ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ 20 દિવસથી ગુમ બે ગાઢ મિત્રોના મૃતદેહ મંદિર પરિસરમાં એક ખાડા ખોદીને તેમાં દાટી દેવામાં આવ્યા હતા. બંને મિત્રોની ઓળખ અંકિત અને ઇસરાર તરીકે થઈ છે. અંકિત હિન્દુ હતો, જ્યારે ઇસરાર મુસ્લિમ હતો. હત્યા પછી, મૃતદેહો મંદિર પરિસરમાં છુપાવવામાં આવ્યા હતા અને તે જગ્યાને ઇન્ટરલોકિંગ ટાઇલ્સથી ઢાંકી દેવામાં આવ્યો હતો. પ્રારંભિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે, હત્યાઓ અવૈધ સંબંધોના કારણે મંદિરના પૂજારી દ્વારા કરવામાં આવી હતી.

Baghpat-Friends Murder
tv9hindi.com

આ ઘટના બાગપતના ચાંદીનગર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લહચૌરા ગામના ગણેશ મંદિરમાં બની હતી. એવું જાણવા મળ્યું છે કે અંકિત અને ઇસરાર લગભગ 20 દિવસ પહેલા ઘરેથી નીકળ્યા હતા અને પાછા ફર્યા ન હતા. તેમના પરિવારો તેમની સતત શોધ કરી રહ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા અનુસાર, બંને મિત્રો લહચૌરા ગામના ગણેશ મંદિરમાં પૂજારીને મળવા ગયા હતા. ત્યારપછી, તેમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સતત શોધખોળ કર્યા પછી, પરિવારને ગઈકાલે રાત્રે ખબર પડી કે બંને મિત્રોના મૃતદેહ મંદિર પરિસરમાં દફનાવવામાં આવ્યા છે. ત્યાર પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને એક ખાડો ખોદીને મૃતદેહો બહાર કાઢ્યા. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા.

આ કેસમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એ છે કે મૃતદેહોને મંદિરમાં જે જગ્યાએ ધૂણી હતી તેની નીચે ખાડો ખોદીને દફનાવવામાં આવ્યા હતા. ત્યારપછી કોઈને શંકા ન જાય તે માટે આ જગ્યાને ઇન્ટરલોકિંગ ટાઇલ્સથી ઢાંકી દેવામાં આવી હતી. આશરે 20 દિવસ પછી મૃતદેહો મળી આવતા મંદિર સંકુલમાં ખળભળાટ મચી ગયો.

Baghpat-Friends Murder
bhaskar.com

પરિવારે જે પૂજારી પર મારી નાખ્યાનો આરોપ લગાવ્યો છે તે પૂજારી અગાઉ, અંકિત અને ઇસરારના  ગામ સિંગોલી તગામાં આવેલા મંદિરમાં રહેતો હતો. તે લગભગ 6 મહિના પહેલા જ લહચૌરા ગામના ગણેશ મંદિરમાં રહેવા ગયો હતો. પરિવારનો આરોપ છે કે બંને મિત્રો પૂજારીને મળવા મંદિરમાં ગયા હતા અને પછી શંકાસ્પદ સંજોગોમાં ગાયબ થઈ ગયા હતા.

હાલમાં, બંને મિત્રોની હત્યા પાછળનો હેતુ બહાર આવ્યો નથી. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેમની હત્યા શા માટે કરવામાં આવી અને આ ગુનામાં બીજું કોણ સંડોવાયું હતું. પરિવારને જેના પર શંકા કરી રહ્યા છે તે પૂજારી હાલમાં ફરાર છે. પરિવારે આરોપી પૂજારી સામે કડક કાર્યવાહીની માંગ કરી છે અને તેનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે. આ બાજુ, પોલીસનું કહેવું છે કે અવૈધ સંબંધોને કારણે બંનેની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારની એક મહિલા સાથે પુજારીના અવૈધ સંબંધ હતા, જેના કારણે આ ઘટના બની.

About The Author

Top News

ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

ઉત્તર પ્રદેશના બાગપતમાં એક મંદિરની અંદર એક ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે, જેણે સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. લગભગ ...
National 
ગાઢ હિન્દુ-મુસ્લિમ મિત્રોને પતાવી મંદિરની જગ્યામાં જ દાટી દીધા, તેની પર ટાઇલ્સ લગાવી દીધી! પૂજારીએ...

જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

જો તમે ઓલા, ઉબર અથવા અન્ય કોઈપણ એપ્લિકેશન દ્વારા કેબ બુક કરો છો અને બુકિંગ કન્ફર્મ થાય તે પહેલાં...
Tech and Auto 
જલદી કેબ જોઈએ તો ટીપ આપો... આ ખેલ નહીં ચાલે; સરકાર કેબ કંપનીઓને આપ્યો આદેશ

તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

તામિલનાડુના CM વિજય થલાપતિની સરકારે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે, જે હેઠળ રાજ્યના તમામ સત્તાવાર કાર્યક્રમોમાં હવે રાજ્ય...
National 
તામિલનાડુમાં વંદે માતરમ નહીં, આ ગીત પહેલા વગાડાશે; CM વિજયના નિર્ણયથી હોબાળો મચ્યો

શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત એક ગુરુદ્વારાની અંદર શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ...
National 
શિરોમણી અકાલી દળના પ્રમુખ સુખબીર સિંહ બાદલ સાથે મહારાષ્ટ્રમાં શું થયું કે CBI તપાસની માંગ થઈ રહી છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.