ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી મોટી જાહેરાત, 2 કરોડ...

સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા બનેલા અને વાવ-થરાદના સુઈગામના વતની ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતને લઈને લોકોમાં જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક લોકો શંકા સેવી રહ્યા છે કેમ કે સામે આવેલા એક વીડિયોમાં બાઈકથી ડેડબોડી 25 ફૂટ દૂર હોવાનું કહેવાઈ રહ્યું છે. સામે બાઈકચાલકને સાથળના ભાગે ઈજા થઈ હતી. મૃતકના પરિવારજનો તરફથી 19 સપ્ટેમ્બરે FIR નોંધાવવામાં આવી છે

ચંદન રાઠોડના મૃત્યું બાદ તેનું બેસણું યોજાયું હતું, જેમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી, વાવના ધારાસભ્ય અને મંત્રી સ્વરૂપજી ઠાકોર, દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણ સહિતના નેતાઓ સામેલ થયા હતા. તેમણે ચંદન ઠાકોરને શ્રદ્ધાંજલિ આપી હતી.  સુઈગામ સ્થિતરાધે કૃષ્ણ મંદિરની બાજુમાં આવેલી બ્રાહ્મણવાસ શાળામાં શ્રદ્ધાંજલિ આપવા માટે અનેક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સહિત આસપાસના વિસ્તારના લોકો પહોંચ્યા હતા. CID સ્ટાર અભય શુક્લા પણ ચંદન રાઠોડને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો હતો.

શ્રદ્ધાસુમન અર્પણ કરવા આવેલા અભય શુક્લાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે,ચંદન રાઠોડ કોરોનાકાળમાં ખૂબ મદદરૂપ બન્યા હતા અને હંમેશાં લોકો તથા પરિવારની સાથે ઊભા રહેતા હતા.સુઈગામભામાં એકત્ર થયેલી લોકોની ભીડ ચંદનભાઈ પ્રત્યેનો તેમનો પ્રેમ દર્શાવે છે કે તેઓ લોકોના દિલ જીતીને ગયા છે.

shankar chaudhary
divyabhaskar.co.in

ચંદનને શ્રદ્ધાંજલિ આપવા પહોંચેલાવિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, ચંદન કલા ક્ષેત્રની સાથે પોતાના ગામ અને આસપાસના વિસ્તારમાં પણ ખૂબ જ સેવાભાવી વ્યક્તિ તરીકે જાણીતા હતા.ત્યારે હવે ચંદનનો પરિવાર એકલો ન પડે તે માટે તેમના બાળકોના શિક્ષણથી લઈને દીકરીઓના લગ્ન સુધીની તમામ જવાબદારી લેનારા તમામ મિત્રો અને સહયોગીઓનો આભાર વ્યક્ત કરું છું.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, નીતિન જાની (ખજૂરભાઈ) પણ ચંદન રાઠોડના પરિવારને મળવા પહોંચ્યા હતા. તેમણે પરિવારજનો સાથે મુલાકાત કરી સાંત્વના પાઠવી હતી અને પરિવારની આર્થિક સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને પોતાના ખર્ચે પરિવાર માટે નવું ઘર બનાવવાની જાહેરાત કરી છે. તેમણે ગુજરાતના કલાકારો, કન્ટેન્ટ ક્રિએટરો, ઇન્ફ્લૂએન્સરો અને સામાન્ય નાગરિકોને પરિવારની મદદ માટે આગળ આવવા અનુરોધ કર્યો છે. પરિવારને આર્થિક સહારો મળી રહે તે માટે 2 કરોડની સહાય એકત્ર થાય ત્યાં સુધી અભિયાન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે.

nitin jani
facebook.com/nitinjaniofficial

ઉલ્લેખનીય છે કે, ચંદન રાઠોડે પોતાની આગવી કોમેડી, રમુજી અંદાજ અને ઉત્તર ગુજરાતની સ્થાનિક બોલીની શૈલીથી ડિજિટલ દુનિયામાં એક આગવી ઓળખ ઊભી કરી હતી. 'ગુજ્જુ લવગુરુ'ના પાત્ર દ્વારા તેમણે લાખો લોકોનું મનોરંજન કર્યું હતું. તેમના આ પ્રકારે અચાનક વિદાય લેવાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

About The Author

Related Posts

Top News

ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી મોટી જાહેરાત, 2 કરોડ...

સોશિયલ મીડિયા પર 'ગુજ્જુ લવગુરુ' તરીકે જાણીતા બનેલા અને વાવ-થરાદના સુઈગામના વતની ચંદન રાઠોડનું 17 સપ્ટેમ્બરે ભાભર નજીક...
Gujarat 
ખજૂરભાઈએ ચંદન રાઠોડના બે સંતાનો અને પત્નીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને કરી મોટી જાહેરાત, 2 કરોડ...

26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

જો તમારી પાસે કોઇ સરકારી બેંકમાં બચત ખાતું હોય, તો આ સમાચાર તમારા માટે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. જો તમારે...
Business 
26-27 સપ્ટેમ્બરે બેંકની રજા, 28-30 તારીખ સુધી કર્મચારીઓની 3 દિવસની હડતાળ; 9 દિવસમાં માત્ર 2 દિવસ જ કામ ચાલશે

શ્રીકાંતે એશિયન ગેમ્સ માટે પસંદ કરેલી ટીમ પર પ્રહારો કરતા કહ્યું, 'કૃણાલ, પાટીદાર અને ભુવીએ શું ગુનો કર્યો છે?'

2026 એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમમાં અચાનક ફેરફાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. ભારતીય સ્પિનર ​​વરુણ ચક્રવર્તીની ઈજા પછી...
Sports 
શ્રીકાંતે એશિયન ગેમ્સ માટે પસંદ કરેલી ટીમ પર પ્રહારો કરતા કહ્યું, 'કૃણાલ, પાટીદાર અને ભુવીએ શું ગુનો કર્યો છે?'

મહિલાને પીવાના પાણીથી સાફ-સફાઈ કરવાનું મોંઘું પડ્યું, તંત્રએ ફટકારી દીધો મોટો દંડ

હૈદરાબાદના પોશ વિસ્તાર જુબિલી હિલ્સમાં પીવાના પાણીના ઉપયોગ અંગે જળ બોર્ડે કડક વલણ અપનાવ્યું છે. રોડ નંબર 23 પર એક...
National 
મહિલાને પીવાના પાણીથી સાફ-સફાઈ કરવાનું મોંઘું પડ્યું, તંત્રએ ફટકારી દીધો મોટો દંડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.