વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે બેંકોએ તેમની તમામ રકમ વસૂલ કરી લીધી છે. લોનની રકમ કરતા પણ વધુ રકમ રિકવર કરી લીધી છે. તેમણે સુભાષ ચંદ્ર સાથે સંકળાયેલા એક કેસ પર પ્રતિક્રિયા આપતા આ વાત કહી હતી. હવે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના નેતૃત્વ હેઠળના બેંકોના ગ્રુપે માલ્યાના દાવા પર પ્રતિક્રિયા આપી છે.

બેંકોના જણાવ્યા અનુસાર, ઓગસ્ટ 2026 સુધીમાં વિજય માલ્યા પાસેથી અંદાજે રૂ.8,752 કરોડની વસૂલાત કરવાની બાકી છે. એટલે કે, બેંકોનું માનવું છે કે માલ્યા અને તેમની કંપનીઓ સાથે જોડાયેલી સંપત્તિઓમાંથી મોટી રકમ વસૂલ કરવા છતા કુલ બાકી દેવું સંપૂર્ણપણે ચૂકવાયું નથી.

SBIના નેતૃત્વ હેઠળના બેંકોના સમૂહે બોમ્બે હાઈકોર્ટમાં એક સોગંદનામું દાખલ કર્યું છે, જેમાં વિજય માલ્યા પાસેથી વસૂલ કરાયેલી રકમ અને બાકી રકમની વિગતો આપવામાં આવી છે. બેંકોએ જણાવ્યું હતું કે 'ડેબ્ટ રિકવરી ઓફિસર' દ્વારા અંદાજે રૂ.10,270 કરોડની કામચલાઉ વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત, 'ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ' (DRT)માં કેસ દાખલ કરતા પહેલા રૂ.544.58 કરોડની રકમ વસૂલ કરવામાં આવી હતી.

Vijay-Mallya1
thehindu.com

જોકે, બેંકોનો દાવો છે કે માત્ર વસૂલ કરાયેલી રકમના આધારે એમ નહીં કહી શકાય કે લોન સંપૂર્ણપણે ચૂકવાઈ ગઈ છે. જાન્યુઆરી 2026માં, બેંકોએ રૂ.8,135.63 કરોડની બાકી લેણી રકમ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ, વ્યાજ અને અન્ય રકમ જોડાવાને કારણે, 31 ઓગસ્ટ 2026 સુધીમાં બાકી રકમ વધીને રૂ.8,751.86 કરોડ થઈ ગઈ હતી. આમાં કાનૂની અને અન્ય ખર્ચનો સમાવેશ થતો નથી.

વિજય માલ્યાનો દાવો શું છે?

કિંગફિશર એરલાઇન્સના સંસ્થાપક અને યુનાઇટેડ બ્રુઅરીઝ ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન વિજય માલ્યાએ 2020માં બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેણે દલીલ કરી હતી કે બેંકોએ તેમની સંપત્તિમાંથી મૂળ લોન કરતા વધુ રકમ વસૂલ કરી લીધી છે; તેથી, તેમની સામે ચાલી રહેલી ફોજદારી કાર્યવાહી રદ કરવી જોઈએ. માલ્યાને જાન્યુઆરી 2019માં આર્થિક ભાગેડુ ગુનેગાર જાહેર કરવામાં આવ્યો હતો.

Vijay-Mallya
hindustantimes.com

પોતે તાની અરજી દ્વારા, મની લોન્ડરિંગ સંબંધિત ફોજદારી કેસો બંધ કરાવાની માંગ કરી રહ્યો છે. બેંકોએ હવે કોર્ટમાં તેની અરજીનો વિરોધ કરતા જણાવ્યું છે કે આ અરજી ખોટા આધારે દાખલ કરવામાં આવી છે. આ કેસ સાથે સંકળાયેલા અમુક જપ્ત કરાયેલી હિસ્સેદારી હજુ સુધી વેચવામાં આવી નથી.

