માતા પ્રેમી સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે અવાજ કરતો હતો દીકરો, નારાજ જનેતાએ પુત્રને પતાવી દીધો

ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના બલદેવ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના છૌલી ગામમાં લગભગ એક મહિના પહેલા થયેલા ત્રણ વર્ષના બાળકના મૃત્યુના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. બાળકના પિતા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે માતા અને તેના કથિત પ્રેમી સામે હત્યાનો કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસે જણાવ્યું છે કે નિષ્પક્ષ તપાસ ચાલી રહી છે, અને એકત્રિત થયેલા પુરાવાના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ફરિયાદી કૃષ્ણ મુરારીના જણાવ્યા અનુસાર, તેમની પત્ની રુચિએ 28 જૂનની સાંજે ફોન કરીને જાણ કરી હતી કે તેમનો આશરે ત્રણ વર્ષનો પુત્ર માધવ વારંવાર પ્રયાસ કરવા છતા જાગી રહ્યો નથી. ત્યારબાદ બાળકને સારવાર માટે મથુરાની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ પરિવારે બાળકના અંતિમ સંસ્કાર કરી દીધા હતા.

cri,me
forensictraininguk.org

પિતાનો આરોપ છે કે, થોડા સમય પછી તેણે પોતાની પત્નીને એક યુવાન સાથે ફોન પર વાત કરતા સાંભળી, જેમાં કથિત રૂપે બાળકના મૃત્યુનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પૂછપરછ કરવામાં આવતા પત્નીએ કથિત રીતે સ્વીકાર્યું કે તેનો એક યુવક સાથે પ્રેમ સંબંધ હતો અને ફોન પર વાતચીત દરમિયાન બાળક અવાજ કરી રહ્યો હતો, જેથી નારાજ થઇને તેણે તેનું ગળું દબાવી દીધું હતું, જેના પરિણામે તેનું મૃત્યુ થયું હતું. ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કથિત પ્રેમીને પણ આ ઘટનાની જાણ હતી.

police
newsarenaindia.com

આ બાબતની માહિતી મળતા પોલીસે માતા અને તેના કથિત પ્રેમી સામે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે. પોલીસ મોબાઇલ કોલ રેકોર્ડ, અન્ય ટેકનિકલ પુરાવા અને સંબંધિત વ્યક્તિઓના નિવેદનો એકત્રિત કરી રહી છે. પોલીસ સ્ટેશનના પ્રભારી અભય કુમાર શર્માએ જણાવ્યું હતું કે આ કેસની દરેક દૃષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન બહાર આવનારા તથ્યોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પૂછપરછ અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે આરોપોની તપાસ કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈંગ્લેન્ડના પ્રવાસ દરમિયાન હર્ષિત રાણા ઈજાગ્રસ્ત થયો હતો; ત્યારબાદ તેણે ફિટનેસ મેળવી લીધી છે અને તે અફઘાનિસ્તાન સામેની T20...
Sports 
શું ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણા માટે બનાવ્યા છે અલગ નિયમ? BCCI સામે ઉઠ્યા ગંભીર સવાલ

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.