માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે... એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ...!

એક પુરુષ એક ગામમાં ફોન કરે છે. અને પછી તે ગામની 3 મહિલાઓ પોતાના માથાના વાળ કઢાવી નાખે છે. કારણ? તેમને કહેવામાં આવ્યું હતું કે, સરકાર તેમને આમ કરવા બદલ 15,000 રૂપિયા આપશે અને તેમને એક ખતરનાક નવા રોગથી પણ બચાવશે. આ જ કારણ છે કે ગામની 3 મહિલાઓએ પોતાના માથાના વાળ કઢાવી નાંખ્યા.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, આ ઘટના તમિલનાડુના સલેમ જિલ્લામાં બની હતી. 24 જુલાઈની રાત્રે, પુથુ કોથામપાડી ગામમાં, પલાનિઅમ્મલ નામની એક મહિલાને અત્તુર તાલુકાના તહસીલદારનો ફોન આવ્યો. ફોન કરનારને મહિલાનું નામ અને તેના પરિવારના સભ્યોના નામ ખબર હતા. આનાથી શંકાનો અવકાશ થોડો ઓછો થયો. પછી શરૂ થઈ આ વાર્તા.

Tamil Nadu Women-Shave-Heads
aajtak.in

ફોન કરનારે દાવો કર્યો હતો કે, કોરોના વાયરસ જેવો જ એક નવો રોગ માથાના વાળ દ્વારા ફેલાઈ રહ્યો છે. વિદેશમાં રહેતા લોકો તેનાથી પોતાને બચાવવા માટે પોતાના માથાના વાળ કઢાવી રહ્યા છે. તમિલનાડુ સરકાર પણ માથું મુંડાવનારી મહિલાઓને 15,000 રૂપિયા આપશે.

આ કથિત યોજનાના ફાયદા અહીં જ સમાપ્ત થતા નથી. એવો દાવો કરવામાં આવ્યો હતો કે, શાળાએ જતી છોકરીઓને 45,000 રૂપિયા અને લેપટોપ મળશે. પુરુષોને 6,000 રૂપિયા મળશે. પરંતુ ઓફરમાં એક ટ્વિસ્ટ હતો, ગામ માટે ફક્ત 18 ટોકન જ ઉપલબ્ધ હતા, અને અધિકારીઓના આગમન પહેલાં જે લોકોએ પોતાના માથાના વાળ કઢાવેલા હશે તેમને જ પૈસા મળશે.

Tamil Nadu Women-Shave-Heads
thelallantop.com

આ કથિત યોજનાની વાત ઝડપથી ગામમાં ફેલાઈ ગઈ. લગભગ 20 લોકોએ પોતાના માથાના વાળ કઢાવવાની તૈયારી શરૂ કરી. 56 વર્ષીય કાવેરી, 58 વર્ષીય રામાયી અને 60 વર્ષીય ચિત્રાએ પોતાના માથાના વાળ કઢાવી પણ નાંખ્યા.

હવે સરકારી અધિકારીઓ આવે અને પૈસા આપે તેની રાહ જોવાઈ રહી હતી. બપોર વીતી ગઈ, પછી સાંજ પણ પડી ગઈ. કોઈ અધિકારી આવ્યો નહીં, કોઈ સરકારી વાહન આવ્યું નહીં, કે ન તો 15,000 રૂપિયા મળ્યા. જ્યારે ફોન કરવામાં આવ્યો, ત્યારે નંબર સ્વિચ ઓફ થઈ ગયો હતો. તમે, સાચું અનુમાન લગાવ્યું, તે એક કૌભાંડનો કોલ હતો. પછી, લોકોને સમજાયું કે આવી કોઈ સરકારી યોજના હતી જ નહીં. આખી યોજના છેતરપિંડી દ્વારા ગોઠવવામાં આવી હતી. હવે પોલીસ તપાસ કરી રહી છે.

About The Author

Top News

E20 પેટ્રોલનો વિરોધ કરનારા તહસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ; કાઢવાના હતા 'ગાડી માર્ચ'

દેશમાં E20 પેટ્રોલને લઈને છેડાયેલી બહેસ હવે તેજ થઇ ગઇ છે. સરકારની E20 નીતિ વિરુદ્વ સતત અવાજ ઉઠાવી રહેલા સામાજિક...
National 
E20 પેટ્રોલનો વિરોધ કરનારા તહસીન પૂનાવાલાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સસ્પેન્ડ; કાઢવાના હતા 'ગાડી માર્ચ'

માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે... એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ...!

એક પુરુષ એક ગામમાં ફોન કરે છે. અને પછી તે ગામની 3 મહિલાઓ પોતાના માથાના વાળ કઢાવી નાખે છે. કારણ...
National 
માથાના વાળ કાપશો તો રૂ. 15000 મળશે... એક ફોન આવ્યો અને મહિલાઓએ માથાના વાળ કાપી નાંખ્યા, પણ...!

રિટાયર્ડ બસ ડ્રાઇવરના ઘરેથી રૂ. 28 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળ્યું; આરોપીના સંબંધીનું નેતા સાથે જોડાણ

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં પોલીસે બુધવારે રાત્રે દરોડા દરમિયાન રૂ. 28.5 કરોડથી વધુ રોકડા અને 15 કિલો સોનું જપ્ત કર્યું....
National 
રિટાયર્ડ બસ ડ્રાઇવરના ઘરેથી રૂ. 28 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળ્યું; આરોપીના સંબંધીનું નેતા સાથે જોડાણ

ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે

થોડા દિવસ અગાઉ મેઘરાજાએ ગુજરાતને ધમરોળ્યું. સુરત, નવસારી, વલસાડ સહિત રાજ્યના અનેક ભાગોમાથી પૂરની તબાહીના દૃશ્યો સામે આવ્યા હતા. જોકે...
Gujarat 
ગુજરાત માથે એક સાથે 4 સિસ્ટમ સક્રિય, ભારે વરસાદની આગાહી છે, જાણો અંબાલાલ પટેલે શું કહે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.