આ કેસ માત્ર બેંકો અને વિજય માલ્યા વચ્ચે લોનની વસૂલાતનો વિવાદ નથી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પણ કથિત બેંક છેતરપિંડી, ગુનાહિત કાવતરા અને મની લોન્ડરિંગ અંગે તપાસ અને કાર્યવાહી કરી રહ્યા છે.

EDએ બોમ્બે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે SBIના નેતૃત્વ હેઠળના બેંકોના સમૂહે (કન્સોર્ટિયમ)ને અંદાજે રૂ.14,132 કરોડની સંપત્તિ પરત કરવામાં આવી છે.પરંતુ, સંપત્તિની બહાલી કે લોનની વસૂલાતથી મની લોન્ડરિંગ સંબંધિત ફોજદારી કેસ આપમેળે સમાપ્ત થઇ જતો નથી.

સરળ શબ્દોમાં કહીએ તો, લોનની બાકી રકમની વસૂલાત અને વ્યક્તિ સામેના ફોજદારી આરોપોનો નિર્ણય એ બે અલગ-અલગ વાત છે. બેંકોને પૈસા પાછા મળી જવાથી તે આપમેળે તે એ આપમેળા સાબિત થતું નથી કે કથિત ગુનો થયો જ નહોતો. EDનું કહેવું છે કે ફોજદારી કેસના આરોપો પર કાનૂની પ્રક્રિયા દ્વારા અલગથી નિર્ણય થવો જોઈએ.

બેંકોના તાજેતરના સોગંદનામાથી સ્પષ્ટ થાય છે કે તેઓ એ દાવો સ્વીકારતી નથી કે વિજય માલ્યાનું તમામ બાકી દેવું પૂરું થઈ ગયું છે. બીજી તરફ, માલ્યાની દલીલ છે કે બેંકોએ મૂળ લોન કરતા વધુ રકમ વસૂલ કરી લીધી છે. વિવાદ પર અંતિમ નિર્ણય કોર્ટે કરવાનો છે. બોમ્બે હાઈકોર્ટમાં આગામી સુનાવણી 13 ઓક્ટોબર, 2026ના રોજ થશે છે. હવે ધ્યાન એ વાત પર રહેશે કે બેંકોના તાજેતરના જવાબ અને માલ્યાની અરજી અંગે કોર્ટ શું વલણ અપનાવે છે. હાલમાં ન તો બાકી રકમ અંગેનો વિવાદ ખતમ થયો છે કે ન તો ફોજદારી કાર્યવાહી બંધ થઇ છે.

About The Author

Top News

વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાએ તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાવો કર્યો હતો કે બેંકોએ તેમની તમામ રકમ વસૂલ કરી લીધી છે....
Business 
વિજય માલ્યાએ કોર્ટમાં કહ્યું- બધુ દેવું ચુકતે કરી દીધું છે, બેંકોએ જવાબ આપ્યો- હજુ 8752 કરોડ બાકી છે

ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

ગુજરાત સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક, 2026' (Gujarat Rent Bill, 2026) સામે સમગ્ર રાજ્યના...
Gujarat 
ગુજરાત ભાડા વિધેયક 2026ના વિરોધમાં આખા ગુજરાતના વકીલો 5 ઓક્ટોબરથી હડતાળ પર જશે

કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

વડગામના કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને ભાજપ સરકાર અને સ્થાનિક નેતાગીરી સામે આકરા પ્રહારો કર્યા હતા....
Politics 
કોણ છે યાકુબ જેના પર MLA જિગ્નેશ મેવાણી કડક કાર્યવાહીની માંગ કરી

રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...

રાહુલ ગાંધીએ અન્યાય સામે અને તેમના અધિકારો માટે લડતા દેશભરના લોકોના અવાજોને એક કરવા માટે 'સત્યાગ્રહ' નામની પહેલ...
National 
રાહુલ ગાંધીએ 'સત્યાગ્રહ' પહેલ શરૂ કરી; કહ્યું- મહાત્મા ગાંધીએ પણ આ જ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો, તમે...
Copyright (c) Khabarchhe All Rights Reserved.