હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અંગેનું નવું અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી કેટલાક દિવસો સુધી વાતાવરણમાં મોટો પલટો જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એકસાથે ત્રણ મોટી સિસ્ટમ સક્રિય થવાને કારણે અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.

હવામાન નિષ્ણાતોના મતે, મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં એક મજબૂત લૉ પ્રેશર એરિયા સર્જાયો છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ત્રણ શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આ ત્રિપુટીની સંયુક્ત અસરના કારણે આગામી 27 ઑગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે

હવામાન નિષ્ણાતોના મતે, મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારમાં એક મજબૂત લો પ્રેશર એરિયા સર્જાયો છે. આ ઉપરાંત મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જેવી ત્રણ શક્તિશાળી સિસ્ટમો એકસાથે સક્રિય થઈ છે. આ ત્રિપુટીની સંયુક્ત અસરના કારણે આગામી 27 ઑગસ્ટ સુધી હવામાન વિભાગ દ્વારા રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઇને મોટી આગાહી કરી છે.

ambalal-patel1
gujarati.abplive.com

ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને આણંદ સહિત મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી ઝાપટાં શરૂ થવાની શક્યતા છે. આગામી 72 કલાક દરમિયાન આ પવન સાથેના વરસાદી ઝાપટાંનું પ્રમાણ વધી શકે છે, જ્યારે દરિયાકાંઠે ઝડપી પવન ફૂંકાવાની શક્યતા પણ દર્શાવવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, ગ્રહોના નક્ષત્ર અને હવામાન પરિબળોને કારણે 23 ઑગસ્ટ થી 30 ઑગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડી શકે છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના પાટણ, સમી, હારીજ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે ઝાપટાં પડવાની આગાહી છે.

હાલમાં મિશો વેવ સક્રિય ન હોવાથી અને પેસિફિક મહાસાગરની સિસ્ટમો બંગાળની ખાડીનો ભેજ ખેંચતી હોવા છતા સ્થાનિક હવામાનમાં ફેરફારો જોવા મળશે. જાપાન અને દક્ષિણ ચીનની સિસ્ટમોના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા તારીખ 26 ઑગસ્ટથી બંગાળની ખાડી વધુ સક્રિય બનશે. જેના કારણે ઑગસ્ટના અંતથી સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં રાજ્યમાં વરસાદનું જોર વધશે.

ambalal-patel2
tv13gujarati.com

આગાહીકારના જણાવ્યા મુજબ, 6 સપ્ટેમ્બર થી 10 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડશે. ત્યારબાદ 12 સપ્ટેમ્બર પછી અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં નવી સિસ્ટમો બનવાના કારણે રાજ્યના અનેક ભાગોમાં મુશળધાર વરસાદની શક્યતા છે. 23 સપ્ટેમ્બર બાદ તાપમાન વધતા લો પ્રેશર ઊભું થશે, જેને કારણે સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ફરીથી

 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે વીજળીના કડાકા-ભડાકા સાથે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 10 ઓક્ટોબરની આસપાસ દરિયામાં મજબૂત સિસ્ટમ સર્જાતા દરિયાકાંઠે ભારે પવનો ફૂંકાવાની અને વરસાદ પડવાની શક્યતા રહેશે.

rain
gujarati.news18.com

ABP અસ્મિતાના અહેલાવ મુજબ, હવામાન વિભાગના મોડલનું આંકલન છે કે આગામી દિવસોમાં હવે ગુજરાતનું હવામાન કેવું રહેશે, 20-27 ઓગસ્ટ સુધીમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, કચ્છમાં છૂટછવાયો હળવો વરસાદ વરસશે. રાજ્યમાં આગામી 8-10 દિવસ કે ઓગસ્ટના અંત સુધી વરસાદ વધવાની શક્યતા નથી. પૂર્વ અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં છૂટોછવાયો હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની શક્યતા નહિવત છે.  નોંધનીય છે કેદેવભૂમિ દ્વારકા, જામનગર અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદની ઘટ વધુ હોવાથી અને વાવણી બાદ વરસાદન નહિવત થયો હોવાથી  ખેડૂતો માટે પરિસ્થિતિ ચિંતાજનક બની રહી છે.

About The Author

Top News

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ડૉ.સ્મિત પરમારના પત્ની ડૉ.ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કર્યાંના...
Gujarat 
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

હવે, છત્તીસગઢમાં કીટવિજ્ઞાન પરીક્ષા પેપર લીકનું ભૂત ધૂણ્યું છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ, ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં...
National 
વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી...
Business 
24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અંગેનું નવું અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી...
Gujarat 
હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.