવામાં આવશે, જેથી 300 મીટર સુધીની લંબાઈ ધરાવતા મોટા પેસેન્જર જહાજો અને ક્રૂઝ જહાજો વર્ષના કોઈપણ સમયે સરળતાથી લાંગરી (Berthing) શકશે.
  • સ્થાનિકો અને માછીમારોને ફાયદો: આ પ્રોજેક્ટથી મુસાફરોની સુરક્ષિત અવરજવર અને માલસામાનની હેરફેર સરળ બનશે. આ ઉપરાંત માછલીઓનું હેન્ડલિંગ, ઇંધણ વિતરણ, બરફનો પુરવઠો અને બોટ રિપેરિંગ જેવી સંકલિત સુવિધાઓ મળશે, જે સ્થાનિક માછીમારોના જીવનધોરણને સુધારશે અને ટાપુઓના સામાજિક-આર્થિક વિકાસમાં ફાળો આપશે.

About The Author

Related Posts

Top News

સુરતના પ્રવાસે PM વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના કિમ-એના(36 km) અને ગણદેવા-એના(27 km) સેક્શનને ખુલ્લા મુકશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 5 જૂન, 2026ના રોજ ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત...
National 
સુરતના પ્રવાસે PM વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના કિમ-એના(36 km) અને ગણદેવા-એના(27 km) સેક્શનને ખુલ્લા મુકશે

મમતા બેનર્જીને ઝટકા પર ઝટકા, ધારાસભ્યો બાદ સાંસદો પણ તૂટવાની ચર્ચા

પશ્ચિમ બંગાળના રાજકારણમાં છેલ્લા 24 કલાકની અંદર એક એવો જોરદાર રાજકીય વંટોળ આવ્યો છે કે મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાના જ...
Politics 
મમતા બેનર્જીને ઝટકા પર ઝટકા, ધારાસભ્યો બાદ સાંસદો પણ તૂટવાની ચર્ચા

IITમાં ભણી બાબા બનેલો અભિષેક મિશ્રા યુવતીઓને આ રીતે ફસાવતો

IIT રૂડકીથી અભ્યાસ પૂર્ણ કર્યા બાદ, અભિષેક મિશ્રાએ નોકરી નહીં, પરંતુ આધ્યાત્મિક પ્રવચનો આપવાનો માર્ગ પસંદ કર્યો. થોડા...
National 
IITમાં ભણી બાબા બનેલો અભિષેક મિશ્રા યુવતીઓને આ રીતે ફસાવતો

85 ટકા ઈથેનોલ પર ચાલનારી મારુતિની કાર પણ આવી ગઈ, ગડકરીએ જ લોન્ચ કરી

દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ આજે ​​સ્થાનિક બજારમાં તેની પહેલી ફ્લેક્સ-ફ્યુઅલ કાર (વેગન R ફ્લેક્સ ફ્યુઅલ)...
Tech and Auto 
85 ટકા ઈથેનોલ પર ચાલનારી મારુતિની કાર પણ આવી ગઈ, ગડકરીએ જ લોન્ચ કરી
Copyright (c) Khabarchhe All Rights Reserved.