કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ ડેટા. આ જ કારણસર સુપ્રીમ કોર્ટે તાજેતરમાં દેશના 19 States અને Union Territoriesને કેન્સરને “Notifiable Disease” જાહેર કરવા કહ્યું છે. કોર્ટને જણાવાયું હતું કે દેશના 36 રાજ્યો અને સંઘપ્રદેશોમાંથી 17માં કેન્સરને પહેલેથી Notifiable Disease તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તમને જાણીને ખુશી થશે કે ગુજરાતે વર્ષ 20 મે 2016 એટલે કે 10 વર્ષ પહેલા જ કેન્સરને નોટિફાયેબલ જાહેર કરી દીધું છે.  

Notifiable Disease એટલે શું?

સૌથી પહેલાં એક ગેરસમજ દૂર કરવી જરૂરી છે. કેન્સરને Notifiable Disease જાહેર કરવાનો અર્થ એ નથી કે કેન્સર ચેપી રોગ છે. Notifiable Disease એટલે એવી બીમારી કે જેના નવા કેસની માહિતી ચોક્કસ વ્યવસ્થા હેઠળ સરકારી આરોગ્ય તંત્રને આપવી પડે, જેથી સરકાર રોગના ફેલાવા અને પ્રમાણ અંગે સચોટ માહિતી મેળવી શકે.

કેન્સરના કિસ્સામાં તેનો સૌથી મોટો એ ફાયદો હશે કે કયા વિસ્તારમાં કેટલા નવા દર્દીઓ છે અને કયા પ્રકારનું કેન્સર વધી રહ્યું છે તેની વધુ વ્યવસ્થિત માહિતી મેળવવી.

02
 
શા માટે જરૂરી છે આ ડેટા?

કેન્સર એક જ પ્રકારની બીમારી નથી.  બ્રેસ્ટ, લંગ, ઓરલ, સર્વાઇકલ, પ્રોસ્ટેસ સહિત અનેક પ્રકારના કેન્સર છે. જો સરકાર પાસે દરેક વિસ્તારનો ચોક્કસ અને સમયસરનો ડેટા હશે તો આપણે જાણી શકીશું કે:

કયા વિસ્તારમાં કયું કેન્સર વધારે છે?

કઈ ઉંમરના લોકો વધુ અસરગ્રસ્ત છે?

પુરુષો અને મહિલાઓમાં કયા કેન્સરનું પ્રમાણ વધારે છે?

કયા વિસ્તારોમાં સ્ક્રીનિંગની વધારે જરૂર છે?

આ માહિતીના આધારે સરકાર અને આરોગ્ય નિષ્ણાતો વધુ ચોક્કસ રોકથામ અને તપાસ કાર્યકર્મ બનાવી શકે છે.

કેન્સરનું સાચું ચિત્ર સામે આવશે

કેન્સર સામેની લડાઈમાં માત્ર દર્દીની સારવાર પૂરતી નથી. વસ્તીના સ્તર પર પણ વિચારવું પડે છે. ધારો કે કોઈ જિલ્લામાં ઓરલ કેન્સરના કેસો સતત વધી રહ્યા છે. જો આ માહિતી સમયસર મળે તો ત્યાં તમાકુ વિરોધી અભિયાન અને જનજાગૃતિ કાર્યક્રમો વધુ અસરકારક રીતે ચલાવી શકાય.
તે જ રીતે કોઈ વિસ્તારમાં મહિલાઓમાં સર્વાઇકલ અથવા બ્રેસ્ટ કેન્સરનું પ્રમાણ વધારે જોવા મળે તો ત્યાં સ્ક્રીનિંગને વધુ મજબૂત બનાવી શકાય.
એટલે કેન્સરની માહિતી માત્ર કાગળ પરની પ્રક્રિયા નથી; તે રોકથામની શરૂઆત બની શકે છે.

03

વહેલી ખબર એટલે વહેલી સારવાર

કેન્સરમાં વહેલું નિદાન અત્યંત મહત્વનું છે.જ્યારે કેન્સર શરૂઆતના તબક્કામાં ઓળખાય છે ત્યારે ઘણા પ્રકારના કેન્સરમાં સારવાર વધુ અસરકારક બની શકે છે. પરંતુ ઘણા દર્દીઓમાં નિદાન ત્યારે થાય છે જ્યારે બીમારી આગળ વધી ગઈ હોય. આ પાછળનું એક કારણ જાગૃતિનો અભાવ છે, તો બીજું કારણ સ્કિનિંગની અછત છે.

