થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં એક ખાસ વિધિ માટે લોકોની ભીડ ઉમટી રહી છે. આ ખાસ વિધિ દરમિયાન, લોકો પોતાના ચહેરા પર સોનાનો વરખ લગાવી રહ્યા છે. સૌથી ખાસ વાત તો એ છે કે, ડઝનબંધ લોકો ધીરજપૂર્વક પોતાના વારો આવવાની રાહ જોઈ રહ્યા છે.

Thailands-Gold-Leaf-Face5
scmp.com

અહેવાલો અનુસાર, આ વિધિમાં લોકોના કપાળ, ગાલ અને હોઠની નીચેના ભાગે સોનાના પાતળા પડ લગાવવાનો સમાવેશ થાય છે. 'ના ના થોંગ'નામની વિચિત્ર વિધિ અયુત્યા પ્રાંતના 'પોર કે ન્ગોએન લેન પાર્ક'માં થઈ રહી છે. અહીં 'પોર કે' નામના સાધુની એક વિશાળ પ્રતિમા ઉભી છે. થાઇલેન્ડમાં, આ સાધુને પ્રાચીન જ્ઞાનનો સ્વામી અને ભાગ્યની ઈચ્છા રાખનારાઓનો રક્ષક માનવામાં આવે છે.

થાઇ સમાજમાં, સોનાને સૌભાગ્ય, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. પ્રાચીન કાળથી, મંદિરોમાં બુદ્ધની મૂર્તિઓ સોનાથી મઢેલી છે. આ માન્યતાને કારણે લોકો પોતાના ચહેરા પર સોનું લગાવવા લાગ્યા છે, જેથી તેમનું ભાગ્ય બદલાઈ શકે. આર્થિક મંદીનો સામનો કરી રહેલા થાઈલેન્ડમાં, લોકો હવે સારા ભવિષ્યની આશા રાખીને આ ધાર્મિક વિધિમાં ભાગ લઈ રહ્યા છે.

Thailands-Gold-Leaf-Face2
scmp.com

થાઈલેન્ડમાં, આ પવિત્ર ધાર્મિક વિધિને 'ના ના થોંગ' કહેવામાં આવે છે, જેનો અર્થ 'સોનેરી ચહેરાનો આશીર્વાદ' થાય છે. આ ધાર્મિક વિધિ દરમિયાન, 35 વર્ષીય ધાર્મિક વિધિકાર, માસ્ટર ટોંગ, ભક્તોના કપાળ, ગાલ અને હોઠની નીચેના ભાગે સોનાનો વરખ લગાવે છે, અને પછી આખા ચહેરા પર માલિશ કરે છે, જેનાથી તે સોના જેવો ચમકતો રહે છે. થાઈલેન્ડની રાજધાની, બેંગકોક અને અન્ય શહેરોમાં આવી વિધિઓ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માલિશ પછી, ખાસ મંત્રો અથવા પ્રાર્થનાઓ સાથે સોનું ત્વચામાં સમાઈ જાય છે.

Thailands-Gold-Leaf-Face
scmp.com

અહીં તમને બતાવી દઈએ કે, થાઈલેન્ડમાં વ્યવસાયો હાલમાં આર્થિક મંદી, વધતી કિંમતો અને ઘટતા ગ્રાહક બજારને કારણે ખુબ મોટી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, આ સમસ્યાને દૂર કરવા માટે, ચહેરા પર સોનાનું કામ લગાવવું એ માત્ર શણગાર નથી પણ માનસિક રીતે મજબૂત રહેવાનો એક પ્રતીકાત્મક માર્ગ પણ છે.

About The Author

Related Posts

Top News

થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

થાઇલેન્ડની એક અનોખી વિધિના વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. હાલમાં થાઇલેન્ડના પોર કાએ ન્ગોએન લેન પાર્કમાં...
World 
થાઇલેન્ડમાં મંદીમાંથી બહાર આવવા લોકો ચહેરા પર સોનાનું વરખ લગાવી કરાવી રહ્યા છે 'ના ના થોંગ' વિધિ!

ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

નેપાળ અને તિબેટના હિમાલય પ્રદેશોમાં બનેલા ગ્લેશિયર તળાવો ઉત્તર ભારત માટે જોખમી બની રહ્યા છે. જો તેમના કુદરતી બંધો તૂટે...
National 
ભારતમાં નેપાળ જેવી તબાહી આવી શકે છે, ઉત્તરાખંડમાં 219 હેંગિંગ ગ્લેશિયર; 2 રાજ્ય પર મોટું જોખમ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 04-09-2026 દિવસ: શુક્રવાર મેષ: ધારેલું કાર્ય ફળે, હવેના સમયમાં દરેક પ્રશ્નોના હલ આવતા જણાય, ખર્ચ વધે. વૃષભ: સંજોગો સાનુકુળ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે

Xiaomiએ 10,000mAh બેટરી ધરાવતો પોતાનો પહેલો સ્માર્ટફોન, Redmi Note 17 Pro Max 5G લોન્ચ કર્યો છે. આ ફોન...
Tech and Auto 
10000 mAh બેટરી સાથે Redmi Note 17 Pro Max 5G લોન્ચ; મળશે 100W ચાર્જિંગ સપોર્ટ, પણ કિંમત વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.