મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો. જમીન પર પડેલો ધ્વજ જોઈને, હિન્દુ સંગઠનોના સભ્યો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ પ્રદર્શન ચાલુ કર્યું હતું, ત્યાર પછી મામલો વધતો જોઈને મ્યુનિસિપલ કમિશનર જાતે આવ્યા અને ધ્વજને ફરીથી તે જગ્યાએ સ્થાપિત કર્યો હતો.

Chhindwara-Saffron-Flag-Removal1
bhaskar.com

મંગળવારે મધ્યપ્રદેશના છિંદવાડામાં માનસરોવર સંકુલની સામે ભગવો ધ્વજ હટાવી દેવા પર વિવાદ ફાટી નીકળ્યો હતો. મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ થાંભલા પરથી ભગવો ધ્વજ હટાવીને નીચે મૂકી દીધો હતો. હિન્દુ સંગઠનોના સભ્યોને જ્યારે જમીન પર ભગવો ઘ્વજ પડેલો હોવાની જાણ થઈ, ત્યારે તેઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને વિરોધ શરૂ કર્યો, જેના કારણે ખુબ જલ્દીથી લોકોની ભારે ભીડ એકઠી થઈ ગઈ. રામલીલા સમિતિના પ્રમુખ અરવિંદ રાજપૂતે આરોપ લગાવ્યો કે, કલેક્ટર હરેન્દ્ર નારાયણની સૂચના અને મ્યુનિસિપલ કમિશનર CP રાયના કહેવાથી ભગવો ધ્વજ હટાવવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શનકારીઓએ માંગ કરી હતી કે, જ્યાં સુધી મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળની મુલાકાત ન લે અને પોતે ધ્વજ ફરીથી સ્થાપિત ન કરે ત્યાં સુધી તેમનું વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.

વિરોધ પ્રદર્શનની જાણ થતાં, મ્યુનિસિપલ કમિશનર CP રાય ઘટનાસ્થળે પહોંચ્યા. તેમણે વિરોધીઓ સાથે વાત કરી અને પોતે જાતે થાંભલા પર ભગવો ધ્વજ ફરીથી લગાવી દીધો હતો. વિરોધ પ્રદર્શન સમાપ્ત થયું, અને પરિસ્થિતિ સામાન્ય થઈ ગઈ. અહેવાલો અનુસાર, તે થાંભલા પર ભગવો ધ્વજ હટાવીને ત્રિરંગો ઝંડો લગાવવાની યોજના હતી, પરંતુ જે રીતે ધ્વજ દૂર કરવામાં આવ્યો તેનાથી વિરોધ પ્રદર્શનો શરૂ થયા. ત્યારપછી હાલ પૂરતો ભગવો ધ્વજ ફરીથી ત્યાં લગાવવામાં આવ્યો. આ ઘટના પછી, માનસરોવર સંકુલની સામે થોડા સમય માટે ભીડ એકઠી થઈ ગઈ. વહીવટીતંત્રે ધ્વજ હટાવવાના આરોપો અંગે કોઈ  અલગથી નિવેદન બહાર પાડ્યું નથી.

Chhindwara-Saffron-Flag-Removal2
zeenews.india.com

મ્યુનિસિપલ કમિશનર CP રાયે જણાવ્યું હતું કે, મંગળવારે બપોરે, મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી ભગવો ધ્વજ હટાવી દીધો. હિન્દુ સંગઠનોના સભ્યોને ધ્વજ નીચે પડેલો જોઈને ઘટનાની જાણ થઈ. ત્યારપછી તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું. મ્યુનિસિપલ કોર્પોરેશનની એક ટીમ પણ ત્યાં આવી હતી. જ્યારે ધ્વજ અંગેનો વિવાદ વધ્યો, ત્યારે તેઓ જાતે ઘટનાસ્થળે ગયા, લોકોની વાત સાંભળી, ધ્વજ ફરીથી લગાવ્યો અને મામલાનો ઉકેલ લાવ્યા હતા.

About The Author

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.