મહારાષ્ટ્રમાં SIR: 17 લાખ મતદારોના બે જગ્યાએ નામ, 75 લાખ મતદારોનો કોઇ અતોપતો નહીં!

સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હેઠળ મહારાષ્ટ્રમાં મતદાર યાદીની ચકાસણીમાં મોટી સંખ્યામાં એવા મતદારો સામે આવ્યા યો છે જેમના નામ બે જગ્યાએ નોંધાયેલા છે અથવા જેમની વિગતો ચકાસી શકાઈ નથી. રાજ્યમાં 17 લાખ 63 હજાર બે નામ ધરાવતા મતદારો છે, જ્યારે 75 લાખ 52 હજાર મતદારોની માહિતી મળી શકી નથી.

આ ઉપરાંત કુલ, 2 કરોડ 7 લાખથી વધુ મતદારોને 'અનકલેકટેબલ' શ્રેણીમાં મૂકવામાં આવ્યા છે. આ મતદારો માટે SIR ગણતરી ફોર્મ વિવિધ કારણોસર સબમિટ કરી શકાયા નથી. તેમાં ઘરે ન મળેલા મતદારો, કાયમી રીતે સ્થળાંતર કરનારા લોકો, મૃત મતદારો, બે નામ ધરાવતા મતદારો અને અન્ય શ્રેણીના મતદારોનો સમાવેશ થાય છે.

SIR હેઠળ મતદાર ગણતરી ફોર્મ સબમિટ કરવાની અંતિમ તારીખ 17 ઓગસ્ટ હતી. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલય દ્વારા મંગળવારે અંતિમ SIR આંકડા જાહેર કરવામાં આવ્યા હતા.

મહારાષ્ટ્રના કુલ 9 કરોડ 78 લાખ મતદારોમાંથી 7 કરોડ 71 લાખ મતદારોના SIR ફોર્મ સબમિટ કરવામાં આવ્યા છે એટલે કે રાજ્યના 78.85 ટકા મતદારોએ SIR પ્રક્રિયા પૂર્ણ કરી છે. તો 2 કરોડથી 7 લાખથી વધુ મતદારના ફોર્મ જમા થયા નથી,જે કુલ મતદારોના 21.15 ટકા છે.

1. બે નામ વાળા: 17 લાખ 63 હજાર એટલે કે અંદાજે 1.80% મતદારો

2. ઘરે ન મળેલા: 75 લાખ 52 હજાર 7.72%

3. કાયમી સ્થળાંતર: 67 લાખ 80 હજાર 7.85%

4. મૃત મતદારો: 34 લાખ 81 હજાર 3.56%

5. અન્ય: 2 લાખ 23 હજાર 0.23%

6. કુલ: 2 કરોડ 7 લાખ 21.15%

ચૂંટણી પંચ તરફથી 24 ઓગસ્ટના રોજ ડ્રાફ્ટ મતદાર યાદી પ્રકાશિત કરાશે. જે મતદારોના નામ આ યાદીમાં નથી તેઓ આગામી મહિના દરમિયાન તેમના નામનો સમાવેશ કરવા માટે ફોર્મ-6 સબમિટ કરી શકશે. હાલમાં 'અનકલેક્ટેબલ' યાદીમાં રહેલા મતદારો પણ ફોર્મ-6 સબમિટ કરીને મતદાર યાદીમાં તેમના નામનો સમાવેશ કરવા માટે અરજી કરી શકશે.

આ ઉપરાંત, જે નાગરિકો 1 ડિસેમ્બર, 2026 કે તે પહેલાં 18 વર્ષની ઉંમર પૂરી કરનારા નાગરિકો પણ મતદાર બનવા માટે અરજી કરી શકશે. ચૂંટણી પંચ 19 ઓક્ટોબર, 2026ના રોજ અંતિમ મતદાર યાદી પ્રકાશિત કરશે.

About The Author

Related Posts

Top News

ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

ભારતનું ખાંડ બજાર હાલ એક અસાધારણ સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. દેશમાં ખેતરોમાં શેરડીનો પૂરતો પાક છે, ઈથેનોલ પ્રોગામ...
Business 
ખાંડના ભાવ રેકોર્ડ સ્તરે, ઈથેનોલ બનાવવાનું ભારે પડ્યું, સંકટ ઉકેલવા સરકારની દોડધામ

'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

રાષ્ટ્રીયગીત 'વંદે માતરમ'ને લઈને ચાલી રહેલા રાજકીય વિવાદ વચ્ચે, કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)એ પોતાના...
'વંદે માતરમ'ના ફક્ત પહેલા બે છંદ ગાવા પર કેમ અડગ છે કોંગ્રેસ? 89 વર્ષ જૂના કયા રેફરન્સને બનાવી રહી છે ઢાળ?

શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું- નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

શરીર મનુષ્યનું, પણ ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશના ખંડવામાં એક જાહેર ફરિયાદ સુનાવણીમાં એક શખ્સ કૂતરાનું માસ્ક પહેરીને પહોંચ્યો ત્યારે...
National 
શરીર મનુષ્યનું, ચહેરો કૂતરાનો... મધ્ય પ્રદેશમાં શખ્સ 'કૂતરો' કેમ બન્યો? કહ્યું-  નસબંધી છતા 6 ગલુડિયા આવી ગયા

ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

મહારાષ્ટ્રના બીડ જિલ્લા હોસ્પિટલમાં ડોકટરોની ગંભીર બેદરકારીનો પર્દાફાશ થયો છે. 19 વર્ષની ગર્ભવતી મહિલા ડિલિવરી માટે હોસ્પિટલમાં પહોંચી હતી. પરિવારના...
National 
ડોકટરો ડિલિવરી પછી મહિલાના પેટમાં મોજા અને નેપકિન ભૂલી ગયા! અઠવાડિયા પછી કાઢ્યા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.