લોન્ચ થઇ ગઇ Nissan Tekton, સ્ટાઇલિશ ડિઝાઇન સાથે મળશે પ્રીમિયમ ફીચર્સ; જાણો શું છે કિંમત

લાંબી રાહ જોયા પછી આખરે ભારતીય બજારમાં નિસાન ટેકટન મધ્યમ કદની SUV લોન્ચ થઇ ગઇ છે. જેની શરૂઆતી કિંમત ₹10.49 લાખ (એક્સ-શૉરૂમ) છે. તે 6 વેરિયન્ટમાં અને બે એન્જિન વિકલ્પોમાં આવે છે. કાર માટે બુકિંગ આજથી ખુલી રહ્યું છે, બુકિંગ રકમ ₹21,000 છે. તે રેનોલ્ટ ડસ્ટરની સિસ્ટર કાર છે, જેને 2025ના અંતમાં લોન્ચ કરવામાં આવી હતી અને તે ભારતીય બજારમાં ચાર કાર લોન્ચ કરવાની નિસાનની યોજનાનો એક ભાગ છે.

નિસાન ટેકટન ભારતમાં બે પેટ્રોલ એન્જિન વિકલ્પો સાથે લોન્ચ કરવામાં આવી છે. પહેલું 1.0-લીટર, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જિન છે, જે 99bhp પાવર અને 166Nm ટોર્ક પ્રદાન કરે છે; આ એન્જિન સાથે ફક્ત 6-સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ મળે છે. બીજું, વધુ દમદાર વિકલ્પ 1.3-લીટર ટર્બો-પેટ્રોલ એન્જિન છે. તે 160bhp પાવર અને 280Nm ટોર્ક જનરેટ કરે છે, આ સાથે 6-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ DCT ઓટોમેટિક ગિયરબોક્સ બંનેનું ઓપ્શન મળે છે.

Nissan Tekton
nissan.in

હાલમાં, કંપનીએ ટેકટનમાં 1.8-લીટર હાઇબ્રિડ એન્જિન આપ્યું નથી. એવું માનવામાં આવે છે કે આ એન્જિનને અત્યારે લોન્ચ કરવામાં આવશે નહીં, જેથી રેનોલ્ટ ડસ્ટર અને નિસાન ટેકટન વચ્ચે એક અલગ ઓળખ જાળવી રખાય. માઇલેજની વાત કરીએ તો, 1.0-લીટર એન્જિન લગભગ 19.5 કિમી પ્રતિ લીટર, 1.3-લીટર ટર્બો મેન્યુઅલ લગભગ 17.8 કિમી પ્રતિ લીટર અને 1.3-લીટર ટર્બો DCT ઓટોમેટિક લગભગ 18.5 કિમી પ્રતિ લીટર માઇલેજ આપે છે.

 નિસાન ટેકટનના ફાચર્સ

ફીચર્સની વાત કરીએ તો,ટોપ-ઓફ-ધ-લાઇન ટેક્ના+ વેરિયન્ટમાં ગૂગલ ઇન્ટિગ્રેશન સાથે 10.10-ઇંચ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.25-ઇંચનું ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, લેવલ 2 ADAS, રીઅર AC વેન્ટ્સ સાથે ક્લાઇમેટ કંટ્રોલ, લેધરેટ અપહોલ્સ્ટરી, પાવર એડજસ્ટમેન્ટ સાથે વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, 360-ડિગ્રી કેમેરા પેકેજ, મલ્ટી-શેડ એમ્બિયન્ટ લાઇટિંગ, પાવર્ડ ટેલગેટ અને ફુલ LED લાઇટિંગ પેકેજ જેવા ફીચર્સ મળે છે. ટેક્ટને તેના સિબલિંગ રેનોલ્ટ ડસ્ટરની જેમ BNCAP ક્રેશ ટેસ્ટમાં ફાઇવ-સ્ટાર રેટિંગ પ્રાપ્ત થયું છે. સેફ્ટી પેકેજમાં 6 એરબેગ્સ, ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ, ISOFIX ચાઇલ્ડ સીટ માઉન્ટિંગ પોઈન્ટ્સ અને બધા મુસાફરો માટે સીટબેલ્ટ રિમાઇન્ડર્સ શામેલ છે.

