300 કરોડથી વધુ કમાણી છતા 'ટોક્સિક' ફિલ્મને ફ્લોપ કેમ કહેવાય રહી છે?

'ટોક્સિક' હવે બોક્સ ઓફિસ સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ફિલ્મની કમાણી એટલી ધીમી પડી ગઈ છે કે તે એક ડેમાં ₹1 કરોડની કમાણી કરવા માટે પણ સંઘર્ષ કરી રહી છે. સ્વાભાવિક છે કે દરેકના મનમાં એ જ સવાલ છે કે, આખરે 'ટોક્સિક' હિટ થઇ કે ફ્લોપ? ચાલો, ફિલ્મની કમાણી અને બજેટના આંકડાઓ પર એક નજર કરીએ.

'ટોક્સિક'– 16 દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન (ભારત)

ડે 1: ₹101.10 કરોડ

ડે 2: ₹37.65 કરોડ

ડે 3: ₹27.20 કરોડ

ડે 4: ₹25.15 કરોડ

ડે 5: ₹23.00 કરોડ

ડે 6: ₹7.65 કરોડ

ડે 7: ₹7.85 કરોડ

ડે 8: ₹5.45 કરોડ

ડે 9: ₹4.25 કરોડ

ડે 10: ₹1.75 કરોડ

ડે 11: ₹2.28 કરોડ

ડે 12: ₹2.42 કરોડ

ડે 13: ₹0.75 કરોડ

ડે 14: ₹0.75 કરોડ

ડે 15: ₹0.60 કરોડ

ડે 16: ₹0.39 કરોડ.

toxic2
aninews.in

બજેટ, વર્લ્ડવાઇડ કમાણી અને બોક્સ ઓફિસનું ગણિત

આ લેખ લખાયો તે સમયના ઉપલબ્ધ ડેટા મુજબ, 'ટોક્સિક' ફિલ્મે ભારતમાં ₹248.37 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે જ, ફિલ્મે વિદેશી બજારોમાંથી અંદાજે ₹43.50 કરોડની કમાણી કરી છે. તો ફિલ્મનું વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹339.79 કરોડ જણાવવામાં આવી રહ્યું છે.

જ્યાં સુધી બજેટની વાત છે, તો આ ફિલ્મનું નિર્માણ ખર્ચ ₹500 કરોડથી ₹1,000 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવી છે. જોકે, જો આપણે અંદાજના નીચલા સ્તરને એટલે કે ₹500 કરોડના બજેટને આધાર માનીએ, તો પણ ફિલ્મની કમાણી અપેક્ષા કરતા પાછળ નજરે પડી રહી છે.

કેટલા કરોડનું નુકસાન થયું

કોઇ નાના કે મધ્યમ બજેટની ફિલ્મ માટે ₹339.79 કરોડની વર્લ્ડવાઇડ કમાણી શાનદાર માનવામાં આવે છે, પરંતુ 'ટોક્સિક' (Toxic) જેવી મોટા બજેટ અને મોટા સ્ટારવાળી ફિલ્મ માટે આ આંકડો નિરાશાજનક છે. જો ફિલ્મનું બજેટ ₹500 કરોડ માનવામાં આવે ​​અને વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન ₹339.79 કરોડ હોય, તો બંને વચ્ચે લગભગ ₹160.21 કરોડનો તફાવત છે. એટલે કે માત્ર આ આંકડાઓના આધારે જોતા ફિલ્મ તેના ખર્ચથી ખૂબ પાછળ રહી ગઈ છે.

toxic
indiatoday.in

પ્રભાસની 'આદિપુરુષ' (Adipurush) સાથે આ આંકડાઓની સરખામણી કરવામાં આવે ત્યારે સ્થિતિ વધુ રસપ્રદ બની જાય છે. લગભગ ₹550 કરોડના બજેટમાં બનેલી 'આદિપુરુષ'એ વિશ્વભરમાં આશરે ₹393 કરોડની કમાણી કરી હતી. આ હિસાબે બજેટ અને કમાણી વચ્ચે લગભગ ₹157 કરોડનો તફાવત હતો. તેની સરખામણીમાં, ₹500 કરોડના બજેટ અને ₹339.79 કરોડની વૈશ્વિક કમાણી સાથે 'ટોક્સિક' માટે આ તફાવત લગભગ ₹160.21 કરોડ છે. આમ, આ ગણતરી મુજબ, 'ટોક્સિક'ને થયેલું આર્થિક નુકસાન 'આદિપુરુષ' કરતા પણ વધારે જણાય છે.

ફિલ્મ હિટ થઇ કે ફ્લોપ

કુલ મળીને, ઉપલબ્ધ માહિતી અને ₹500 કરોડના લધુત્તમ બજેટ અંદાજના આધારે, 'ટોક્સિક' બોક્સ-ઓફિસ પર હિટ સાબિત થઈ હોય એમ લાગતું નથી. મોટા સ્ટારડમ, વિશાળ બજેટ અને અપેક્ષાઓ હોવા છતા ફિલ્મની કમાણી તેના નિર્માણ ખર્ચ કરતા ખૂબ ઓછી રહી છે. આ હિસાબે, તેને મેગા-ડિઝાસ્ટર અથવા મહાફ્લોપ કહેવું ખોટું નહીં ગણાય.

About The Author

Related Posts

Top News

300 કરોડથી વધુ કમાણી છતા 'ટોક્સિક' ફિલ્મને ફ્લોપ કેમ કહેવાય રહી છે?

'ટોક્સિક' હવે બોક્સ ઓફિસ સફરના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ફિલ્મની કમાણી એટલી ધીમી પડી ગઈ છે કે...
Entertainment 
300 કરોડથી વધુ કમાણી છતા 'ટોક્સિક' ફિલ્મને ફ્લોપ કેમ કહેવાય રહી છે?

હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ધિરાણ માટે એક નવી સિસ્ટમ વિકસાવી રહી છે. આ સિસ્ટમ હેઠળ, UPI ટ્રાન્ઝેક્શન...
Business 
હવે SBI બેંક UPI પેમેન્ટના આધારે પણ આપશે લોન

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 13-09-2026 દિવસ: રવિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે

એડવાન્સ્ડ આર્થરાઇટિસ, ક્રોનિક ફૂટ રોટ, ગંભીર હલનચલનની સમસ્યાઓ અને ભારે આઘાતમાંથી સાજી થયા બાદ માધુરી કોલ્હાપુર પરત ફરી રહી છે,...
Gujarat 
માધુરી હાથીણીએ વનતારામાં સારવાર પૂર્ણ કરી, મહારાષ્ટ્ર પરત ફરશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.