હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ધિરાણ માટે એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ સિસ્ટમ હેઠળ, UPI ટ્રાન્ઝેક્શન ડેટાના આધારે લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. SBIના વરિષ્ઠ અધિકારી અને મેનેજિંગ ડિરેક્ટર અશ્વિની કુમાર તિવારીએ આ માહિતી આપી. ચાલો તેના વિશે તમને વધુ વિગતે માહિતી આપી દઈએ...

SBI-Loan
khabarfast.com

આ લોન સુવિધા નાના વ્યવસાયોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી રહી છે. અશ્વિની કુમાર તિવારીએ જણાવ્યું કે જો નાના વ્યવસાયનું નિયમિત વેચાણ થઇ રહ્યું હોય અને ચુકવણી UPI દ્વારા કરવામાં આવે, તો આ ડિજિટલ વ્યવહારોનો ઉપયોગ વ્યવસાયના વેચાણના સૂચક તરીકે થઈ શકે છે. SBI GST નોંધણી વિના વ્યવસાયોની લોન પાત્રતાનું મૂલ્યાંકન કરવા માટે એક નવો UPI-આધારિત ઉકેલ વિકસાવી રહી છે.

UPI-SBI-Loan1
navbharattimes.indiatimes.com

તિવારીએ જણાવ્યું હતું કે, બેંકે GST હેઠળ નોંધાયેલા વ્યવસાયોને લોન આપવાના પડકારનો ઉકેલ લાવ્યું છે અને આવા કિસ્સાઓમાં 10 મિનિટની અંદર લોનનું વિતરણ કરવામાં સક્ષમ છે. અહીં તમને બતાવી દઈએ કે, છેલ્લા 18 મહિનામાં, બેંકે GST અને PAN ડેટાનો ઉપયોગ કરીને રૂ. 1 લાખ કરોડની લોનનું વિતરણ કર્યું છે. જો કે, GST નંબર ન ધરાવતા વ્યવસાયોમાં મુશ્કેલીઓ છે, જેના કારણે વૈકલ્પિક ડેટા મહત્વપૂર્ણ બને છે.

UPI-SBI-Loan
thekanal.in

UPI ચુકવણીના મુદ્દા અંગે, તિવારીએ કહ્યું કે, ધિરાણ આપતી બેંક પાસે હંમેશા પૈસા ક્યાં જઈ રહ્યા છે તે અંગે સ્પષ્ટ માહિતી હોતી નથી. જોકે, પ્રાપ્ત કરનાર બેંક અને વ્યવહારને સરળ બનાવતી તૃતીય-પક્ષ ચુકવણી એપ્લિકેશન પાસે આ માહિતી હોય છે. તેમણે ઉમેર્યું કે ગ્રાહકની સંમતિથી, બેંક UPI ચુકવણીઓ અને ટેલિકોમ કંપનીઓના ડેટા જેવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરતા મોડેલ દ્વારા લોન પાત્રતાનું મૂલ્યાંકન કરી શકે છે. તિવારીએ કહ્યું કે, SBI નવા ડેટાના આધારે નાના વ્યવસાયોને લોન ઉપલબ્ધ કરાવવાની આશા રાખે છે. આ નાના વ્યવસાયો દ્વારા સામનો કરવામાં આવતા ક્રેડિટ-સંબંધિત પડકારોને દૂર કરવામાં મદદ કરશે.

UPI-SBI-Loan1
news18marathi.com

જો આ સિસ્ટમ સફળ થાય, તો નાના દુકાનદારો, વેપારીઓ અને અન્ય નાના વ્યવસાયો જેમની પાસે GST નોંધણી નથી તેમને બેંકોમાંથી લોન મેળવવાનું સરળ બનાવી શકે છે. આનો સૌથી વધુ ફાયદો એવા વ્યવસાયીઓને થઈ શકે છે, જેમનો વ્યવસાય નિયમિત છે અને જેમનો UPI દ્વારા ડિજિટલ ચુકવણીનો સારો રેકોર્ડ છે.

About The Author

Top News

હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ધિરાણ માટે એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ સિસ્ટમ હેઠળ, UPI ટ્રાન્ઝેક્શન...
Business 
હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-09-2026 દિવસ: રવિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે,...
Gujarat 
માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

ક્રૂડ ઓઇલ ટ્રાન્સફરના ત્રણેય માર્ગો કરાયા બંધ... શું તેલ માટે દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાશે?

વૈશ્વિક ઉર્જા સંકટ સતત વધતું જ રહ્યું છે, કારણ કે હોર્મુઝ સ્ટ્રેટ પહેલાથી જ પ્રભાવિત છે. અને હવે ઇરાકી...
Business 
ક્રૂડ ઓઇલ ટ્રાન્સફરના ત્રણેય માર્ગો કરાયા બંધ... શું તેલ માટે દુનિયામાં ફરી અંધાધૂંધી ફેલાશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.