પતિના નિધનના 42 દિવસ પછી 'આયુષ્માન ભારત' તરફથી મેસેજ આવ્યો, 'તમે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છો...' આ જોઈને પત્ની....

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાના અંબિકાપુર વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુને 42 દિવસ થઈ ગયા હતા. પરિવારે અંતિમ સંસ્કાર કરી દીધા હતા અને મૃત્યુ પ્રમાણપત્ર પણ મળી ચૂક્યું હતું. પરંતુ, આયુષ્માન ભારત સિસ્ટમમાં દર્દીનો રેકોર્ડ હજુ પણ બંધ થયો ન હતો. ત્યારપછી, મૃત કોન્સ્ટેબલના મોબાઇલ નંબર પર એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે, 'દર્દી સ્વસ્થ થઈ રહ્યો છે અને ઘરે પરત ફરી રહ્યો છે.'

Surguja Medical College
bhaskar.com

મૃત કોન્સ્ટેબલનું નામ દેવ નારાયણ રામ છે. તે છત્તીસગઢ પોલીસમાં કોન્સ્ટેબલ હતો. તેને 26 જૂને સુરગુજાની અંબિકાપુર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેની 4 દિવસ સારવાર ચાલી અને 30 જૂને તેનું મૃત્યુ થયું. ત્યારપછી પરિવારે અંતિમ સંસ્કાર કર્યા.

Surguja Medical College
naidunia.com

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, 42 દિવસ પછી, આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY) તરફથી દેવ નારાયણના મોબાઇલ ફોન પર એક સંદેશ મોકલવામાં આવ્યો. આ સંદેશ તેમની પત્ની સીમા કુજુરને મળ્યો. સંદેશમાં લખ્યું હતું, 'પ્રિય દેવ નારાયણ રામ, અમને આનંદ થાય છે કે તમે સ્વસ્થ થઈ રહ્યા છો અને ઘરે પાછા ફરી રહ્યા છો. અમને આશા છે કે તમે PM-JAY હેઠળ પૂરી પાડવામાં આવતી મફત આરોગ્યસંભાળ સેવાઓથી સંતુષ્ટ છો.'

સીમાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો અને પ્રશ્ન કર્યો કે આ સંદેશ તેમના પતિના નંબર પર કેવી રીતે પહોંચ્યો જ્યારે કે તેમનું 42 દિવસ પહેલા મૃત્યુ થયું હતું. સીમા પોતે એક હોસ્પિટલમાં કામ કરે છે, અને તેથી, તે દર્દીના રેકોર્ડને યોગ્ય રીતે અપડેટ રાખવાનું મહત્વ સમજે છે.

Surguja Medical College
naidunia.com

સંદેશને વાંચીને મૃતક કોન્સ્ટેબલની પત્નીએ સિસ્ટમ પર પ્રશ્ન ઉઠાવ્યો છે અને તપાસની માંગ કરી છે. તેણે માંગ કરી છે કે આ ભૂલ માટે જવાબદારી નક્કી કરવામાં આવે અને ભવિષ્યમાં આવી ભૂલો અટકાવવામાં આવે. તેઓ કહે છે કે જો હોસ્પિટલ અથવા આયુષ્માન રેકોર્ડમાં કોઈ બેદરકારી, વિસંગતતા અથવા ભૂલ થઈ હોય, તો જવાબદારો સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તેઓ કહે છે કે આવી ઘટનાઓ આરોગ્યસંભાળ પ્રણાલીમાં જનતાનો વિશ્વાસ ઘટાડી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આયુષ્માન સારથી એ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ લાભાર્થીઓ માટે શરૂ કરાયેલ એક સત્તાવાર વોટ્સએપ AI ચેટબોટ અને મોબાઇલ એપ્લિકેશન છે. તેનો હેતુ કાર્ડધારકોને તેમના મોબાઇલ ફોન પર સીધી આરોગ્ય સેવાની માહિતી પૂરી પાડવાનો છે.

