શું રાઘવ ચઢ્ઢાનું રાજ્યસભા સભ્યપદ જોખમમાં છે? પંજાબ SIR યાદીમાંથી નામ ગાયબ; AAPએ જણાવ્યું કારણણણ તો સાંસદે જણાવ્યા નિયમ

રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકાર પર રાજકીય બદલાની ભાવનાનો આરોપ લગાવ્યો છે. રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદીમાં તેમનું નામ 'શિફ્ટેડ' (બીજી જગ્યાએ જતા રહ્યા) તરીકે માર્ક કરાયા બાદ આ આરોપ લગાવ્યો હતો. એક તરફ ચઢ્ઢાએ AAP પર તેમનું નામ દૂર કરવાનો આરોપ લગાવ્યો, જ્યારે રાજ્ય સરકારે કહ્યું હતું કે SIR પ્રક્રિયા સાથે તેનું કોઇ લેવું દેવું નથી. આ પ્રક્રિયા દેશના કાયદા અનુસાર ચૂંટણી પંચ હેઠળ આવે છે.

રાઘવ ચઢ્ઢા 2022માં આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા રાજ્યસભાના સાંસદ બન્યા હતા. તે જ વર્ષે તેઓ ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા. ગુરુવારે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X'  સાંસદે નામના 'શિફ્ટેડ' સ્ટેટસ અંગે AAP પર નિશાન સાધ્યું.

રાઘવે X પ્લેટફોર્મ પર કહ્યું કે, પંજાબમાં AAP સરકારે હવે પોતાનું બદલાના રાજકારણને ડ્રાફ્ટ વોટર લિસ્ટ સુધી પહોંચાડી દીધું છે. આ ફક્ચ ડ્રાફ્ટ મતદાર યાદી છે, અંતિમ મતદાર યાદી નહીં. આ અસ્થાયી છે અને આના પર દાવો-આપત્તિની પ્રક્રિયા બાકી છે. હું SIR માર્ગદર્શિકા હેઠળ આપવામાં આવેલા ઉપાયોનો ઉપયોગ કરી રહ્યો છું. હું ખાતરી કરીશ કે ઓક્ટોબર 2026માં પ્રકાશિત થનારી અંતિમ મતદાર યાદીમાં આ ખોટા વર્ગીકરણને સુધારવામાં આવે.

રાઘવે જણાવ્યું, હું પંજાબથી રાજ્યસભાનો સાંસદ છું, અને મારું મતદાર ID મોહાલી, પંજાબમાં નોંધાયેલું છે. છતા ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ 'શિફ્ટેડ' તરીકે બતાવવામાં આવ્યું છે. આ ફક્ત કારકુની ભૂલ નથી લાગતી; તે રાજકીય બદલોનો મામલો છે.

પંજાબના સાંસદે કહ્યું કે, મને શિફ્ટ' માર્ક કોણે કર્યો? AAPની પંજાબમાં સરકારના એક અધિકારીએ. આ ક્લાસિફિકેશનને વેરિફાઇ કોણે કર્યું? ફરી એકવાર, AAPની પંજાબ સરકારના એક અધિકારીએ.

ચઢ્ઢાએ જણાવ્યું હતું કે જમીન પર બૂથ લેવલ ઓફિસર (BLO) થી લઈને પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) સુધી, આ સમગ્ર પ્રક્રિયાના દરેક કાર્યકારી સ્તરે પંજાબ સરકારના અધિકારીઓથી ભરેલો છે. BLO સામાન્ય રીતે પંજાબ સરકારનો જુનિયર કર્મચારી હોય છે. વચ્ચે AERO, ERO અને DEO પણ પંજાબ સરકારના અધિકારીઓ હોય છે. ટોચ પર પંજાબ-કેડરના IAS અધિકારી હોય છે જે પંજાબના મુખ્ય ચૂંટણી અધિકારી કામ કરી રહ્યા છે.

raghav-chadha1
frontline.thehindu.com

રાજ્યસભાના સભ્ય રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ અધિકારીઓ જાણે છે કે ચૂંટણી ફરજ પૂર્ણ થયા પછી AAP સરકાર તેમના ટ્રાન્સફર, પોસ્ટિંગ અને કારકિર્દીને નિયંત્રિત કરે છે. તેઓ જાણે છે કે, કોણ તેમનું ટ્રાન્સફર કરી શકે છે અને કોણ તેમના જીવનને મુશ્કેલ બનાવી શકે છે. આ રીતે AAP સરકાર રાજકીય બદલો લેવા માટે સરકારી અધિકારીઓ પર દબાણ કરે છે.

તેમણે ઉમેર્યું કે, જ્યારથી મેં ભ્રષ્ટ આમ આદમી પાર્ટી છોડી છે, ત્યારથી તેનું નેતૃત્વ ગુસ્સાથી લાલચોળ છે. તેમણે ચૂપ રહેવાનો ઇનકાર કરનારાઓ સામે પંજાબ પોલીસ અને રાજ્ય સરકારના વહીવટી તંત્રને ખુલ્લા છોડી દીધા છે. AAP છોડીને ભાજપમાં સામેલ થનારા અન્ય અન્ય સાંસદોને પણ નિશાન બનાવ્યા છે. આ ખોટું વર્ગીકરણ આવા રાજકીય બદલાની ભાવનાનું નવીનતમ ઉદાહરણ છે.

