રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાની તૈયારી, અંબાલાલ પટેલના મતે ગુજરાતના આ વિસ્તારમાં 15-20 ઇંચ વરસાદ ખાબકશે

તાજેતરમાં જ મેઘરાજાએ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ધમરોળી નાખ્યું. સુરત, તાપી, નવસારી-વલસાડમાં ઠેર-ઠેર તબાહીના દૃશ્યો જોવા મળ્યા હતા. આ ઉપરાંત અમદાવાદમા પણ વરસાદે ભારે તબાહી મચાવી હતી, ત્યાં તો હજી પણ પાણી ઓશર્યા નથી.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટવાની સંભાવના ઓછી છે, કારણ કે બંગાળની ખાડીમાં બીજું લૉ પ્રેશર બન્યું છે જે હજુ વધુ મજબૂત બની શકે છે.  હાલમાં એક લૉ પ્રેશર ગુજરાત-રાજસ્થાન સરહદે સક્રિય છે, જ્યારે ગુજરાત નજીક ચોમાસાની ધરી અને દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ વર્તમાન રાઉન્ડ પૂર્ણ થયા બાદ તરત જ બીજા નવા વરસાદી રાઉન્ડની તૈયારીની સંભાવના છે.

ABP અસ્મિતાના અહેવાલ મુજબ, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, રાજસ્થાનમાં સર્જાયેલા લૉ-પ્રેશર સિસ્ટમના કારણે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ આગાહી મુજબ ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં 15 થી 20 ઈંચ જેટલો મુસળધાર વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પાટણ, હારીજ અને સમી તાલુકામાં ભારે વરસાદ પડી શકે છે, જ્યારે પાલનપુર, ધાનેરા તેમજ વાવ-થરાદ સહિતના સરહદી વિસ્તારોમાં પણ અનરાધાર વરસાદ વરસવાની પૂરતી સંભાવના છે. આ ઉપરાંત સાબરકાંઠા અને મહીસાગર જિલ્લામાં પણ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 

ambalal-patel1
gujarati.abplive.com

VTV ગુજરાતીના અહેવાલ મુજબ, હવામાન વિભાગ (IMD)ના અમદાવાદ કેન્દ્ર દ્વારા 25 જુલાઈ, 2026 માટે ગુજરાત રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ તથા દાદરા નગર હવેલી માટે ભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. આગાહી મુજબ અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, છોટાઉદેપુર, મહિસાગર અને આણંદ સહિતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે વડોદરા, દાહોદ, ભરૂચ, નર્મદા, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ભાવનગર, અમરેલી, બોટાદ, પાટણ, બનાસકાંઠા અને કચ્છના કેટલાક વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. બીજી તરફ ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ અને દીવ-દમણ સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

26 જુલાઈ, 2026 માટે ગુજરાત રાજ્ય, દીવ, દમણ અને દાદરા-નગર હવેલી માટે ભારે વરસાદ અંગે ત્રીજા દિવસની આગાહી જાહેર કરવામાં આવી છે. જાહેર કરાયેલા નકશા મુજબ રાજ્યમાં હાલ કોઈ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી, પરંતુ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બનાસકાંઠા, પાટણ, મહીસાગર, સાબરકાંઠા અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, અમરેલી, સુરેન્દ્રનગર સહિતના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. બીજી તરફ કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ, નર્મદા તેમજ દમણ અને દાદરા-નગર હવેલી જેવા વિસ્તારોમાં હાલમાં ગ્રીન ઝોન દર્શાવવામાં આવ્યા છે, એટલે કે ત્યાં કોઈ વિશેષ હવામાન ચેતવણી નથી.

rain
telanganatoday.com

27 જુલાઈ, 2026 માટે જાહેર કરવામાં આવેલા ભારે વરસાદના અનુમાન મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની તીવ્રતા અલગ-અલગ રહેવાની શક્યતા છે. નકશા અનુસાર દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે મહીસાગર, પંચમહાલ, છોટાઉદેપુર, વડોદરા, ભરુચ, નર્મદા, આણંદ અને અમરેલી સહિતના કેટલાક જિલ્લાઓમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યાં ભારે વરસાદની શક્યતા છે. રાજ્યના બાકીના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી. હવામાન વિભાગે એલર્ટ ધરાવતા વિસ્તારોના લોકોને સાવચેતી રાખવા, નીચાણવાળા વિસ્તારોમાં અનાવશ્યક અવરજવર ટાળવા અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

30 જુલાઈ, 2026 માટે જાહેર કરાયેલી ભારે વરસાદની આગાહીમાં ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ માટે કોઈ ખાસ ચેતવણી આપવામાં આવી નથી.

જોકે, દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સુરત, તાપી, નવસારી, વલસાડ, દાહોદ, છોટાઉદેપુર અને મહીસાગર સહિતના વિસ્તારોમાં સ્થાનિક તંત્રને સાવચેત રહેવા અને નાગરિકોને જરૂરી તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકો, ખેડૂતો તેમજ મુસાફરોને હવામાનની તાજી માહિતી પર નજર રાખવા અને જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરી છે.

rain1
gujarati.news18.com

સતત વરસી રહેલા વરસાદના પગલે રાજ્યના 207 જળાશયોમાં 69 ટકા પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે, જેમાં એકલા નર્મદા ડેમમાં પણ 69 ટકા પાણી છે. રાજ્યના કુલ ડેમોમાંથી 25 ડેમ 100 ટકા ભરાઈ ચૂક્યા છે, જ્યારે 27 ડેમ 70 ટકા સુધી, 53 ડેમ 50 ટકા સુધી અને 87 ડેમમાં હજુ 25 ટકાથી ઓછો જથ્થો છે; સ્થિતિને ધ્યાનમાં રાખીને 21 ડેમ હાઈ એલર્ટ પર, 4 ડેમ એલર્ટ પર અને 14 ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદ અને જળાશયોમાં પાણીની આવક વધતા સાવચેતીના ભાગરૂપે અત્યાર સુધીમાં 40 હજાર 675 લોકોનું સુરક્ષિત સ્થળાંતર કરવામાં આવ્યું છે અને 6 હજાર 766 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે. આ ઉપરાંત, વરસાદ અને પૂરની સ્થિતિને કારણે રાજ્યમાં કુલ 648 માર્ગો બંધ થયા છે, એસ.ટી.ની 485 રૂટની 2 હજાર 65 જેટલી ટ્રીપ બંધ રાખવી પડી છે અને અત્યાર સુધીમાં ખેતી માટે 60 ટકા જેટલું વાવેતર પૂર્ણ થયું છે.

આ સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ 50 ટકા વટાવી ગયો છે અને અત્યાર સુધીમાં સરેરાશ 52.5 ટકા (એટલે કે કુલ 20 ઇંચ) વરસાદ નોંધાયો છે, જે ગત વર્ષે 25 જુલાઈ સુધી થયેલા 51.6 ટકા વરસાદ કરતા વધુ છે. પ્રદેશવાર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 77 ટકા, મધ્ય ગુજરાતમાં 44 ટકા, સૌરાષ્ટ્રમાં 44 ટકા, ઉત્તર ગુજરાતમાં 35 ટકા અને કચ્છ પંથકમાં 19 ટકા વરસાદ નોંધાયો છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.