જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?

વીજળીના થાંભલા મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ CM ભૂપેન્દ્ર પટેલને લેટર લખીને ખેડૂતોના પ્રશ્નોનો ઉકેલ લાવવાની માંગ કરી છે.ગોપાલ ઈટાલિયાએ પોતાના લેટરમાં લખ્યું હતું કે ગુજરાતભરનાં અનેક ખેડૂતો હાલમાં પ્રાઇવેટ વીજળી કંપનીનાં થાંભલાઓ ખેતરમાં નાખવામાં આવે છે તે મુદ્દે પોતાના વિવિધ પ્રશ્નોને લઈને ઉપવાસ આંદોલન કરી રહ્યા છે. મોરબીના જેતપર ગામે છેલ્લા 12 દિવસથી ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને શાંતિપૂર્ણ રીતે માંગણીઓ મૂકી રહ્યા છે. આ સિવાય કોંઢમાં, સાણંદનાં દરેડમાં, વઢવાણનાં નગરામાં, કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ અને જૂનાગઢ જીલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતો આ વીજળીના થાંભલાનાં મુદ્દે સરકારની નીતિનો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા છે.

gopal2
facebook.com/gopalitaliaofficial

ગોપાલે કહ્યું કે શાંતિપૂર્વક ઉપવાસ કરનારા મોરબીના ખેડૂતોને સરકારે મળવા બોલાવ્યા નથી કે ખેડૂતોની સાથે વાતચીત કરવાનો સરકારે પ્રયત્ન કર્યો નથી. જો ખેડૂતો પોતાની જમીન ગુમાવવાના દુઃખ સાથે આક્રોશમાં આવીને બોલે તો તમારી સરકાર એમ કહે છે કે, આંદોલન ઉગ્ર હોવું જોઈએ નહિ અને જો ખેડૂતો શાંતિપૂર્વક આંદોલન કરે તો તમારી સરકાર સાંભળતી નથી, તો હવે ખેડૂતોએ શું કરવું?

તેમણે કહ્યું કે ચૂંટણી સમયે હિન્દુત્વનાં મુદ્દે મત મેળવ્યા પછી આપણા જ રાજ્યનાં અન્નદાતા હિન્દુ ખેડૂતોની વેદનાનો અવાજ ગાંધીનગર સુધી કેમ નથી પહોંચતો? મોરબીના કે ગુજરાતના હિન્દુ ખેડૂતોએ તમારી સરકારને મત નથી આપ્યા? તો પછી હવે જ્યારે હિન્દુ ખેડૂતોને સરકારની મદદની જરૂર છે ત્યારે સરકાર કંપનીની સાથે કેમ ઉભી છે? મારી આપને વિનંતી છે કે, આપે સામે ચાલીને મોરબી સહીત તમામ ખેડૂતોને મળવું જોઈએ અને શાંતિપૂર્વક આંદોલન કરતા ખેડૂતોના મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.

About The Author

Related Posts

Top News

તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

તમિલનાડુના રાજકારણમાં હાલમાં મોટી રાજકીય ઉથલપાથલ ચાલી રહી છે. CM C. જોસેફ વિજયના નેતૃત્વ હેઠળની શાસક તમિલનાડુ વેટ્રી કઝગમ (...
National 
તમિલનાડુમાં બીજા 10 ધારાસભ્યો રાજીનામું આપશે; CM વિજયની TVK બહુમતની નજીક

હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં યુવા નેતાઓ આગલી હરોળમાં નેતૃત્વ કરી રહ્યા છે. સારી વાત છે...
Opinion 
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા

E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

E20 પેટ્રોલને લઇને રાષ્ટ્રવ્યાપી બહેસ વચ્ચે કેન્દ્ર સરકારે તેની ઇથેનોલ મિશ્રણ નીતિનો મજબૂત રીતે બચાવ કર્યો છે. પેટ્રોલિયમ અને કુદરતી...
Business 
E20 પેટ્રોલ બંધ નહીં કરે સરકાર? કહ્યું- 1 લાખ કરોડ અને ખેડૂતો સાથે સંકળાયેલો છે આખો મામલો

‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા

મધ્ય પ્રદેશમાં વિકાસ અને માર્ગ માળખાગત સુવિધાઓમાં સુધારાના દાવાઓ વચ્ચે શાસક ભાજપ નેતા સાથે સંકળાયેલી એક અનોખી ઘટનાએ વ્યાપક ચર્ચા...
Politics 
‘…તો હું પગરખા પહેરવાનું છોડી દઈશ’ મંચ પર ભાજપના MLAના શપથથી CM પણ ક્ષોભનીયની સ્થિતિમાં મુકાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.