દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક ટન કાચી ખાંડ (Raw Sugar) ની કરમુકત  આયાત કરવાની મંજૂરી આપી દીધી છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા લેવાયેલા આ મહત્વના નિર્ણય અનુસાર, આ આયાત 31 ઓક્ટોબર સુધી કરી શકાશે.

છેલ્લા કેટલાક સમયથી પુરવઠાની અછતના કારણે દેશમાં ખાંડના ભાવમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો છે. ઉપલબ્ધ તાજા આંકડા મુજબ, છેલ્લા એક મહિનામાં સ્થાનિક બજારમાં ખાંડના ભાવ 10% વધીને ઓલ-ટાઇમ હાઇ પહોંચી ગયા છે, જ્યારે છેલ્લા બે મહિનામાં કિંમતોમાં લગભગ 40% નો મોટો ઉછાળો નોંધાયો છે. શેરડીના ઉત્પાદનમાં થયેલા ઘટાડાને કારણે પુરવઠા પર અસર પડી છે. વિશ્વના સૌથી મોટા ખાંડ વપરાશકાર દેશ એવા ભારતે, તહેવારો પહેલા માગ પહોંચી વળે તે માટે લગભગ દસ વર્ષમાં પહેલીવાર આ રીતે ખાંડ આયાત કરવાનો નિર્ણય લીધો છે.

03

સરકારે મુક્ત આયાત માટે 31 ઓક્ટોબરની સમયસીમા નક્કી કરી છે, જેથી સૌથી વધુ માગવાળા ગાળા પહેલાં દેશમાં વધારાનો જથ્થો પહોંચી જાય. ભારતમાં સામાન્ય રીતે ઓગસ્ટથી નવેમ્બર વચ્ચે ગણેશ ચતુર્થી, દશેરા અને દિવાળી જેવા મોટા તહેવારો દરમિયાન મીઠાઈઓ, કેક અને અન્ય મિષ્ટાનના ઉત્પાદનને કારણે ખાંડની માગમાં ભારે ઉછાળો આવે છે. આ ઉપરાંત બિસકિટ અને કન્ફેક્શનરી બનાવતી મોટી કંપનીઓ પણ તહેવારો પહેલાં ખાંડનો મોટો સ્ટોક એકઠો કરતી હોય છે. તેથી, તહેવારોની માગના કારણે ભાવ પર વધુ દબાણ ન આવે તે માટે સરકાર આ પગલું ભરી રહી છે.

આયાતની મંજૂરી આપવાની સાથે સરકારે ખાંડના મોટા વપરાશકારો માટે સ્ટોક રાખવાની મર્યાદા પણ કડક બનાવી દીધી છે. બુધવારે બહાર પાડવામાં આવેલા સરકારી આદેશ અનુસાર, 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર સુધી દર મહિને 10 મેટ્રિક ટનથી વધુ ખાંડનો ઉપયોગ કરતા બલ્ક ગ્રાહકો 15 દિવસથી વધુ સમય માટે સ્ટોક રાખી શકશે નહીં.

ઉલ્લેખનીય છે કે ગયા મહિને જ સરકારે ખાંડના વેપારીઓ માટે મહત્તમ 30 દિવસનો સ્ટોક રાખવાનો નિયમ બનાવ્યો હતો. સરકારનો મુખ્ય હેતુ સંગ્રહખોરી રોકવાનો છે, જેથી ઉપલબ્ધ ખાંડ સીધી બજારમાં પહોંચી શકે.

હવામાનની પ્રતિકૂળ પરિસ્થિતિએ ખાંડની અછતમાં ઉમેરો કર્યો છે. અનિયમિત વરસાદ અને સૂકા હવામાનને કારણે શેરડીના પાકને ભારે નુકસાન થયું છે, જેને સિંચાઈ માટે વિપુલ પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. ઉત્પાદન ઘટવાથી દેશમાં ખાંડની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. અનુમાન છે કે આગામી ઓછામાં ઓછા ત્રણ મહિના સુધી ખાંડના ભાવ ઊંચા સ્તરે જ રહેશે.

02

વિશ્વના મોટા ખાંડ ખરીદદાર દેશ તરીકે ભારતનું આંતરરાષ્ટ્રીય બજારમાં વાપસી કરવું વૈશ્વિક ભાવને પણ અસર કરી શકે છે. વિશ્લેષકોના મતે, ભારત તરફથી ખરીદી વધતા લંડન અને ન્યૂયોર્કના બેન્ચમાર્ક સુગર પ્રાઈસને ટેકો મળશે. ભારતમાં ખાંડ રાજકીય રીતે પણ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે. અહીં સામાન્ય ઘરોથી લઈને નીચી આવક ધરાવતા પરિવારો સુધી ખાંડ દૈનિક વપરાશની એક અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ છે. તેથી, તહેવારો નજીક હોવાથી સરકાર આયાત અને સ્ટોક મર્યાદા જેવા બંને પગલાં એકસાથે ભરીને ભાવ અંકુશમાં રાખવા અને ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પ્રયાસ કરી રહી છે.

 

About The Author

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.