125 વર્ષનો રેકોર્ડ તૂટ્યો... IMDએ જણાવી ઓગસ્ટની કડવી વાસ્તવિકતા; સપ્ટેમ્બર વધુ ભયાનક રહેવાનો છે

જો તમને લાગતું હોય કે ઓગસ્ટની ગૂંગળામણભરી, ભારે ગરમીએ જીવવાનું મુશ્કેલ કરી દીધું હતું, તો તૈયાર હવે તૈયાર થઇ જાઓ. આબોહવા પરિવર્તનની સાચી અસર તો હવે શરૂ થઈ છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ હવામાનને લઇને ખતરનાક ચેતવણી જારી કરી છે, જેને સાંભળીને કોઈપણ વ્યક્તિનો પરસેવો છૂટી જશે. IMDના તાજેતરના અહેવાલ મુજબ, 2026 ઓગસ્ટ મહિનોનો 125 વર્ષો (1901થી) સૌથી ગરમ ઓગસ્ટ તરીકે નોંધાયો છે. પરંતુ તે સૌથી આઘાતજનક વાત એ નથી; ચિંતાનું વાસ્તવિક કારણ એ છે કે આગામી સપ્ટેમ્બર મહિનો વધુ ખતરનાક અને ડ્રાઇ સ્પેલવાળો રહેવાનો છે, જ્યાં કોઈને વરસાદના એક-એક ટીપા માટે વલખા મારવા પડશે.

IMD2
newindianexpress.com

IMDના મહાનિર્દેશક મૃત્યુંજય મહાપાત્રાએ દેશ સામે લ ઓગસ્ટ સંબંધિત માહિતી આપી છે, તે ખૂબ જ ભયાનક છે. ઓગસ્ટ 2026નું સરેરાશ તાપમાન 28.01°C નોંધાયું હતું, જ્યારે સામાન્ય સરેરાશ 27.34°C હોવું જોઈએ. વધુમાં, રાત્રિના સમયે સરેરાશ લઘુત્તમ તાપમાન પણ રેકોર્ડ તોડીને 24.36°C પર પહોંચી ગયું. આ ભયંકર ગરમી અને વરસાદની કમી પાછળનો સૌથી મોટો વિલન અલ નીનો છે. પેસિફિક મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન ઝડપથી વધી ચૂક્યું છે, અને અલ-નીનોની સ્થિતિ આગામી મહિનાઓમાં વધુ મજબૂત રહેવાની છે, જે ચોમાસાને અસરકારક રીતે સૂકવી રહી છે.

IMDની આગાહી મુજબ, સપ્ટેમ્બરમાં દેશભરમાં કુલ માસિક વરસાદ સામાન્ય કરતા ખૂબ ઓછો (LPAના 91% કરતા ઓછો) રહેવાની ધારણા છે. સામાન્ય રીતે સપ્ટેમ્બરનો માટે લોંગ પીરિયડ એવરેજ (LPA) લગભગ 167.9 મીમી વરસાદ પડે છે, પરંતુ આ વર્ષે વાદળો માત્ર તરસાવશે. ઓગસ્ટમાં પણ દેશમાં ફક્ત 213.3 મીમી વરસાદ પડ્યો હતો - જે 2001 પછીનો સાતમો સૌથી ઓછો વરસાદ હતો. જોકે ઓગસ્ટમાં ચાર લોપ્રેશર સિસ્ટમો રચાઈ હતી અને 26 દિવસ સુધી સક્રિય રહી હતી, પરંતુ તેની અસર ફક્ત ગંગાના મેદાનો સુધી મર્યાદિત રહી, જ્યારે બાકીનો ભારત શુષ્ક પરિસ્થિતિઓ અને ગરમીનો સામનો કરતો રહ્યો.

IMD
hindustantimes.com

હવામાનશાસ્ત્રીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સપ્ટેમ્બર મહિનામાં માત્ર વરસાદની કમી જ નહીં સતાવે, પરંતુ દિવસના મહત્તમ તાપમાનમાં પણ સામાન્ય કરતા ઘણો વધારો થશે. પ્રશાંત મહાસાગરમાં ગરમી સીધી ભારતીય ઉપખંડ પર અસર કરી રહી છે. એવામાં, સપ્ટેમ્બરમાં ભેજ, ભારે તડકો અને વરસાદની તીવ્ર અછત જોવા મળશે એટલે કે કુલ મળીને આ હોટ એન્ડ ડ્રાઇ ફેઝ આપણા બધા માટે એક મોટી કસોટી બની જશે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.