વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

હવે, છત્તીસગઢમાં કીટવિજ્ઞાન પરીક્ષા પેપર લીકનું ભૂત ધૂણ્યું છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ, ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં કૃષિ વિજ્ઞાનનું એક પેપર લેવામાં આવ્યાના થોડા કલાકો પછી જ રદ કરવામાં આવ્યું. કારણ હતું પરીક્ષા પહેલા વોટ્સએપ પર 'ગેસ પેપર' ફરતું હતું, અને તેના 70 ટકા પ્રશ્નો અસલી પેપરના પ્રશ્નો સાથે મેળ ખાતા હતા.

આ પછી, પેપર લીક થવાના આરોપો સામે આવ્યા. યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું કે આ આરોપોને કારણે પરીક્ષા રદ કરવામાં આવી છે અને પોલીસને આ બાબતની તપાસ કરવાનું કહેવામાં આવ્યું છે. રાયપુર સ્થિત યુનિવર્સિટીમાં બીજા વર્ષના B.sc (કૃષિ)ના 500 વિદ્યાર્થીઓએ કીટવિજ્ઞાન (બીજા સેમેસ્ટર)ની પરીક્ષા આપી હતી. આ પરીક્ષા છત્તીસગઢની 34 કોલેજોમાં સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા દરમિયાન લેવામાં આવી હતી.

paper-leack4
thelallantop.com

ધ ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, સવારે 9:30 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પ્રશ્નપત્ર ખોલવામાં આવ્યું હતું, અને પરીક્ષા સવારે 10:00 વાગ્યે શરૂ થઈ હતી. વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, પરંતુ બપોર સુધીમાં કોંગ્રેસ પાર્ટીની વિદ્યાર્થી પાંખ નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI)ના સભ્યોએ યુનિવર્સિટી કેમ્પસમાં વિરોધ શરૂ કર્યો. તેમણે વહીવટીતંત્રને ફરિયાદ રજૂ કરી હતી કે કીટશાસ્ત્રનું પેપર લીક થયું છે. તેમણે પરીક્ષા રદ કરવાની અને આ બાબતની સંપૂર્ણ તપાસ કરવાની માંગ કરી હતી.

યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. કપિલ દેવ દીપકે જણાવ્યું હતું કે, વોટ્સએપ પર પ્રશ્નપત્ર ખરેખર વાયરલ થઈ રહ્યું હતું, ત્યારે તે વાસ્તવિક પરીક્ષાનું પેપર નહોતું; કોઈએ તેને 'ગેસ પેપર' તરીકે બનાવ્યું હતું. જોકે, તેની લગભગ 70 ટકા સામગ્રી વાસ્તવિક પરીક્ષાના પેપર સાથે મેળ ખાતી હતી.

લીકના આરોપો બાદ, 5 સભ્યોની યુનિવર્સિટી સમિતિએ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લીધો. ગુરુવાર, 20 ઓગસ્ટની સાંજે જાહેર કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં, પરીક્ષા નિયંત્રકે જણાવ્યું હતું કે, B.sc (કૃષિ) બીજા વર્ષ, બીજા સેમેસ્ટર (શૈક્ષણિક સત્ર 2025-26) ના તમામ વિદ્યાર્થીઓને આથી જાણ કરવામાં આવે છે કે 20 ઓગસ્ટ, 2026ના રોજ યોજાયેલી AENT-221 પરીક્ષા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે. ફરીથી પરીક્ષા સપ્ટેમ્બર 2026ના પહેલા અઠવાડિયામાં લેવામાં આવશે.

paper-leack
etvbharat.com

રજિસ્ટ્રાર કપિલ દેવ દીપકે જણાવ્યું હતું કે, અમે પરીક્ષા રદ કરવા અને પરીક્ષા પહેલા પેપર લીક થયું હતું કે કેમ તેની પોલીસ પાસેથી તપાસ કરાવવાનો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી તેલીબાંધા પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે ફરિયાદ પણ નોંધાવશે.

દેશમાં હાલમાં પેપર લીકની ઘટનાઓનો સિલસિલો જોવા મળી રહ્યો છે. જૂન-જુલાઈ 2026માં, NEET પેપર લીકના મામલે દિલ્હીના જંતર-મંતર પર દેશે ભારે વિરોધ પ્રદર્શન જોયું, જેના કારણે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું. ત્યારબાદ, ઝારખંડમાં વિદ્યાર્થીઓ અને ઉમેદવારોએ પરીક્ષાની અનિયમિતતાઓ અને પેપર લીકના વિરોધમાં બે અઠવાડિયાથી વધુ સમય સુધી વિરોધ પ્રદર્શન કર્યા; ત્યાં પણ, સરકારે નમવું પડ્યું અને પરીક્ષાઓ રદ કરવી પડી. હવે, છત્તીસગઢમાં આ ઘટના સામે આવી છે.

About The Author

Top News

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. ડૉ.સ્મિત પરમારના પત્ની ડૉ.ચાંદની પટેલને તેના પિયર પક્ષના લોકો ઘરમાંથી અપહરણ કર્યાંના...
Gujarat 
મહેસાણામાં પાટીદાર સમાજે પોલીસ સ્ટેશન કેમ ઘેર્યું? જાણો શું છે આખો મામલો

વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

હવે, છત્તીસગઢમાં કીટવિજ્ઞાન પરીક્ષા પેપર લીકનું ભૂત ધૂણ્યું છે. ગુરુવાર, 20 ઓગસ્ટના રોજ, ઇન્દિરા ગાંધી કૃષિ યુનિવર્સિટીમાં...
National 
વધુ એક પેપર લીક થયું, 'ગેસ પેપર'ના 70% પ્રશ્નો અસલી પરીક્ષા સાથે મેચ, પરીક્ષા રદ્દ

24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

સરકાર ભારતમાં એક વ્યક્તિ કેટલા મોબાઇલ કનેક્શન રાખી શકે તેની મર્યાદાને કડક રીતે લાગૂ કરવા જઇ રહી છે. 24 ઓગસ્ટથી...
Business 
24 ઓગસ્ટથી સિમ કાર્ડ માટે નવા નિયમો લાગૂ થવાના છે, આવા સિમ બંધ થઈ જશે

હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વરસાદ અંગેનું નવું અને મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. રાજ્યના સૌથી મોટા અને ધમધમતા શહેરમાં આગામી...
Gujarat 
હવામાન વિભાગના મતે 3 સિસ્ટમો એકસાથે સક્રિય થઈ, અંબાલાલ પટેલ જાણો શું કહે છે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.