IPLની કોપી કરીને ચાલુ કરેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગને તાળા કેમ લાગી ગયા?

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) પર તાળું લાગી ગયું છે. જોકે BPL વર્ષોથી યોજાઈ રહી છે, પરંતુ આ વખતે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ટુર્નામેન્ટનું આયોજન ન કરવાનો નિર્ણય લીધો છે. બોર્ડના અધ્યક્ષ તમીમ ઇકબાલે ભવિષ્યની યોજનાઓની રૂપરેખા આપતા કહ્યું કે, ‘BPL આ વર્ષે રમાશે નહીં અને નવા, કડક નિયમો સાથે BPLની વાપસી કરાવવામાં આવશે. અત્યારે આ લીગ નુકસાનમાં હતી, જેના કારણે BCBએ આ મોટું પગલું ભર્યું.

tamim-iqbal
cricbuzz.com

BCBના અધ્યક્ષ તમીમ ઇકબાલે જાહેરાત કરી કે, BPL આ વર્ષે નહીં યોજાય. તેમણે સ્પષ્ટતા કરી કે ઘણી ટીમો લીગના નિયમો અને કાયદાઓનું પાલન કરી રહી નથી. બાંગ્લાદેશ પ્રીમિયર લીગ 2012માં શરૂ થઇ હતી, પરંતુ ભારત અને ઓસ્ટ્રેલિયાની T20 લીગ જેટલી સફળતા પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહી.

તમીમ ઇકબાલે જણાવ્યું કે BPLને કારણે BCB આર્થિંક તંગીમાંથી પસાર કરી રહ્યું છે. તેમના મતે, લીગને કારણે ક્રિકેટ બોર્ડને છેલ્લા બે વર્ષમાં 3.3 મિલિયન ડૉલર (31 કરોડ રૂપિયા)નું નુકસાન થયું છે. તેમણે કહ્યું કે, BCBને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાંથી નફો મળવો જોઈએ, નુકસાન નહીં. જ્યાં સુધી અમે વસ્તુઓ સારી નહીં, ત્યાં સુધી આ ટુર્નામેન્ટ જરૂરી નથી.

BPL
bhaskarenglish.in

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદમાં રહી છે. મે મહિનામાં, BCBએ સટ્ટાબાજીના આરોપોમાં એક ખેલાડી અને ઘણા મેચ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા હતા. પાછલી સીઝન દરમિયાન, ખેલાડીઓએ BCBના અધિકારી નઝમુલ ઇસ્લામના નિવેદનથી ગુસ્સે થઈને કેટલીક મેચોનો બહિષ્કાર કર્યો હતો. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હવે વસ્તુઓને સુધારવા માંગે છે. તમિમ ઇકબાલે સ્પષ્ટતા કરી કે ફ્રેન્ચાઇઝી પસંદગીની પ્રક્રિયા આગામી વર્ષે એપ્રિલ અથવા મે મહિનામાં શરૂ થશે, અને વિદેશી ટીમો પણ તેમાં ભાગ લઈ શકે છે.

About The Author

Related Posts

Top News

મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

છિંદવાડામાં માનસરોવર સંકુલની સામેના થાંભલા પરથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓએ ભગવો ધ્વજ હટાવી દીધો હતો, અને નીચે મૂકી દીધો હતો....
National 
મધ્યપ્રદેશમાં ભગવો ધ્વજ હટાવી દેવા પર હિન્દુ સંગઠનોએ વિરોધ પ્રદર્શન કર્યું, મ્યુનિસિપલ કમિશનરે આવીને જાતે તે ધ્વજ ફરી લગાવ્યો!

રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

(ઉત્કર્ષ પટેલ) આજના સમયમાં મોટા ભાગના લોકોનો દિવસ રાજકારણીઓની વાતોથી શરૂ થાય છે અને તેમની ચર્ચાથી પૂરો થાય છે. મોબાઇલ...
Opinion 
રાજકારણીઓ પાછળ સમય વેડફવો એના કરતા પરિવારને સમય આપવો સારો

સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

હિમાચલ પ્રદેશમાં, સાયબર છેતરપિંડી કરનારાઓએ ડિજિટલ ધરપકડના બહાને 78 વર્ષીય ગ્રાહક પાસેથી 70 લાખ રૂપિયા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે...
National 
સુબેદારે બેંકમાં જઈ કહ્યું, '70 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી દો, હું ફ્લેટ ખરીદવા માંગુ છું.' મેનેજરને શંકા ગઈ અને...

SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો

ધારો કે તમે કોઈ બેંક પાસેથી લોન લો છો, સુરક્ષા તરીકે મિલકતના કાગળો સબમિટ કરો છો, અને પછી...
National 
SBIથી પ્રોપર્ટી કાગળ ખોવાઈ ગયા! કોર્ટે આદેશ આપ્યો- 'જ્યાં સુધી ન મળે ત્યાં સુધી દરરોજ ગ્રાહકને 5000 વળતર ચૂકવો
Copyright (c) Khabarchhe All Rights Reserved.