તોડાઈ રહ્યું છે CM મોહન યાદવનું પૈતૃક ઘર, બહેનના ઘર પર પણ ચાલશે હથોડો, જાણો શું છે આખો મામલો

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને તેમના બહેનના મકાન પર આજે હથોડો ચાલશે કારણ કે આ મકાન રસ્તો પહોળો કરવા માટે આડે આવી રહ્યું છે. ઉજ્જૈનમાં 'સિંહસ્થ 2028કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે રસ્તાઓ પહોળા કરવા માટે ઉજ્જૈનના અબ્દાલપુરા વિસ્તારમાં આ તોડફોડની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવનું પૈતૃક અને તેમના બહેન કલાવતી યાદવનું મકાન પણ તેની જડમાં આવી ગયું છે.

રસ્તા પહોળા કરવાના પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી મોહન યાદવના પૈતૃક ઘરનો 2.90 મીટરનો હિસ્સો તોડવામાં આવી રહ્યો છે. પડોશીઓએ આ પહેલનું સ્વાગત કર્યું છે અને જણાવ્યું છે કે વિકાસ માટે કરવું પડે છે. મોહન યાદવની રાજકીય કારકિર્દીની શરૂઆત આ જ ઘરમાંથી થઈ હતી; અહીં રહેવા દરમિયાન જ તેઓ કોલેજના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. તેમના ઘરની સામે આવેલા મનકામેશ્વર મહાદેવ મંદિરના માળખાનો પણ 20 ફૂટથી વધુ હિસ્સો તોડી પાડવામાં આવશે.

mohan-yadav2
ndtv.in

આ ઉપરાંત, ઉજ્જૈન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ કલાવતીની માલિકીની મિલકતનો 3.8 મીટરનો હિસ્સો પણ આજે તોડી પાડવામાં આવશે. આ ઘર મૂળરૂપે 1974માં મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના દાદા રામચંદ્ર યાદવ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને અહીં જ મોહન યાદવે તેમનું બાળપણ વિતાવ્યું હતું.

રસ્તા પહોળા કરવાનો આ પ્રોજેક્ટ 'ખજૂર વાલી મસ્જિદ'થી 'ગણેશ ચોક' સુધીના વિસ્તારમાં થશે, જે 'સિંહસ્થ 2028' માટે આવનારી ભીડને ધ્યાનમાં રાખીને હાથ ધરવામાં આવી રહ્યો છે. મોહન યાદવના વિસ્તારમાં આવેલા લગભગ 270 મકાનો આ વિસ્તરણના દાયરામાં આવે છે.

mohan-yadav3
indianexpress.com

મુખ્યમંત્રી મોહન યાદવ તાજેતરમાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી કે ગણેશ અનંત ચતુર્દશીના શુભ અવસર પર લાંબા સમય બાદ 'ભોપાલ ડેવલપમેન્ટ પ્લાન-2047'નો ડ્રાફ્ટ પ્રકાશિત કરવામાં આવ્યો છે. આ યોજના ભોપાલના કુદરતી વારસા- ભોજતાલ (તળાવ), જંગલ વિસ્તારો અને વાઘના સંચરણ સાથે નાગરિકોને સારી સુવિધા, સુગમ મોબિલિટી અને આર્થિક વિકાસના અવસર પૂરા પાડવાનો દૃષ્ટિથી તૈયાર કરવામાં આવી છે. તેમાં 'ગ્રીન TDR'ની જોગવાઈનો સમાવેશ થાય છે, જેથી ગ્રીન ઝોનમાં આવતી જમીનના માલિકોને વળતર સાથે જ ડેવલપર્સને TDR દ્વારા વધારાનું બાંધકામ કરવાની સુવિધા મળી શકશે. સ

મૃદ્ધ, સુલભ અને વિકસિત ભોપાલના વિઝનની દિશમાં આ એક મહત્ત્વપૂર્ણ પગલું છે. નાગરિકો પ્રકાશિત ડ્રાફ્ટ અંગે તેમના વાંધા અને સૂચનો રજૂ કરી શકે છે. એટલે કે, વહીવટીતંત્રએ ભોપાલના નવા માસ્ટર પ્લાનનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે. સરકાર હવે આ ડ્રાફ્ટ અંગે દાવા અને વાંધાઓ મંગાવશે.

About The Author

Related Posts

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.