AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. બુધવારે, AAP દિલ્હી પ્રદેશ પ્રમુખ સૌરભ ભારદ્વાજે ખુલ્લા બજારમાંથી ખરીદેલી સાયકલની સાથે સરકાર દ્વારા પૂરી પાડવામાં આવેલી સાયકલ મૂકીને તેમના ટાયર, બ્રેક, રિમ અને ક્રેન્કની તુલના કરી. તેમણે દાવો કર્યો કે સરકારે આશરે 1.30 લાખ સાયકલ ₹6,957ના દરે ખરીદી છે, જ્યારે AAPએ બજારમાંથી ₹4,200માં સાયકલ ખરીદી હતી. ભારદ્વાજે આરોપ લગાવ્યો કે વધુ કિંમત ચૂકવવામાં આવી હોવા છતા સરકારી સાયકલમાં ઘણા હિસ્સાઓની ગુણવત્તા હલકી ગુણવત્તાની છે, અને સમગ્ર બાબતની તપાસની માંગ કરી.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, જ્યારે બંને સાયકલ લગભગ સમાન દેખાય છે, પરંતુ તેમના અલગ-અલગ હિસ્સાઓમાં નોંધપાત્ર તફાવત છે. સરકારી સાયકલના ટાયરને લોકલ ગણાવતા, તેમણે દાવો કર્યો કે બીજી સાયકલમાં બ્રાન્ડેડ ટાયર ફીટ કરવામાં આવ્યું છે. ભારદ્વાજે કહ્યું કે બજારમાં ખરીદેલી સાયકલના ટાયરની કિંમત ₹350 થી ₹500 ની વચ્ચે છે, જ્યારે સરકારી સાયકલના ટાયરની કિંમત ₹150ની આસપાસ છે. તેમણે રિમની ગુણવત્તા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે સરકારી સાયકલ પર રિમ હલકી છે. બ્રેક્સની સરખામણી કરતા તેમણે કહ્યું કે બજારમાં ખરીદેલી સાયકલમાં એલ્યુમિનિયમ બ્રેક્સ લાગી છે, જ્યારે સરકારી સાયકલમાં પ્લાસ્ટિક બ્રેક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ તફાવતો ઘટનાસ્થળે હાજર એક સાયકલ મિકેનિક પાસે તરાસ કરાવડાવી હતી.

AAP1
etvbharat.com

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, સાયકલ મિકેનિકે બંને સાયકલના વિવિધ ઘટકોની તુલના કરી. મિકેનિકના જણાવ્યા મુજબ, એક સાયકલમાં એલ્યુમિનિયમ ઘટકો હતા, જ્યારે બીજીમાં પ્લાસ્ટિકના ઘટકો લગાવવામાં આવ્યા છે. તેમણે બંને સાયકલના ટાયર વચ્ચેના તફાવત પર પણ પ્રકાશ પાડ્યો. મિકેનિકે દાવો કર્યો કે એક સાયકલમાં બ્રાન્ડેડ ટાયર ફીટ કરવામાં આવ્યું હતું જ્યારે બીજીમાં લોકલ ટાયર છે. આ ઉપરાંત, તેમણે સરકારી સાયકલ પર ક્રેન્કને હલકી ગુણવત્તાનું ગણાવ્યું.

સૌરભ ભારદ્વાજે જણાવ્યું કે AAP નેતાઓ સાયકલ નિષ્ણાત નથી; એટલે, ટેકનિકલ તફાવતો સમજાવવા માટે એક સાયકલ મિકેનિકને સ્થળ પર બોલાવવામાં આવ્યો હતો. દિલ્હી સરકારે પ્રતિ યુનિટ ₹6,957ના દરે આશરે 1.30 લાખ સાયકલ ખરીદી છે. તેનાથી વિપરીત, AAPએ છૂટક બજારમાંથી ₹4,200માં સાયકલ ખરીદી હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું કે ₹4,200ની સાયકલની ખરીદીની રસીદ તેમના નામે છે અને તેને સાર્વજનિક કરવામાં આવશે. AAPનો પ્રશ્ન છે કે સરકારે આટલી મોટી સંખ્યામાં સાયકલ લગભગ ₹7,000માં કેમ ખરીદી જ્યારે તે બજારમાં આશરે ₹4,200માં ઉપલબ્ધ છે.

