ગુજરાતમાં 9 કલાકમાં નકલી બેંક તૈયાર કરી અને 28 લાખના સોનાના બિસ્કિટ લઇને ફરાર થયા ભેજાબાજો

દાહોદમાં બોલિવુડ ફિલ્મ ‘સ્પેશિયલ 26’ને પણ ટક્કર મારે તેવી એક સનસનાટીભરી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેટલાક પરપ્રાંતીય ભેજાબાજોએ માત્ર 9 જ કલાકમાં આખી નકલી બેંક ઊભી કરી એક ઝવેરીને લાખો રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. ઠગ ટોળકીએ દાહોદની એક બિલ્ડિંગમાં ઓફિસ ભાડે રાખીને 'ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક' નામે નકલી બ્રાન્ચ શરૂ કરી દીધી હતી. આ ઓફિસના સેટઅપ, ફર્નિચર અને દુકાન ભાડા માટે પણ આરોપીઓએ ચેકથી ચૂકવણી કરી લોકોનો વિશ્વાસ જીત્યો હતો.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ઠગ ટોળકીએ ભાડે ઓફિસ લઈને માત્ર 9 કલાકમાં નકલી બેંકનું સંપૂર્ણ સેટઅપ તૈયાર કર્યું, ભરતી માટે ઇન્ટરવ્યૂ ગોઠવ્યા અને ત્યારબાદ રથયાત્રામાં સોનું દાન કરવાના બહાને જ્વેલરને બોલાવ્યો હતો અ 28.60 લાખ રૂપિયાના 200 ગ્રામ સોનાના બિસ્કિટ લઈને ફરાર થઈ ગઈ. સમગ્ર મામલે દાહોદ A-ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

finance bank
gujarati.news18.com

પોલીસ ફરિયાદ મુજબ, 15 જુલાઈએ દાહોદના નેતાજી બજાર સ્થિત મહાવીર જવેલર્સ ખાતે એક વ્યક્તિ આવ્યો હતો. તેણે રથયાત્રામાં સોનું દાન કરવાનું હોવાનું કહી પોતાનો મેનેજર સંપર્ક કરશે તેમ જણાવ્યું હતું. બીજા દિવસે ફોન કરીને જવેલર્સને ગોધરા રોડ પર આવેલી લેન્ડમાર્ક બિલ્ડિંગના ત્રીજા માળે બનાવાયેલી કથિત 'ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક'માં 200 ગ્રામ સોનું લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું. ત્યારબાદ મહાવીર જ્વેલર્સના પ્રતિનિધિ જય રાકેશકુમાર ગાંધી 10 ગ્રામ અને 50 ગ્રામના મળી કુલ 200 ગ્રામ સોનાના બિસ્કિટ સાથે બેંક પહોંચ્યો હતો. ઠગે સોનાના બિસ્કિટ લઈને લોકરમાંથી રૂપિયા લાવવાનું કહી એક લોક કરેલી બેગ બતાવી હતી. ત્યારબાદ બાકીની રકમ નાની ચલણી નોટોમાં હોવાનું કહી ફરી અંદર ગયો અને પહેલેથી તૈયાર કરાયેલા બીજા દરવાજા મારફતે નીચે ઉતરી બાઈક પર ફરાર થઈ ગયો.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સુમિત 13 જુલાઈએ દાહોદ આવ્યો હતો. તેણે લેન્ડમાર્ક બિલ્ડિંગમાં 3 દુકાનો ભાડે લીધી હતી અને એક વર્ષનું એડવાન્સ ભાડું ચેકથી ચૂકવી માલિકનો વિશ્વાસ જીત્યો હતો. ત્યારબાદ ફર્નિચર, કોમ્પ્યુટર, પંખા, લાઇટ સહિતનો સામાન પણ ચેકથી ખરીદ્યો અને મજૂરોની મદદથી માત્ર 9 કલાકમાં આખી બેંકનો દેખાવ તૈયાર કરી દીધો હતો. રથયાત્રાના દિવસે બેંકોમાં રજા હોવાથી આપેલા ચેક ક્લિયર થયા નહોતા. આ સમયગાળામાં ઠગ ટોળકીએ પોતાની યોજના અમલમાં મૂકી હતી.

finance bank
gujarati.news18.com

કોઈને શંકા ન જાય તે માટે ઠગ ટોળકીએ બેંકમાં ભરતી માટે ઇન્ટરવ્યૂ પણ ગોઠવ્યા હતા. મહિલા અને પુરુષ મળી લગભગ 10 ઉમેદવારોને કોમ્પ્યુટરની સામે બેસાડવામાં આવ્યા હતા. જ્યારે જ્વેલર્સ બેંકમાં પહોંચ્યા ત્યારે તેમણે આ ઉમેદવારોને જ બેંકના કર્મચારીઓ સમજી લીધા અને ઠગ ટોળકીની ચાલમાં ફસાઈ ગયા.

તપાસમાં જાણવા મળ્યું છે કે ઠગોએ ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંકના નામ સાથે GST નંબર અને PAN જેવી વિગતોનો ઉપયોગ કરીને નકલી શાખા ઉભી કરી હતી. હાલ પોલીસને 3 શંકાસ્પદ લોકો અંગે માહિતી મળી છે અને CCTV ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આટલી સફાઈપૂર્વક નકલી બેંક ખોલીને છેતરપિંડી કરનાર ગઠિયો કોઈ મોટા ગેંગનો ભાગ હોવાની આશંકા સેવાઈ રહી છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.