'જો જ્ઞાનેશ કુમારે રાજીનામું નહીં આપ્યું તો...' અભિજીત દીપકેએ જણાવ્યો આગળનો પ્લાન, 10 ઓક્ટોબરે...

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને લઈને હોબાળો શાંત થવાનું નામ નથી લેતો. 2 ઓક્ટોબરના રોજ, કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દીપકે મુંબઈમાં જાહેરાત કરી હતી કે, જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર મંતર પર ફરી વખત એક મોટું વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આ પહેલા, જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ જંતર મંતર પર એક મોટું વિરોધ પ્રદર્શન થયું હતું. અત્યાર સુધીમાં, સંજય સિંહ, આતિશી, સૌરભ ભારદ્વાજ અને સંજીવ જેવા અગ્રણી આમ આદમી પાર્ટી (AAP) નેતાઓ સહિત 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવ અને ઓલ ઈન્ડિયા સ્ટુડન્ટ્સ યુનિયન (AISA)ના પ્રમુખ નેહા બોરાને પણ પોલીસે અટકાયતમાં લીધા છે.

Abhijit-Dipke1
navbharattimes.indiatimes.com

2 ઓક્ટોબરના રોજ, CJPના અભિજીત દીપકેએ મુંબઈના શિવાજી પાર્ક ખાતે એક મોટા વિરોધ પ્રદર્શનનું નેતૃત્વ કર્યું. તેમણે જાહેરાત કરી કે તેઓ 10 ઓક્ટોબરે એક વિશાળ વિરોધ પ્રદર્શન કરશે. CJPના સ્થાપકે X પર લખ્યું, 'જો જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે, તો ભારતભરમાંથી દરેક વાંદાઓ 10 ઓક્ટોબરે દિલ્હી આવશે અને જંતર મંતર પર વિરોધ કરશે. જો દિલ્હી પોલીસ અમને રોકવાનો પ્રયાસ કરશે, તો તેઓ જ્યાં પણ અમને રોકશે તે અમારું જંતર મંતર બની જશે. અમારો વિરોધ શાંતિપૂર્ણ રહેશે. અમે મહાત્મા ગાંધીએ બતાવેલા માર્ગ પર ચાલીશું.'

Abhijit-Dipke2
livehindustan.com

અભિજીત દિપકેએ આગળ લખ્યું, 'તે સરકાર અને દિલ્હી પોલીસ પર નિર્ભર કરે છે કે તેઓ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનના અમારા અધિકારનું સન્માન કરે છે કે 20 જુલાઈની ક્રૂરતાનું પુનરાવર્તન કરે છે. આ આપણા લોકશાહીને બચાવવાની લડાઈ છે. નિષ્પક્ષ ચૂંટણી ઇચ્છતા દરેક નાગરિકે તેમાં જોડાવું જોઈએ.'

Abhijit-Dipke3
jansatta.com

મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં કથિત અનિયમિતતાઓ અને મતદારોના નામ મોટા પ્રમાણમાં કાઢી નાખવા બદલ પ્રદર્શનકારીઓ જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી રહ્યા છે. મીડિયા સૂત્રોનો ઉલ્લેખ કરીને પોલીસે અહેવાલ આપ્યો છે કે, લગભગ 700 સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા (SFI)ના કાર્યકરોએ જંતર મંતર પહોંચવાનો પ્રયાસ કર્યો હતો અને તેમને અશોકા રોડ રાઉન્ડઅબાઉટ પર અટકાવવામાં આવ્યા હતા. AISA, SFI, નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઈન્ડિયા (NSUI) અને અન્ય વિદ્યાર્થી સંગઠનોના કાર્યકરોની પણ અટકાયત કરવામાં આવી હતી.

About The Author

Related Posts

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.