80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે. જો કે, ઉત્તર પ્રદેશના બિજનોરમાં આ લગ્ન ખરેખર અનોખા હતા. તેણે સમાજમાં અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક નવી ચર્ચા જગાવી હતી. અહીંના નહટૌર વિસ્તારમાં એક વૃદ્ધ દંપતીના છૂટાછેડા આજકાલ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે. જે ઉંમરે લોકો સામાન્ય રીતે અંત સુધી એકબીજાની પડખે ઊભા રહેવાનું વચન આપે છે, ત્યારે 80 વર્ષના પતિ અને તેની 75 વર્ષની પત્નીએ કાયમ માટે અલગ થવાનું પસંદ કર્યું છે. આ કહાનીની રસપ્રદ વાત એ છે કે તેમના લગ્ન માત્ર એક વર્ષ અગાઉ થયા હતા.

અહેવાલો અનુસાર, નહટૌરના મહમૂદપુર ગામના રહેવાસી 80 વર્ષીય કમરુદ્દીન અને નગીના દેહાતની 75 વર્ષીય નસીમા ખાતૂન વૃદ્ધાવસ્થામાં એક-બીજાના સહારો બનવા માટે એક થયા હતા, હવે પરસ્પર વિવાદને કારણે અલગ થઈ ગયા છે. સંબંધોમાં આવેલી આ કડવાશે સમગ્ર વિસ્તારમાં ચર્ચા છેડી દીધી છે. માર્ચ 2025માં જ્યારે આ બે વૃદ્ધોએ તેમના પરિવારો અને સંબંધીઓની સંપૂર્ણ સંમતિથી લગ્ન કર્યા, ત્યારે તેને સમાજ માટે પ્રેરણા ગણવામાં આવી હતી. તેણે સંદેશ આપ્યો કે એકલતાને દૂર કરવામાં ઉંમર કોઈ અવરોધ નથી. બંને પક્ષના સંબંધીઓએ આ સમારોહના સાક્ષી બન્યા અને સંબંધને આશીર્વાદ આપ્યા હતા.

divorce1
gawieleroux.co.za

જોકે, લગ્નના થોડા મહિનાઓ બાદ, દંપતી વચ્ચે વિવાદો શરૂ થયા. પોતાની પીડા જણાવતા નસીમા ખાતૂને કેટલાક ચોંકાવનારા આરોપો લગાવ્યા હતા. નસીમાએ દાવો કર્યો હતો કે નિકાહ સમયે કમરુદ્દીને વચન આપ્યું હતું કે તે તેની પૌત્રીઓ પાસે ભોજન બનાવડાવીને તેને ખવડાવશે; પરંતુ વાસ્તવમાં તે એક અલગ ઘરમાં રહેતો હતો. નસીમાએ વધુમાં આરોપ લગાવ્યો હતો કે, 80 વર્ષની ઉંમરે પણ તેનો પતિ અપેક્ષા રાખતો હતો કે તે એક યુવાન સ્ત્રીની જેમ ઘરકામ કરે. તે દરરોજ રાત્રે તેની બાજુમાં સૂવા માટે પણ જિદ કરતો હતો. આ કારણોસર નસીમાએ તેની પુત્રીના ઘરે પાછા ફરવાનું નક્કી કર્યું.

ગામના સરપંચ અબરારના જણાવ્યા મુજબ, કમરુદ્દીન આ સંબંધને બચાવવા માંગતો હતો અને તેણે નસીમાને મનાવવા માટે ખૂબ જ પ્રયત્નો કર્યા. ઘણી વખત ગ્રામ પંચાયતો બોલાવવામાં આવી હતી, અને પરિવારના સભ્યોએ વિવાદમાં મધ્યસ્થી કરવાનો પ્રયાસ કર્યો હતો; પરંતુ નસીમા અલગ થવાના પોતાના નિર્ણય પર અડગ રહી. આખરે, વધતા જતા વિવાદ અને તેની પત્નીની નારાજગીને ધ્યાનમાં રાખીને, કમરુદ્દીને ભારે હૃદયથી છૂટાછેડાના કાગળો પર સહી કરી. પરસ્પર સંમતિથી લગ્ન સંબંધનો અંત લાવી દેવામાં આવ્યો, અને ત્યારબાદ નસીમા તેની પુત્રીના ઘરે પાછી જતી રહી હતી.

divorce3
talktoangel.com

ગામના સરપંચના જણાવ્યા મુજબ, આ છૂટાછેડા સામાજિક સ્તરે પરસ્પર સંમતિથી થયા છે; આ બાબતે કોઈ પણ પક્ષે કાનૂની કે પોલીસની કાર્યવાહીની મદદ લીધી નથી. જ્યારે માત્ર એક વર્ષ પહેલા આખા ગામમાં આ વૃદ્ધ દંપતીના લગ્નની ખુશીઓ મનાવવામાં આવી હતી, ત્યારે હવે તેમના છૂટાછેડાના સમાચારે દરેકને હેરાન કરી દીધા છે.

About The Author

Related Posts

Top News

સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

(ઉત્કર્ષ પટેલ) કોઈ નેતાનો જન્મદિવસ ફૂલમાળા અને શુભેચ્છાઓથી ઉજવાય એ સહજ સ્વાભાવિક વાત છે પરંતુ જ્યારે એ જ દિવસે શહેરના...
Opinion 
સુરતની નમો જન સેવા કલ્યાણ સમિતિ દ્વારા યોજાશે સેવા યજ્ઞ

80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

તમે કદાચ લગ્ન વિશે ઘણી અજીબોગરીબ કહાનીઓ સાંભળી હશે, અને કદાચ તમે પોતે પણ આવા કેટલાક લગ્નો જોયા હશે....
National 
80નો વર અને 75ની કન્યાની 'ટૂંકી પ્રેમકથા'... લગ્નના એક વર્ષ બાદ છૂટાછેડા લઇ લીધા?

એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!

સોશિયલ મીડિયામાં ઘણીવાર એવા લોકોની વાર્તાઓ વાયરલ થઇ જાય છે જે એક સમયે ખુબ શ્રીમંત હતા, પરંતુ હવે તેમની...
National 
એક સમયે તેઓ કરોડપતિ હતા પરંતુ લગ્ન નિષ્ફળ જતા પૈસાથી નફરત થઇ ગઈ!

વગર પૈસે ઓવરટાઇમ કરનારાઓમાં ભારત પ્રથમ ક્રમે, અઠવાડિયામાં 16 કલાક ઓવરટાઈમ કરે છે

વિશ્વમાં પૈસા લીધા વગર 'ઓવરટાઈમ' કામ કરનારા કામદારો ભારતમાં સુધી વધુ છે. શ્રમ કાર્ય પરના એક અભ્યાસમાં જાણવા...
National 
વગર પૈસે ઓવરટાઇમ કરનારાઓમાં ભારત પ્રથમ ક્રમે, અઠવાડિયામાં 16 કલાક ઓવરટાઈમ કરે છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.