ચોમાસાની વિદાય વચ્ચે હવામાન વિભાગની આગાહી- ‘હાલ ગુજરાતની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય, આગામી 7 દિવસ...’

ગુજરાતમાં ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી છે, ત્યારે આગામી દિવસોમાં ફરી હવામાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવ અને હવામાન વિભાગે ગુજરાતના હવામાનને લઈને મહત્ત્વની આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં ગુજરાતની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. જેના કારણે ગુજરાત રિઝનમાં આગામી 7 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે.

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, સૌરાષ્ટ્ર-કચ્છમાં હાલ ચાર દિવસ સુધી હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. ત્યારબાદ ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદનો રાઉન્ડ આવી શકે છે. અન્ય વિસ્તારોમાં પણ આગામી 7 દિવસ દરમિયાન છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બીજી તરફ ગુજરાતમાં ચોમાસાની વિદાયની શરૂઆત થઈ ગઈ છે. કચ્છના નલિયા તેમજ ડીસા સહિતના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે. જોકે, ચોમાસાની વિદાય વચ્ચે કેટલાક વિસ્તારોમાં ફરી વરસાદી માહોલ સર્જાવાની શક્યતા છે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ત્રણ દિવસ બાદ વરસાદી રાઉન્ડ આવવાની શક્યતા છે.

rain1
gujarati.news18.com

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આ વર્ષે વરસાદની ઘટ પણ યથાવત છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ 701 મીમી વરસાદની સામે 637 મીમી વરસાદ નોંધાયો છે. જેના કારણે રાજ્યમાં 9 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. બીજી તરફ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં અત્યાર સુધીમાં વરસાદની 22 ટકા ઘટ જોવા મળી રહી છે.

સંદેશના અહેવાલ મુજબ, ગુજરાતમાં ચાલુ વર્ષે ચોમાસાની મોસમ દરમિયાન વરસાદની મોટી ઘટ નોંધાઈ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ માત્ર 89.16% જેટલો જ વરસાદ થયો છે, જે છેલ્લાં ચાર વર્ષમાં નોંધાયેલો સૌથી ઓછો વરસાદ છે. સમગ્ર રાજ્યમાં એકસરખો વરસાદ ન પડવાના કારણે સ્થાનિક કક્ષાએ ભારે અસમાનતા સર્જાઈ છે. ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોની સરખામણીએ પશ્ચિમ સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં વરસાદનું પ્રમાણ ચિંતાજનક રીતે ઓછું રહ્યું છે, જેના કારણે ચોમાસાના અંતે જળ સંકટના વાદળો ઘેરાવા લાગ્યા છે.

CID-Crime2
facebook.com

જિલ્લાવાર પરિસ્થિતિ પર નજર કરીએ તો ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે, જ્યાં અત્યાર સુધીમાં માત્ર 16.45% જ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પોરબંદર જિલ્લામાં 30.86% અને જામનગર જિલ્લામાં 42.83% જેટલો જ સામાન્ય વરસાદ થયો છે. આ જિલ્લાઓના વિવિધ તાલુકાઓમાં પણ વરસાદની ભારે તંગી જોવા મળી રહી છે. વરસાદ ઓછો થવાના કારણે આગામી દિવસોમાં આ વિસ્તારોમાં પીવાના પાણી તેમજ પશુઓ માટે ઘાસચારાની ભારે અછત અને તંગી સર્જાવાનો ભય ઉભો થયો છે.

વરસાદની આવી ચિંતાજનક પરિસ્થિતિ છતાં રાજ્ય સરકાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નિયમ મુજબ 31 ઓક્ટોબર પહેલાં રાજ્યના કે કોઈપણ જિલ્લામાં સત્તાવાર રીતે અછત કે દુષ્કાળની જાહેરાત કરવામાં આવશે નહીં. અછતની જાહેરાત બાદ જ સરકારી રાહત કાર્યો અને ઘાસચારાની સબસિડી જેવી યોજનાઓ અમલમાં આવતી હોય છે. જેથી 31 ઓક્ટોબર સુધી રાહ જોવી પડે તેમ હોવાથી દ્વારકા, જામનગર અને પોરબંદર વિસ્તારના ખેડૂતો અને પશુપાલકોમાં ભારે ચિંતા અને અસંતોષની લાગણી જોવા મળી રહી છે.

About The Author

Related Posts

Top News

હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

જે ટ્રેનો સ્ટીમ, કોલસો, ડીઝલ અને વીજળી પર ચાલતી હતી તે આજે હવે હવા (હાઇડ્રોજન) પર દોડે છે...
Gujarat 
હાઇડ્રોજન પછી, દેશમાં દોડી LNG ટ્રેન; આનાથી રેલવે દર વર્ષે રૂ. 24 લાખ બચાવશે, જાણો આ ટ્રેનમાં શું ખાસ હશે?

ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

પંજાબના પટિયાલામાં શુક્રવારની રાત્રે એક ખાનગી યુનિવર્સિટીનું કેમ્પસ અચાનક અફવાઓ, ભય અને અરાજકતા વચ્ચે ઘેરાઇ ગયું. અહેવાલો અનુસાર, ...
National 
ગર્લ્સ હોસ્ટેલમાં ચીસો, મધ્યરાત્રિએ હોબાળો અને 'ભૂત'ની કહાની... યુનિવર્સિટીમાં આખરે શું થયું?

‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

ભાજપના જાણીતા સાંસદ રવિ કિશન અને ગોરખપુરના કાઉન્સિલર વિશ્વજીત ત્રિપાઠી વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીત વાયરલ થઈ રહી છે. બંને વચ્ચે...
Politics 
‘તમે BSPમાં જોડાઈ ગયા કે શું, સાંસદજી?’, BJP સાંસદ રવિ કિશન અને ભાજપના કોર્પોરેટર ફોન પર બાખડ્યા? વીડિયો આવ્યો સામે

'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ

મુંબઈમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોનાની દાણચોરીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે. તપાસ એજન્સીના જણાવ્યા અનુસાર...
National 
'ઓપરેશન બોર્ડર બુલિયન બસ્ટ' હેઠળ DRIના દરોડા; સાડા છ કિલો સોનું જપ્ત, 475 કરોડનો છે ખેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.