જો સરકાર પાસે વિસ્તાર પ્રમાણે કેન્સરના કેસોનો સચોટ ડેટા હશે તો હાઇ રીસ્ક વિસ્તારો અને હાઇ રીસ્ક પોપ્યુલેશન સુધી સ્ક્રીનિંગ પહોંચાડવાનું આયોજન વધુ અસરકારક બની શકે છે.

હવે સમાજની પણ જવાબદારી

સરકાર કેન્સરને નોટિફાયયેબલ જાહેર કરે તે મહત્વનું પગલું છે, પરંતુ તે પૂરતું નથી. લોકોએ પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત થવું પડશે. મોઢામાં લાંબા સમય સુધી રહેતો ઘા, શરીરમાં ગાંઠ, અચાનક વજન ઘટવું, અસામાન્ય રક્તસ્ત્રાવ, સતત ઉધરસ જેવા સંકેતોને અવગણવા નહીં.
અને સૌથી મહત્વની વાત—તમાકુ, ગુટખા અને માવાથી દૂર રહેવું.

કેન્સર સામેની લડાઈમાં હોસ્પિટલ છેલ્લો મોરચો છે. પ્રથમ મોરચો છે રોકથામ, જાગૃતિ અને વહેલું નિદાન. સુપ્રીમ કોર્ટની આ દિશા આપણને એક મહત્વનો સંદેશ આપે છે—કેન્સર સામે લડવા માટે માત્ર વધુ હોસ્પિટલ નહીં, પરંતુ વધુ સચોટ ડેટા પણ જોઈએ.કારણ કે જે બીમારીને આપણે યોગ્ય રીતે ઓળખી શકીએ છીએ, તેને રોકવા અને વહેલી તકે પકડી પાડવા માટે વધુ અસરકારક રીતે આયોજન પણ કરી શકીએ છીએ.

About The Author

Dr. Dinky Gajiwala Picture

Dr. Dinky Gajiwala, DNB (Medicine), DNB (Medical Oncology), is a dedicated Medical Oncologist and Consultant at Hope Cancer Clinic, Surat. She specializes in comprehensive cancer treatment and is passionate about empowering patients through education and awareness. With a strong presence on social media, Dr. Gajiwala actively spreads reliable information on breast cancer, chemotherapy, immunotherapy, and other critical aspects of oncology, making cancer care more accessible and understandable for all.

Top News

ચીનની બુલેટ ટ્રેન 5 સેકન્ડમાં 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી; વૈજ્ઞાનિકોએ 1 કિમીના ટ્રેક પર દોડાવી ટેસ્ટિંગ કર્યું

ટ્રેનની ગતિની વાત આવે ત્યારે ચીન પોતાના જ ગતિના રેકોર્ડ તોડી રહ્યું છે. ચીનની શાંઘાઈ મેગલેવ વિશ્વની સૌથી ઝડપી ટ્રેનોમાંની...
Business 
ચીનની બુલેટ ટ્રેન 5 સેકન્ડમાં 800 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી; વૈજ્ઞાનિકોએ 1 કિમીના ટ્રેક પર દોડાવી ટેસ્ટિંગ કર્યું

કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ...
Charcha Patra 
કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા...
Politics 
AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

વીડિયો કોલ પર પિતાના અંતિમ સંસ્કાર કરાવનારી 3 દીકરીમાંથી કોઈ અસ્થિ વિસર્જનમાં પણ ન દેખાયું

કેટલાક સંબંધો નજીકના હોવા છતાં, દૂરના થઈ જાય છે, જ્યારે કેટલાક, દૂરના સબંધ હોવા છતાં, જીવનની...
National 
વીડિયો કોલ પર પિતાના અંતિમ સંસ્કાર કરાવનારી 3 દીકરીમાંથી કોઈ અસ્થિ વિસર્જનમાં પણ ન દેખાયું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.