જિગ્નેશ મેવાણી સામે નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ, જાણો શું છે આખો મામલો?

ગાંધીનગર મહાનગરપાલિકા ચૂંટણીના માહોલમાં ભારે રાજકીય ગરમાવો આવી ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થયેલા ઘર્ષણ અને વિવાદમાં હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વડગામથી કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પોલીસ ફરિયાદ નોંધાતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પેથાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આ ફરિયાદમાં જિગ્નેશ મેવાણી ઉપરાંત સ્થાનિક ઉમેદવાર સહિત કુલ 7 લોકો સામે નામજોગ ગુનો દાખલ થયો છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, ચૂંટણી પ્રચાર દરમિયાન હોબાળો કરવા, ટોળું એકત્ર કરવા, પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કરવા તેમજ ધમકી અને ઉશ્કેરણી કરવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ મામલે સરકારી કામકાજમાં દખલગીરી, જાહેરનામાના ભંગ અને ચૂંટણી આચારસંહિતા ભંગ સહિતના મુદ્દાઓ પણ સામે આવ્યા છે.

ફરિયાદમાં જિગ્નેશ મેવાણીની સાથે કોંગ્રેસના ઉમેદવાર સૂર્યસિંહ ડાભીનો પણ ઉલ્લેખ હોવાનું જાણવા મળ્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર દરમિયાન વિવાદ અને હોબાળો થયો હોવાના આક્ષેપોને લઇને પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ગાંધીનગર સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ નોંધાયાની વિગતો સામે આવી છે.

jignesh mevani
indiatoday.in

TV9 ગુજરાતીના અહેવાલ અનુસાર, ગાંધીનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના ઉમેદવાર યુનુસ પરમારના સમર્થક નિવેષ પંચાલને ચૂંટણી પ્રચાર દરમિયાન મુનાફ પઠાણ નામના વ્યક્તિએ ધમકી આપી હોવાનો આક્ષેપ છે. આ મામલે પેથાપુર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરવામાં આવી હતી. અરજીના આધારે તપાસ હાથ ધરતાં પોલીસે મુનાફ પઠાણ અને તેના સાથીઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા.

આ દરમિયાન વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, સાકીર રાઠોડ, નાસીર ઉર્ફે પીન્ટુ મેમણ સહિતના લોકો સેક્ટર-13 પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હોવાનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. આક્ષેપ મુજબ, ત્યાં પોલીસ કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી અને પોલીસ અધિકારીઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇન્ચાર્જ અધિકારી અંગે સવાલો ઉઠાવીને ધમકીભર્યા શબ્દોનો ઉપયોગ કર્યાનો પણ આરોપ છે.

ફરિયાદમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, પોલીસ મુનાફ પઠાણનું નિવેદન નોંધી રહી હતી ત્યારે તેને બળજબરીથી બહાર લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં રુકાવટ ઊભી થઈ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે ચૂંટણી આચારસંહિતાના ભંગ અને સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા સહિતના મુદ્દાઓને આધારે ફરિયાદ નોંધવામાં આવી છે.

jignesh mevani
facebook.com/jigneshmevaniofficial

FIRમાં જણાવ્યા મુજબ, ત્યારબાદ પેથાપુર પોલીસ સ્ટેશનમાં પરમાર અને અજાણ્યા સાથીઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દેસાઈએ જણાવ્યું હતું કે જ્યારે તેઓ તેમની સત્તાવાર ફરજના ભાગ રૂપે ફરિયાદના સંદર્ભમાં પરમારની પૂછપરછ કરી રહ્યા હતા, ત્યારે મેવાણી અને અન્ય આરોપીઓએ ગેરકાયદેસર રીતે ભેગા થઈને પોલીસ સ્ટેશનના લેખકના રૂમમાં પ્રવેશ કર્યો હતો.

ગાંધીનગર મનપા ચૂંટણીના મતદાનના ગણતરીના દિવસો પૂર્વે આ પ્રકારની મોટી પોલીસ ફરિયાદથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ મામલે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ થઈ ગયા છે. એક તરફ સત્તાધારી પક્ષ નિયમોના ભંગની વાત કરી રહ્યો છે. બીજી તરફ વિપક્ષ તેને રાજકીય કિન્નાખોરી ગણાવી રહ્યો છે. આ હાઈપ્રોફાઈલ ફરિયાદ બાદ ગાંધીનગરના ચૂંટણી ક્ષેત્રમાં ભારે ચર્ચા જાગી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ પેથાપુર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાઈ હોવાની માહિતી સામે આવી હતી. હવે જિગ્નેશ મેવાણી સહિત 10 લોકો સામે વધુ એક ફરિયાદ નોંધાતા રાજકીય માહોલ ગરમાયો છે. જોકે, આ તમામ આરોપો ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો છે. કેસમાં પોલીસ તપાસ અને કાયદાકીય પ્રક્રિયા બાદ જ સમગ્ર હકીકત સ્પષ્ટ થશે.

About The Author

Related Posts

Top News

પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

રવિવારે, પાકિસ્તાનની શાહબાઝ શરીફ સરકારે ખૈબરપખ્તુનખ્વા પ્રાંતમાં ઇમરજન્સી લગાવી દેવામાં આવી અને સરકારને બરતરફ કરી દીધી. રાષ્ટ્રપતિ આસિફ અલી...
World 
પાકિસ્તાનમાં ઈમરાન ખાનને છોડાવવા મોટું આંદોલન ચાલે છે, એક રાજ્યમાં સરકારે ઇમરજન્સી જાહેર કરી

તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (MPSC) પરીક્ષાઓમાં પેપર લીક સામે વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મોટી જીત મેળવી છે. રાજ્ય...
National 
તુકારામ મુંધે હવે પરીક્ષામાં પેપર લીકની 'ગંદકી' સાફ કરશે, રાજ્ય સરકારે સોંપી મોટી જવાબદારી

આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

છેલ્લા 6 મહિનામાં, નવ પેની સ્ટોક્સે 25 ટકાથી 315 ટકા સુધીનું વળતર આપ્યું છે. અહીં રૂ. 1,000 કરોડથી ઓછી...
Business 
આ સ્ટોક્સે માત્ર 6 મહિનામાં આપ્યું 315 ટકા વળતર, 1 લાખને 4.15 લાખ બનાવી દીધા

JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે

ઈલોન મસ્કે જણાવ્યું છે કે મુકેશ અંબાણીની સસ્તા દર વાળી રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેઓ ભારતમાં પોતાની ઉપગ્રહ ઇન્ટરનેટ...
JIOના IPO પહેલા ઈલોન મસ્કની જાહેરાત- ભારતમાં સ્ટારલિંક સસ્તા ભાવે મળશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.