Surguja Medical College
peoplesupdate.com

અંબિકાપુર મેડિકલ હોસ્પિટલના ડૉ. શૈલેન્દ્ર ગુપ્તાએ દેવ નારાયણના આયુષ્માન કાર્ડનો ઉપયોગ કરીને હોસ્પિટલમાં દાખલ થવા અને સારવાર કરાવવાનો સ્વીકાર કર્યો. જોકે, તેમણે પરિવારના આરોપને નકારી કાઢ્યો કે દેવ નારાયણના આયુષ્માન કાર્ડનો ઉપયોગ 42 દિવસ સુધી કરવામાં આવ્યો હતો.

હોસ્પિટલના જણાવ્યા અનુસાર, વાસ્તવિક સમસ્યા એ હતી કે દર્દીનો રેકોર્ડ સમયસર બંધ કરવામાં આવ્યો ન હતો. ડૉ. ગુપ્તાના જણાવ્યા અનુસાર, આયુષ્માન રેકોર્ડ સંભાળવા માટે જવાબદાર ડેટા એન્ટ્રી ઓપરેટરે તેણે સમયસર બંધ નહોતો કર્યો. તે ઓપરેટરને હવે આયુષ્માન કાર્ડ સંબંધિત કામ પરથી દૂર કરવામાં આવ્યો છે.

Surguja Medical College
instagram.com

મેડિકલ કોલેજ હોસ્પિટલના અધિક્ષક ડૉ. R.C. આર્યએ જણાવ્યું હતું કે, આયુષ્માન સારથી તરફથી ઓટો-જનરેટેડ સંદેશાઓ મોકલવામાં આવે છે. આમાં ક્યારેક સમય લાગે છે. જ્યારે કેસ બંધ થાય છે, ત્યારે સંદેશાઓ આપમેળે જનરેટ થાય છે અને મોકલવામાં આવે છે. તેમણે ઉમેર્યું, 'આ કેસમાં શું થયું તે તપાસનો વિષય છે. હું તપાસ કરીશ કે આ કેવી રીતે થયું. ભૂલ ક્યાં થઈ તેનો રિપોર્ટ લેવામાં આવશે.'

Surguja Medical College
patrika.com

આ ઘટના પછી, મૃતક કોન્સ્ટેબલની પત્નીએ સરકારી પોર્ટલ અને હોસ્પિટલની ડેટા એન્ટ્રી સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કર્યા છે. મૃતકને 'ડિસ્ચાર્જ' બતાવ્યા પછી રિકવરીનો સંદેશ મોકલવો એ માત્ર ટેકનિકલ ભૂલ જ નથી પણ અસંવેદનશીલ પણ છે. પીડિત પરિવારે માંગ કરી છે કે ભવિષ્યમાં આવી ભૂલો અટકાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે.

About The Author

Related Posts

Top News

પતિના નિધનના 42 દિવસ પછી 'આયુષ્માન ભારત' તરફથી મેસેજ આવ્યો, 'તમે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છો...' આ જોઈને પત્ની....

છત્તીસગઢના સુરગુજા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જિલ્લાના અંબિકાપુર વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલના મૃત્યુને 42 દિવસ થઈ...
National 
પતિના નિધનના 42 દિવસ પછી 'આયુષ્માન ભારત' તરફથી મેસેજ આવ્યો, 'તમે સ્વસ્થ થઈને ઘરે જઈ રહ્યા છો...' આ જોઈને પત્ની....

ચીનની બુલેટ ટ્રેન 5 સેકન્ડમાં 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી; વૈજ્ઞાનિકોએ 1 કિમીના ટ્રેક પર દોડાવી ટેસ્ટિંગ કર્યું

ટ્રેનની ગતિની વાત આવે ત્યારે ચીન પોતાના જ ગતિના રેકોર્ડ તોડી રહ્યું છે. ચીનની શાંઘાઈ મેગલેવ વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાંની...
Business 
ચીનની બુલેટ ટ્રેન 5 સેકન્ડમાં 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી; વૈજ્ઞાનિકોએ 1 કિમીના ટ્રેક પર દોડાવી ટેસ્ટિંગ કર્યું

કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ...
Charcha Patra 
કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા...
Politics 
AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.