પતિએ પત્નીને ઢોર માર મારવાનો વીડિયો વાયરલ, પીડિત મહિલાએ ટ્યૂશન શિક્ષિકા પર લગાવ્યા ગંભીર આરોપ

રાજકોટમાં પતિએ પત્નીને ઢાર માર માર્યો હોવાની ઘટનાનો CCTV વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ સમગ્ર મામલે નવો વળાંક આવ્યો છે. મારામારીનો ભોગ બનેલી મહિલા હવે મીડિયા સમક્ષ આવી છે અને પોતાના પતિ સામે ગંભીર આક્ષેપો કર્યા છે પીડિતાનો આરોપ છે કે પત્નીનો આક્ષેપ છે કે તેના પતિ, જે વ્યવસાયે કારખાનેદાર છે. તેમની પુત્રીને ટ્યૂશન કરાવવા આવતી મહિલા પ્રોફેસર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સંબંધમાં છે. આ સંબંધોનો તેણે વિરોધ કરતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને અવારનવાર શારીરિક તેમજ માનસિક ત્રાસ આપતો હતો. મહિલાનું કહેવું છે કે વિરોધના કારણે જ ગઈકાલે રાજકોટના 80 ફૂટ રોડ પર આવેલ કારખાનામાં તેની સાથે નિર્દયતાથી મારામારી કરવામાં આવી હતી, જેનો CCTV વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ પત્નીના જણાવ્યું કે આ મામલે અગાઉ પણ મહિલા પ્રોફેસર અને પતિ વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી હતી. જોકે, સંબંધોમાં કોઈ ફેરફાર ન આવતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હોવાનું જણાવાયું છે. દરમિયાન, સોશિયલ મીડિયામાં ચાર સંતાનોના પિતા હોવાનું કહેવાતા વ્યક્તિના મીઠાપુરની એક યુવતી તેમજ મહિલા પ્રોફેસર સાથેના કથિત ફોટોગ્રાફ્સ પણ વાયરલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

સમગ્ર મામલે ન્યાયની માંગ સાથે પીડિત પત્નીએ મીડિયા સમક્ષ આક્રોશ સાથે પોતાના પતિ અને તેમજ તેની કથિત પ્રેમિકા મહિલા પ્રોફેસર અંગે જણાવ્યું કે, મારા પતિનું નામ નયન ચાંઢવા છે અને અમારે બે દીકરી સહિત 4 સંતાન છે. અમે સહપરિવાર રાજકોટ શહેરના 80 ફૂટ મેઈન રોડ પર આવેલ સત્યમ પાર્કમાં રહીએ છીએ અને તાજેતરમાં એક મહિલાને મારતા વ્યક્તિનો વાયરલ CCTV વીડિયો મારો અને મારા પતિનો જ છે. આ મારામારી માર ખાનાર મહિલા હું પોતે છું અને માર મારનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પણ મારો જ પતિ નયન ચાંઢવા છે.

પીડિત પત્નીએ વાયરલ વીડિયો અંગે વધુ માહિતી આપતા કહ્યું કે, ગત 25મી જુલાઈએ 80 ફૂટ મેઈન રોડ, આંબેડકર ગેટની સામે શ્રીરામ કારખાનામાં આ બનાવ બન્યો હતો. જેમાં જોઈ શકાય છે કે, મારો પતિ મને નિર્દય રીતે માર મારી રહ્યો છે. જેની પાછળનું કારણ મેં તેમને એક મહિલા સાથે વાતચીત કરતા અટકાવ્યો હોવાનું છે. મારા પતિનું ઘરે દીકરીઓના ટ્યૂશન લેવા આવતી મહિલા પ્રોફેસર સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ પ્રકરણ ચાલે છે. હું વિરોધ કરું એટલે મને મારા પતિ માર મારે છે. ઘરે હોય, બહાર મારે ઘણીવાર તો ભક્તિનગર સર્કલ પાસે પણ મને જાહેરમાં મારેલી છે. આવી જ રીતે ગત 25 તારીખે પણ હું માંડ માંડ મારો જીવ બચાવીને છેલ્લા 4 દિવસથી આમ-તેમ ભટકી રહી છું અને હાલ ન્યાય માટે હું મીડિયા સામે આવી છું.

woman
gujarati.news18.com

પીડિત પત્નીએ ઉમેર્યું કે, આજથી 4 વર્ષ પહેલા મેં મારી બંને દીકરીઓ માટે ઘરમાં ટ્યૂશન બંધાવ્યું હતું. જ્યાં અન્ય 3 શિક્ષિકા સહિત આ શિક્ષિકા પણ ભણાવવા માટે આવતી હતી. એ અવારનવાર મને કહેતી કે, તમારા પતિને કહો કે મને ઘરે મૂકી જાય! જેથી તેઓ તેને મૂકવા જતા હતા, ત્યાં તેનું પ્રેમ-પ્રકરણ શરૂ થયું હોઈ શકે છે. કારણ કે છેલ્લા 4 વર્ષથી મારા પતિ મને માર મારે છે અને હું સહન કરતી આવી છું. આ મહિલા પ્રોફેસરે મારું જીવન બરબાદ કરી નાખ્યું છે.

husband2
gujarati.news18.com

તેણે એમ પણ કહ્યું કે, મેં આ અંગે વારંવાર પોલીસ સ્ટેશનમાં અરજી કરેલી છે. મેં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ કરેલી છે. ત્યાં બંને (પતિ-મહિલા પ્રોફેસરે) મારી માફી માંગી હતી અને કહ્યું હતું કે અમે ભાઈ-બહેન છીએ, હવેથી અમે એકબીજાને નહીં બોલાવીએ. ત્યારે આ બાબતે સમાધાન થઈ ગયું હતું. જે બાદ આ બધું ફરી શરૂ થયું અને હાલ આ મહિલા પ્રોફેસર મારા પતિને એવું પ્રેશર આપે કે મારા વીડિયો ડીલિટ કરો નહીં તો તમારા પત્ની અને છોકરીઓને 3 વર્ષની સજા દેવડાવીશે.

husband1

પીડિતાએ જણાવ્યું કે તેમને બે દીકરીઓ અને બે દીકરાઓ છે. તેમનો આક્ષેપ છે કે ટ્યૂશન શિક્ષિકા પૂજા પંડ્યાના કારણે તેમનું પારિવારિક જીવન ખોરવાઈ ગયું છે. તેમણે માંગ કરી છે કે સંબંધિત શિક્ષિકા તેમના પતિથી તાત્કાલિક દૂર રહે જેથી તેમના પરિવારને વધુ નુકસાન ન પહોંચે. મહિલાએ એવો પણ દાવો કર્યો કે તે આ મામલે પોલીસ સ્ટેશને અરજી આપવા ગઇ હતી. જોકે, તેના કહેવા મુજબ પોલીસે આ ઘટનાને પતિ-પત્ની વચ્ચેનો પારિવારિક વિવાદ ગણાવી ઘરે પરત મોકલી દીધી હતી.

About The Author

Related Posts

Top News

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું

કેરળમાં તાજેતરમાં થયેલી યુનિવર્સિટી ચૂંટણીઓના પરિણામોમાં SFIએ રાજ્યની યુનિવર્સિટીઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું છે. CPI(M)ની વિદ્યાર્થી પાંખ ગણાતી ...
National 
દિલ્હી બાદ લેફ્ટ-કોંગ્રેસના ગઢમાં ભગવો લહેરાયો, ABVPની જીત, SFIએ પણ રાજ્યની યુનિ.ઓમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.