Nissan Tekton
tv9hindi.com

ટેકટનની સૌથી મોટી વિશેષતા તેની નિસાન પેટ્રોલથી પ્રેરિત ફ્રન્ટ ડિઝાઇન છે, જેમાં મોટો નિસાન લોગો, લાલ પટ્ટી, પહોળો નીચલો ભાગ, પેનોરેમિક સનરૂફ, સ્લિમ હેડલાઇટ્સ અને વર્ટિકલ LED DRL શામેલ છે. તેમાં 18-ઇંચ વ્હીલ્સ આવે છે, જ્યારે પાછળના ભાગમાં બેજિંગ અને કનેક્ટેડ ટેલ લેમ્પ્સ જોવા મળે છે. ઇન્ટીરિયર બેજ અને કાળા રંગની છે અને ડસ્ટર જેવા જ ડાયમેન્શન છે એટલે કે, 4.3 મીટરની લંબાઈ અને 2.6 મીટરનો વ્હીલબેઝ છે. રંગ વિકલ્પોમાં મૂનબ્રો ગ્રે, ઇન્ડિગો બ્લૂ, ફ્લેર ગાર્નેટ રેડ, બ્લેડ સિલ્વર, ઓનિક્સ બ્લેક અને પર્લ વ્હાઇટનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત પાંચ ડ્યુઅલ-ટોન શેડ્સ છે: મૂનબ્રો ગ્રે સાથે ઓનીક્સ બ્લેક, ફ્લેર ગાર્નેટ રેડ સાથે ઓનીક્સ બ્લેક, ઇન્ડિગો બ્લુ સાથે ઓનીક્સ બ્લેક, બ્લેડ સિલ્વર સાથે ઓનિક્સ બ્લેક અને પર્લ વ્હાઇટ સાથે ઓનિક્સ બ્લેક. ભારતીય બજારમાં ટેક્ટોનનો મુકાબલો હ્યુન્ડાઇ ક્રેટા, કિયા સેલ્ટોસ, રેનોલ્ટ ડસ્ટર, મારુતિ ગ્રાન્ડ વિટારા, મારુતિ વિક્ટોરિયા, હોન્ડા એલિવેટ, એમજી એસ્ટર, ટાટા સીએરા, ટાટા કર્વી, એમજી હેક્ટર અને ટોયોટા હાઇરાઇડર સાથે છે.

Nissan Tekton
nissan.in

1.0-લિટર ટર્બો (160)ની કિંમતો

નિસાન ટેકટન વિઝિયા 160 MT- રૂ. 10.49 લાખ

નિસાન ટેકટન વિઝિયા+ 160 MT- રૂ. 11.14 લાખ

નિસાન ટેકટન એસેન્ટા 160 MT- રૂ. 11.79 લાખ

નિસાન ટેકટન N-કનેક્ટા 160 MT- રૂ. 13.69 લાખ

નિસાન ટેકટન ટેકના 160 MT- રૂ. 15.39 લાખ

નિસાન ટેકટન ટેકના+ 160 MT - રૂ. 16.49 લાખ

1.3-લીટર ટર્બો (280) કિંમતો

નિસાન ટેકટન N-કનેક્ટા 280 MT - રૂ 14.99 લાખ

નિસાન ટેકટન ટેકના 280 MT - રૂ. 16.39 લાખ

નિસાન ટેકટન એસેન્ટા 280 DCT - રૂ 14.99 લાખ

નિસાન ટેકટન N-કનેક્ટા 280 DCT- રૂ. 16.49 લાખ

નિસાન ટેકટન ટેકના 280 DCT - રૂ. 17.79 લાખ

નિસાન ટેકટન ટેકના+ 280 DCT - રૂ. 18.59 લાખ.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.