રાહુલ ગાંધી-પ્રિયંકા ગાંધીને કસ્ટડીમાં લેતા દિલ્હી પોલીસને પરસેવો આવી ગયો, જંતર-મંતર પર ન જવા દીધા, સાંસદોને માર્યા હોવાનો પોલીસ પર આરોપ

ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગને લઈને જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિત INDIA ગઠબંધનના અનેક વરિષ્ઠ નેતાઓની દિલ્હી પોલીસે અટકાયત કરી લીધી છે. આ કાર્યવાહી પહેલાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નેતાઓને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. અટકાયત દરમિયાન પ્રિયંકા ગાંધીએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું હતું કે, પોલીસ દ્વારા સાંસદો સાથે મારપીટ કરવામાં આવી છે.

આ વિરોધ પ્રદર્શન પહેલાં જનપથ સ્થિત 'સાગર રત્ના' રેસ્ટોરન્ટમાં વિપક્ષી સાંસદોએ લગભગ દોઢ કલાક સુધી સાથે લંચ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા 'ઇન્ડિયા' ગઠબંધનના તમામ સાંસદો માટે આ લંચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનાના એક દિવસ પહેલાં 'ઇન્ડિયા' ગઠબંધનના 200થી વધુ સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી વિરોધ માર્ચ કાઢ્યો હતો, પરંતુ પોલીસે તેમને રસ્તામાં જ રોકી દીધા હતા. ત્યારબાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ આકાશવાણી પરિસરમાં સતત 8 કલાક સુધી ધરણાં કર્યાં હતાં. જોકે, પરવાનગી વગર પરિસરમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવા બદલ દિલ્હી પોલીસે બંને નેતાઓ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

જંતર-મંતર પરથી દિલ્હી પોલીસે પ્રિયંકા ગાંધીને ધરણાંના સ્થળેથી હટાવ્યા હતા, જ્યારે રાહુલ ગાંધીને પોલીસે ઉંચકીને બસમાં બેસાડી દીધા હતા.

દિલ્હી પોલીસના DCP સચિન શર્માએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, જંતર-મંતર વિસ્તારમાં BNSSની કલમ 163 લાગુ કરવામાં આવી છે. તેમણે સુરક્ષાકર્મીઓને સાંસદો સાથે સન્માનજનક વ્યવહાર કરવાની અપીલ કરી હતી. DCPએ ઉમેર્યું કે, સાંસદો અને તેમના સમર્થકો ત્રણ બસોમાં આવી રહ્યા છે અને તેમનું ગંતવ્ય સ્થાન જંતર-મંતર હોવાની માહિતી મળી છે. અહીં કલમ 163 લાગુ હોવાથી પરવાનગી વગર કોઈ પણ વિરોધ પ્રદર્શન કે માર્ચ યોજવાની મંજૂરી નથી. તેઓ સાંસદ હોવાથી યોગ્ય પ્રોટોકોલ અને સન્માન સાથે વ્યવહાર કરવામાં આવશે અને તેમને પોતે જ આ જગ્યા ખાલી કરવા વિનંતી કરવામાં આવશે.

photo_2026-10-07_18-09-56

પોલીસ કાર્યવાહી પર આક્રોશ વ્યક્ત કરતા કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ સવાલ ઉઠાવ્યો હતો કે, શું આ જ રીત છે? તમે જોઈ શકો છો કે આ લોકો શું કરી રહ્યા છે. વિપક્ષી સાંસદોએ આક્ષેપ કર્યો હતો કે પોલીસે તેમની બસ રોકી દીધી છે અને તેમને જંતર-મંતર તરફ જવા દેવામાં આવી રહ્યા નથી.

બીજી તરફ, વિરોધ વધતાં કોંગ્રેસ સાંસદ અમરિંદર સિંહ રાજા વડિંગ, દીપેન્દ્ર સિંહ હુડ્ડા, ઇમરાન પ્રતાપગઢી અને ઇમરાન મસૂદ બસની છત પર ચડી ગયા હતા અને ભારે સૂત્રોચ્ચાર સાથે પ્રદર્શન કર્યું હતું.

જેવી રાહુલ ગાંધીની બસ જંતર-મંતરના સર્કલ (ગોળ ચક્કર) નજીક પહોંચી, ત્યાં અગાઉથી મોટી સંખ્યામાં તૈનાત દિલ્હી પોલીસે કોંગ્રેસ કાર્યકરો પર એક્શન શરૂ કરી દીધું હતું. બસની આગળ બેરિકેડિંગ તોડીને સૂત્રોચ્ચાર કરી રહેલા તમામ કાર્યકરોની પોલીસે એક પછી એક અટકાયત કરવાનું શરૂ કર્યું હતું. આ માટે સ્થળ પર અનેક પોલીસ બસો ખડકી દેવામાં આવી હતી. સાંસદો અને કાર્યકરોને જંતર-મંતર જવા દેવાશે કે નહીં તે અંગે લાંબા સમયથી સસ્પેન્સ બનેલું હતું, પરંતુ બસ પહોંચતા જ પોલીસે આકરી કાર્યવાહી હાથ ધરી હતી.

 

About The Author

Related Posts

Top News

આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન

અભિનેતા સોનુ સૂદે સોમવારે 'જોશ' ફિલ્મના અભિનેતા શરદ કપૂર સાથે મુલાકાત કરી હતી. શરદ કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્વાસ્થ્ય સંબંધિત...
Entertainment 
આર્થિક મુશ્કેલીથી પસાર થઈ રહેલા અભિનેતા શરદ કપૂરની મદદે આવ્યા સોનુ સૂદ-સલમાન ખાન

આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા

કોલકાતાને અડીને આવેલા હાવડા જિલ્લામાં એક વિચિત્ર અને ચોંકાવનારી ચોરી થઈ છે. રવિવારે વહેલી સવારે પશ્ચિમ બંગાળ રાજ્ય સચિવાલય, ...
National 
આ ઈમાનદાર ચોરે તો નોટોના બંડલ નહીં, ઘરેણાં નહીં પરંતુ ફક્ત બ્રાન્ડેડ જૂતા અને ચંપલ ચોરી લીધા

પ્રેમિકાનું કાસળ કાઢીને આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો સોફ્ટવેર એન્જિનિયર, સવારે...

પુણેના IT હબ ગણાતા હિન્જવડી વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સોફ્ટવેર એન્જિનિયર પર રાત્રે પોતાની પ્રેમિકાની...
National 
પ્રેમિકાનું કાસળ કાઢીને આખી રાત મૃતદેહ પાસે બેસી રહ્યો સોફ્ટવેર એન્જિનિયર, સવારે...

WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા

જો તમે તમારા ઓફિસ કે કાફે ડિવાઇસ પર WhatsApp Webનો ઉપયોગ કરો છો, તો સાવધાન થઇ જજો. આજના...
Tech and Auto 
WhatsApp Webના યુઝર્સની વધી ચિંતા! ગૃહ મંત્રાલયે જારી કરી ચેતવણી, આ ભૂલ ન કરતા
Copyright (c) Khabarchhe All Rights Reserved.