રાઘવે જણાવ્યું હતું કે, આનાથી પણ મહત્ત્વની વાત એ છે કે, SIR સંબંધિત ECIની વિગતવાર માર્ગદર્શિકાનો પેરેગ્રાફ 4(d)માં જનપ્રતિનિધિઓ માટે 'સુરક્ષિત સૂચિ' બનાવવામાં આવી છે. આમાં ન્યાયાધીશો, સાંસદો અને ધારાસભ્યોનો સમાવેશ થાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ન્યાયપાલિકાના સભ્યો, જનપ્રતિનિધિઓ, જનપ્રતિનિધિયો, હોદ્દા ધારકો અને કલા, સંસ્કૃતિ, પત્રકારત્વ, રમતગમત અને જાહેર સેવા જેવા ક્ષેત્રોના વ્યક્તિત્વોના બધા નામ, જે અગાઉ ચૂંટણી ડેટાબેઝમાં ફ્લેગ કરવામાં આવ્યા હતા, તેમને ડ્રાફ્ટ મતદાર યાદીમાં શામેલ હોવા જોઈએ જેથી દાવાઓ અને વાંધાઓના સમયગાળા દરમિયાન જરૂરી દસ્તાવેજો એકત્રિત કરી શકાય.

રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, હું પંજાબનો વર્તમાન સાંસદ છું. જો મારું નામ ફ્લેગ પણ કરવામાં આવ્યું હતું, તો પણ તેના પેરેગ્રાફ 4(d) અનુસાર ડ્રાફ્ટ મતદાર યાદીમાં સામેલ કરવું જોઈતું હતું. આ નિર્દેશને ફક્ત અવગણવામાં આવ્યો ન હતો; મારા કિસ્સામાં તેનું ઇરાદાપૂર્વક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. તમે ભલે પંજાબ સરકાર ચલાવતા હોવ, પરંતુ રાજ્યની ડ્રાફ્ટ મતદાર યાદી તમારી ખાનગી મિલકત નથી.

નોંધનીય છે કે રાઘવ ચઢ્ઢાનો મત અગાઉ દિલ્હીના રાજેન્દ્ર નગર વિસ્તારમાં સીરિયલ નં. 313, ભાગ નં. 52 નોંધાયેલ હતો. જેને, પંજાબમાં આમ આદમી પાર્ટીએ સરકાર બનાવ્યા પછી, તેમણે 2024ની લોકસભા ચૂંટણી પહેલા તેને મોહાલી, પંજાબમાં ખસેડ્યો હતો. ત્યારબાદ તેમણે 2024ની ચૂંટણી દરમિયાન મોહાલીમાં પોતાનો મત આપ્યો હતો.

નિયમો અનુસાર રાજ્યસભા સાંસદ બનવા માટે, વ્યક્તિ જે રાજ્યમાંથી ચૂંટાય છે ત્યાંનો નોંધાયેલ મતદાર હોવો જોઈએ. જો પંજાબમાં રાઘવ ચઢ્ઢાનો મત કાઢી નાખવામાં આવે, તો તેની સભ્યપદ પર સવાલ ઉઠવા વાજબી છે'

raghav-chadha3
thefederal.com

આ દરમિયાન, AAP પ્રવક્તાએ જણાવ્યું હતું કે તે સાર્વજનિક રેકોર્ડનો મામલો છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીમાં રહે છે, પંજાબમાં નહીં. જો તેઓ હવે પંજાબમાં રહેતા નથી, તો ત્યાં તેમની મતદાર નોંધણી જાળવી રાખવાની અથવા તેને અન્યત્ર ટ્રાન્સફર કરાવવાની તેમની પોતાની જવાબદારી હતી. હવે તેઓ કોઇ મતદાર નોંધણી કાઢી નાખવા માટે AAP કે પંજાબ સરકારને દોષી ઠેરવી શકે નહીં.

પ્રવક્તાએ બીજો સનસનાટીભર્યો આરોપ લગાવ્યો. તેમણે જણાવ્યું હતું કે AAPને ચૂંટણી પંચના સૂત્રો પાસેથી માહિતી મળી છે કે રાઘવ ચઢ્ઢા દિલ્હીના રાજિન્દર નગરમાં જૂની તારીખની એન્ટ્રી સાથે મતદાર તરીકે નોંધણી કરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો આ સાચું હોય અને આવી કોઈ જૂની તારીખની એન્ટ્રી અથવા ગેરકાયદેસર કાર્યવાહી થઈ હોય, તો તેની તપાસ થવી જોઈએ, અને સંપૂર્ણ સત્ય જાહેર કરવું જોઈએ.

શું રાઘન ચઢ્ઢાની સાંસદી જઇ શકે છે? નિયમો શું કહે છે?

નિયમો અનુસાર, રાજ્યસભાના સભ્ય બનવા માટે દેશમાં કોઇ જગ્યાએ નોંધાયેલ મતદાર હોવા જોઇએ. જો ચઢ્ઢાનો મત કાઢી નાખવામાં આવે છે, તો તેમના સભ્યપદ પર પ્રશ્ન ઉઠાવા વાજબી છે. ચઢ્ઢાનો મત અગાઉ દિલ્હીના રાજિન્દર નગરમાં નોંધાયેલો હતો પરંતુ પંજાબમાં AAPની સરકાર બન્યા પછી તેને મોહાલી ખસેડવામાં આવ્યો હતો. તેમણે 2024ની ચૂંટણી દરમિયાન મોહાલીમાં મતદાન પણ કર્યું હતું.

About The Author

Related Posts

Top News

થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં...
World 
થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશોમાં બનેલા ગ્લેશિયર તળાવો ઉત્તર ભારત માટે જોખમી બની રહ્યા છે. જો તેમના કુદરતી બંધો તૂટે...
National 
ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-09-2026 દિવસ: શુક્રવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.