રૂ. 11000 કરોડના ખર્ચે બનેલા એરપોર્ટની પોલ ખુલી ગઇ, પાર્કિંગ અને ટર્મિનલમાં ભરાયું વરસાદનું પાણી

એક વીડિયોમાં પાણી ભરાયેલું પાર્કિંગ છે. પાર્કિંગ પણ જેવું-તેવું નથી, પરંતુ નોઈડા એરપોર્ટનું પાર્કિંગ છે, એ જ એરપોર્ટ જેને બનાવવામાં 10 હજાર કરોડથી વધુના ખર્ચે થયો છે. એક અઠવાડિયા પહેલા, આપણે ₹4200 કરોડમાં બનેલા લખનૌ-કાનપુર એક્સપ્રેસવેને પંખાથી હવા ખાતો જોયો હતો. હવે, 11,200 કરોડમાં બનેલા નોઈડા એરપોર્ટના પહેલા ફેઝનો આનંદ માણો. તેમાં બધી સુવિધાઓ છે, હવામાં ઉડતા વિમાન તો દેખાશે જ, પરંતુ હવે વરસાદ પડે, તો સરળતાથી હોડી પણ ચલાવી શકો છો. એરપોર્ટનો આ વીડિયો 11 ઓગસ્ટનો છે.

noida-airport2
economictimes.indiatimes.com

ઈન્ડિયા ટૂડેના અહેવાલ મુજબ, એરપોર્ટ મેનેજમેન્ટને જેવી જ પાણી ભરાવાની જાણ થઇ, તેમણે પાણી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી. પાણી તો હટાવી દેવામાં આવ્યું, પરંતુ પ્રશ્ન એ છે કે, માત્ર ચાર કે પાંચ મહિના પહેલા ઉદ્ઘાટન કરાયેલ એરપોર્ટ આવી દયનીય સ્થિતિમાં કેવી રીતે થઇ ગઇ? એવું કયું અદ્વિતિ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? અને આ એરપોર્ટ કયા એન્જિનિયરની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું હતું?

રિપોર્ટમાં જણાવાયું છે કે વરસાદ શરૂ થયા પછી તરત જ પાર્કિંગ અને ટર્મિનલ વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા, જેના કારણે મુસાફરોને ઘણી અગવડતા થઈ હતી. આ મુદ્દો મેનેજમેન્ટના ધ્યાન પર લાવવામાં આવ્યો હતો, અને લગભગ 30 મિનિટમાં પાણી હટાવી દેવામાં આવ્યું હતું. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે એરપોર્ટ સ્ટાફ વાઇપર લઇને પાણી કાઢતો દેખાય છે.

આમ આદમી પાર્ટીના X હેન્ડલ દ્વારા પણ પાણી ભરાયેલા નોઇડા એરપોર્ટનો વીડિયો શેર કરવામાં આવ્યો છે. 11 ઓગસ્ટની રાત્રે લગભગ 8:15 વાગ્યે લખ્યું કે, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે આશરે ₹11,200 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું હતું અને માત્ર છ મહિના પહેલા વડાપ્રધાન મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, તે આજે પહેલા વરસાદમાં જ મોદી સરકારના ભ્રષ્ટાચાર અને હલકી ગુણવત્તાવાળા બાંધકાની પોલ ખોલતું નજરે પડ્યું.

એરપોર્ટે શું કહ્યું?

વીડિયો પર સોશિયલ મીડિયા પર પડેલા પ્રત્યાઘાત બાદ, નોઇડા ઇન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટે એક પ્રેસ નોટ રીલિઝ કરી હતી. ANI અનુસાર, એરપોર્ટે જણાવ્યું હતું કે, ખૂબ જ ઓછા સમયમાં ભારે વરસાદને કારણે ટર્મિનલ અને પાર્કિંગ વિસ્તારોને જોડતા માર્ગ પર પાણી ભરાઇ થઈ ગયું હતું. એરપોર્ટ ટીમે તાત્કાલિક કાર્યવાહી કરીતા 30 મિનિટથી ઓછા સમયમાં પાણી કાઢી દીધું. આ દરમિયાન, ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, અને મુસાફરોને સીધા ટર્મિનલની બહાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ કારણે, એરપોર્ટની કામગીરી પર ખૂબ ઓછી અસર પડી હતી, અને કોઈપણ ફ્લાઇટમાં કોઈ વિક્ષેપ પડ્યો નહોતો. અમારી ટીમ ઘટનાની તપાસ કરી રહી છે, અને જો જરૂર પડે તો જરૂરી સુધારાત્મક પગલાં લેવામાં આવશે.

noida-airport1
deccanherald.com

ઉલ્લેખનીય છે કે, જેવર એરપોર્ટે ઉદ્ઘાટન પહેલા જ ખૂબ ચર્ચામાં હતું. જે જમીન પર એરપોર્ટ બનાવવામાં આવ્યું છે, તેના માટે સરકારે લોકોને ખૂબ વળતર આપ્યું હતું; પોતાની જમીન આપનારા ઘણા ખેડૂતો રાતોરાત કરોડપતિ બની ગયા હતા. જ્યારે પહેલી ફ્લાઇટે ઉડાણ ભરી, ત્યારે તેના મુસાફરો પણ ગામના ખેડૂતો હતા. કુલ મળીને, એરપોર્ટ શરૂઆતથી જ સમાચારમાં રહ્યું હતું.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.