AAP ધારાસભ્ય સંજીવ ઝાએ પણ સાયકલ પર 'સ્કાયલર' બ્રાન્ડિંગ અંગે પ્રશ્નો ઉઠાવ્યા. તેમણે કહ્યું જે 'સ્કાયલર' મોડેલની સ્પેશિફિકેશન્સ ટેન્ડરમાં આપવામાં આવી હતી, તેમાં  સાત ગિયર્સ, સસ્પેન્શન અને ડિસ્ક બ્રેક્સનો સમાવેશ થાય છે. ઝાએ જણાવ્યું કે વિદ્યાર્થિનીઓને વિતરિત કરવામાં આવેલી સાયકલમાં ન તો સાત ગિયર્સ છે, સસ્પેન્શન અને ન ડિસ્ક બ્રેક્સ છે. તેમણે પ્રશ્ન કર્યો કે જો ટેન્ડરમાં ખાસ મોડેલ અને સ્પેશિફિકેશન્સ નક્કી કરવામાં આવી હતી તો સપ્લાય કરેલી સાયકલ એ સ્પેશિફિકેશન્સ સાથે કેમ મેળ ખાતી કેમ નથી. તેમણે જણાવ્યું હતું કે 'સ્કાયલર'  સંબંધિતમોડેલ બજારમાં ઉપલબ્ધ નથી અને આ બ્રાન્ડ નામના ઉપયોગની તપાસ કરવાની માંગ કરી હતી.

સંજીવ ઝાએ જણાવ્યું હતું કે AAP વિધાનસભાની અંદર અને બહાર આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે આ બાબતે ચર્ચા થવા દેવામાં આવી રહી નથી. જો સરકાર સમગ્ર મામલા અંગે કોઈ જવાબ આપતી નથી, તો AAP ભ્રષ્ટાચાર વિરોધી શાખા (ACB) અને CBIને ફરિયાદ કરશે. તેમણે આ મામલાની તપાસની માંગ કરી અને શિક્ષણ મંત્રી આશિષ સૂદને પડકાર ફેંક્યો હતો કે તેઓ બંને સાયકલની ગુણવત્તા અને વિશિષ્ટતાઓની ચકાસણી કરવા માટે તેમની સાથે-સાથે સરખામણી કરે.

About The Author

Related Posts

Top News

કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

કેન્સર સામેની લડાઈમાં આપણે ઘણીવાર સારવાર, દવાઓ અને ટેક્નોલોજીની વાત કરીએ છીએ. પરંતુ આ લડાઈનું એક અત્યંત મહત્વનું હથિયાર છે—સચોટ...
Charcha Patra 
કેન્સરને નોટિફાયેબલ (Notifiable) જાહેર કરવા સુપ્રીમે 19 રાજ્યોને કર્યો આદેશ, શું હોય છે આ? 

AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

આમ આદમી પાર્ટી (AAP)એ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા...
Politics 
AAPએ દિલ્હીમાં ભાજપ સરકાર દ્વારા વિદ્યાર્થિનીઓને વહેંચવામાં આવતી સાયકલની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા

વીડિયો કોલ પર પિતાના અંતિમ સંસ્કાર કરાવનારી 3 દીકરીમાંથી કોઈ અસ્થિ વિસર્જનમાં પણ ન દેખાયું

કેટલાક સંબંધો નજીકના હોવા છતાં, દૂરના થઈ જાય છે, જ્યારે કેટલાક, દૂરના સબંધ હોવા છતાં, જીવનની...
National 
વીડિયો કોલ પર પિતાના અંતિમ સંસ્કાર કરાવનારી 3 દીકરીમાંથી કોઈ અસ્થિ વિસર્જનમાં પણ ન દેખાયું

વારાણસીમાં ઓફિસમાં ઘૂસ્યો ચોર, કોફી પીધી, નાચ્યો, સ્નાન કર્યું પછી 4.71 લાખની બાઇક લઈ રફૂચક્કર થયો

વારાણસીમાં એક યુવકે એજન્સીમાંથી KTM એડવેન્ચર 390 S બાઈકની ચોરી કરી. બાઇકની ઓન-રોડ કિંમત 4 લાખ 71 હજાર રૂપિયા હોવાનો...
National 
વારાણસીમાં ઓફિસમાં ઘૂસ્યો ચોર, કોફી પીધી, નાચ્યો, સ્નાન કર્યું પછી 4.71 લાખની બાઇક લઈ રફૂચક્કર થયો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.