મેઘરાજાની પુનઃ પધરામણીથી ધરતીપુત્રોને રાહત, આજે ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ

ભારે ગરમી અને બફારા બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે, જેને કારણે ધરતીપુત્રોને રાહત મળી છે. ગુજરાતમાં શનિવારથી મેઘરાજાએ ફરી રંગ જમાવ્યો છે. ગત 24 કલાકમાં 13 સપ્ટેમ્બરના સવારે 6.30 કલાક સુધી 193 તાલુકામાં મેઘમહેર થઈ છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 11 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે. આ સાથે આજે સવારે બે કલાકમાં (સવારે 4:00 થી 6:00 વાગ્યા સુધીમાં) 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નર્મદાના દેડિયાપાડામાં 3.15 ઇંચ વરસાદ નોંધાયો છે. ત્યારે

12 સપ્ટેમ્બરે સવારે 6થી આજે 13 સપ્ટેમ્બર સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપીના ઉકાઈમાં 12 ઈંચ, સુરતના ઉંમરપાડામાં 8.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે આજે 13 સપ્ટેમ્બરે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ડેડીયાપાડા અને વાગરા તાલુકામાં દોઢ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 18 તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

24 કલાકના વરસાદી આંકડા જોઈએ તો, સુરતના ચોર્યાસીમાં 4.41, ડાંગ આહવામાં 4.37 ઇંચ, દેડિયાપાડામાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે ત્રણ ઇંચથી વધારે વરસાદની વાત કરીએ તો, તિલકવાડા, ધોધા, અંકલેશ્વર, નર્મદાના ચીખલી અને ઉચ્છલમાં ત્રણ ઇંચથી વધારે વરસાદ પડ્યો છે.

rain2
divyabhaskar.co.in

શનિવારે લાંબા સમય બાદ મધ્ય અને દક્ષિણ ગુજરાતના 100થી વધુ તાલુકામાં વરસાદ વરસ્યો. જો કે, સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ હજી પણ કોરાધાકોડ હોય ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આજે હવામાન વિભાગે 2 જિલ્લામાં રેડ, 6 જિલ્લામાં ઓરેન્જ અને 12 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં સીઝનનો સરેરાશ 75 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જો કે, 25 જિલ્લામાં હજી પણ 1 ટકાથી લઈ 88 ટકા સુધી વરસાદની ઘટ વર્તાઈ રહી છે. આગામી બે દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી હોય આ ઘટ પૂરાવાની સૌ કોઈ આશા સેવી રહ્યા છે.

આજે અને આવતીકાલે હવામાન વિભાગે કયા કયા જિલ્લાઓ માટે ભારેથી અતિભારે વરસાદની ચેતવણી આપી છે તે અંગેની આગાહી જોઈએ.

rain1
gujaratsamachar.com

હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવાના પ્રારંભે જ રાજ્યમાં ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ચૂક્યો છે.  હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે આજે 13મી સપ્ટેમ્બર બપોરે 1:00 વાગ્યા સુધીનું નાઉકાસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યના દક્ષિણ અને પૂર્વ-મધ્ય ભાગોમાં અત્યંત ભારે વરસાદનું રેડ અને ઓરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ છોટા ઉદેપુર અને અમરેલી જિલ્લામાં મેઘરાજાએ પુનઃ પધરામણી કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

હવામાન વિભાગે આપેલા વેધર મેપ પ્રમાણે, આજે 13 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધુ વધવાની શક્યતા છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી, ડાંગમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.આજે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર અને નર્મદામાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

rain
gujaratsamachar.com

આવતીકાલે એટલે સપ્તાહની શરૂઆત અને સોમવારે 14 સપ્ટેમ્બરના રોજ દક્ષિણ ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી રાઉન્ડ સક્રિય રહેવાની આગાહી છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં યલો એલર્ટની સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે પોરબંદર, જૂનાગઢ, ગીરસોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટની સાથે અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

About The Author

Top News

મેઘરાજાની પુનઃ પધરામણીથી ધરતીપુત્રોને રાહત, આજે ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ

ભારે ગરમી અને બફારા બાદ ફરી એક વખત મેઘરાજાની પધરામણી થઈ છે, જેને કારણે ધરતીપુત્રોને રાહત મળી છે. ગુજરાતમાં...
Gujarat 
મેઘરાજાની પુનઃ પધરામણીથી ધરતીપુત્રોને રાહત, આજે ગુજરાતના 8 જિલ્લામાં રેડ એલર્ટ

છોકરી, માતા-પિતા અને ભાઈ... આખો પરિવાર એક જ કામ કરતો, મોટી ઉંમરના વાંઢાને શોધતા અને ખેલ કરી નાખતા

ઉત્તર પ્રદેશના આઝમગઢમાં લગ્નના નામે છેતરપિંડી કરતી આંતર-જિલ્લા ગેંગનો બરદહ પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ટોળકી એવા યુવકોને નિશાન બનાવતી...
National 
છોકરી, માતા-પિતા અને ભાઈ... આખો પરિવાર એક જ કામ કરતો, મોટી ઉંમરના વાંઢાને શોધતા અને ખેલ કરી નાખતા

તમામ ટોલ બૂથ ‘બેરિયર-ફ્રી’ થશે, ખર્ચ 10% ઘટ્યો, FASTagના સંપૂર્ણ અમલીકરણથી વાર્ષિક ₹25,000 કરોડનો ફાયદો થશેઃ નીતિન ગડકરી

ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમ FASTagના પૂર્ણ અમલીકરણથી ભારત સરકારને વાર્ષિક ₹25,000 કરોડ સુધીનો મોટો આર્થિક લાભ થશે, તેમ...
Business 
તમામ ટોલ બૂથ ‘બેરિયર-ફ્રી’ થશે, ખર્ચ 10% ઘટ્યો, FASTagના સંપૂર્ણ અમલીકરણથી વાર્ષિક ₹25,000 કરોડનો ફાયદો થશેઃ નીતિન ગડકરી

300 કરોડથી વધુ કમાણી છતા 'ટોક્સિક' ફિલ્મને ફ્લોપ કેમ કહેવાય રહી છે?

'ટોક્સિક' હવે બોક્સ ઓફિસ સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ફિલ્મની કમાણી એટલી ધીમી પડી ગઈ છે કે...
Entertainment 
300 કરોડથી વધુ કમાણી છતા 'ટોક્સિક' ફિલ્મને ફ્લોપ કેમ કહેવાય રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.