IDBI બેંક વિદેશી કંપનીને વેચી દેવાતા રાહુલે અનેક સવાલ ઉઠાવ્યા, કહ્યું- નફામાં ચાલતી બેંકને સરકાર કેમ વેચી રહી છે?

IDBI બેંકને કેનેડાની કંપની ફેરફેક્સ (Fairfax)ને વેચવાના નિર્ણય પર વિવાદ સતત વધી રહ્યો છે. 30 ઓક્ટોબરના રોજ લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંક કર્મચારીઓની માંગનું સમર્થન કર્યું છે. તેમણે જણાવ્યું કે જનતાના પૈસાથી બનેલી બેંકને વેચવી એ સંપૂર્ણપણે ગલત છે. તેમણે સવાલ ઉઠાવ્યો કે જ્યારે બેંક 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કમાઈ રહી છે, તો સરકાર તેને ખાનગી હાથોમાં શા માટે સોંપવા માંગે છે?

બીજી તરફ, સરકારે પણ વેચાણની પ્રક્રિયા પર ઉઠી રહેલા સવાલોનો જવાબ આપ્યો છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, Fairfax એ નક્કી કરાયેલી બેન્ચમાર્ક કિંમત કરતાં વધુ બોલી લગાવી છે. પરંતુ, બેંક કર્મચારીઓ આ વાતથી સહમત નથી. તેઓ 2 અને 3 નવેમ્બરના રોજ દેશભરમાં ભૂખ હડતાળ કરવા જઈ રહ્યા છે. તેમની માંગ છે કે સરકાર બેંકમાં પોતાની બહુમતી જાળવી રાખે અને કર્મચારીઓની નોકરી, પેન્શન તથા અનામતની સુરક્ષાની ગેરંટી આપે.

આખરે IDBI બેંકના વેચાણને લઈને વિવાદ કેમ છે? રાહુલ ગાંધીએ કર્મચારીઓને પત્રમાં શું લખ્યું અને સરકારે પોતાના બચાવમાં શું દલીલ આપી છે? ચાલો વિગતવાર સમજીએ.

રાહુલ ગાંધીએ લખ્યો ઓપન લેટર

રાહુલ ગાંધીએ 29 ઓક્ટોબરના રોજ IDBI બેંકના કર્મચારીઓને એક ' ખુલ્લો પત્ર' લખ્યો હતો, જેને તેમણે 30 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કર્યો હતો. તેમણે કહ્યું કે આ બેંક જનતાના નાણાંથી બનેલી છે, તેથી તેના પર જનતાનો જ હક છે અને તેને વેચવી જોઈએ નહીં.

તેમણે પત્રમાં લખ્યું, માર્ચ 2025માં IDBI બેંકના કેટલાક કર્મચારીઓ સંસદમાં મને મળ્યા હતા. તેમણે પૂછ્યું હતું કે જે બેંકને તેમણે મહેનત કરીને નફામાં પહોંચાડી, સરકાર તેને કેમ વેચી રહી છે? મેં લોકસભામાં પણ આ સવાલ ઉઠાવ્યો હતો અને પૂછ્યું હતું કે કર્મચારીઓ તથા ખાતાધારકોના હિતોની સુરક્ષા કેવી રીતે થશે. પરંતુ સરકારે તેનો કોઈ જવાબ આપ્યો નહોતો.

રાહુલે વધુમાં ઉમેર્યું કે લગભગ સાત વર્ષ પહેલા IDBI બેંક ખોટમાં ચાલી રહી હતી. પરંતુ કર્મચારીઓની કડી મહેનતના કારણે બેંકે પુનરાગમન કર્યું. નાણાકીય વર્ષ 2025-26માં બેંકે 9,513 કરોડ રૂપિયાનો નફો કમાયો છે, જે પાછલા નાણાકીય વર્ષના 7,515 કરોડ રૂપિયાના મુકાબલે લગભગ 27 ટકા વધુ છે.

'ઇન્ડિયા ટુડે'ના અહેવાલ મુજબ, રાહુલે પોતાના પત્રમાં વર્ષ 2003નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે તે સમયે સરકારે સંસદમાં ભરોસો આપ્યો હતો કે IDBI બેંકમાં તેનો હિસ્સો ક્યારેય 51 ટકાથી ઓછો થશે નહીં. પરંતુ હવે આ સોદા પછી સરકાર અને LICનો કુલ હિસ્સો લગભગ 95 ટકાથી ઘટીને માત્ર 34 ટકા રહી જશે. રાહુલનું કહેવું છે કે બેંક ખાનગી હાથોમાં જવાથી SC, ST અને OBC વર્ગ માટે અનામતની વ્યવસ્થા ખતમ થઈ શકે છે.

તેમણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું, કોંગ્રેસના શાસનકાળમાં બેંકો બનાવવામાં આવતી હતી, જ્યારે મોદીના શાસનકાળમાં બેંકો વેચાઈ રહી છે.

IDBI બેંકના કર્મચારીઓ 2 અને 3 નવેમ્બરના રોજ દેશભરમાં બે દિવસની ભૂખ હડતાળ કરશે. આ જાહેરાત 'યુનાઇટેડ ફોરમ ઓફ IDBI ઓફિસર્સ એન્ડ એમ્પ્લોઇઝ' (UFIOE) દ્વારા કરવામાં આવી છે. આ સંગઠનમાં 'ઓલ ઇન્ડિયા IDBI ઓફિસર્સ એસોસિએશન' અને 'ઓલ ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક એમ્પ્લોઇઝ એસોસિએશન' સામેલ છે.

કર્મચારીઓની માંગ છે કે સરકાર ઓછામાં ઓછો 6 ટકા વધારાનો હિસ્સો ખરીદે, જેથી બેંકમાં તેની બહુમતી જાળવી શકાય. આ ઉપરાંત નોકરી, પેન્શન અને અનામત જાળવી રાખવાની કાનૂની ગેરંટી પણ આપવામાં આવે.

14 ઓક્ટોબર 2026ના રોજ કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ (CCEA) એ IDBI બેંકના વેચાણ માટે કેનેડાની કંપની Fairfax Financial Holdings ની સબસિડિયરી કંપની M/s 10955230 Canada Inc ને વ્યૂહાત્મક ખરીદદાર તરીકે મંજૂરી આપી હતી.

 

આ સોદાની કિંમત લગભગ 52 હજાર 878 કરોડ રૂપિયા છે. આ હેઠળ કેન્દ્ર સરકાર પોતાનો 30.48 ટકા અને LIC પોતાનો 30.24 ટકા હિસ્સો વેચશે. એટલે કે કુલ 60.72 ટકા શેર વેચવામાં આવશે. આ સોદા પછી સરકાર પાસે 15 ટકા અને LIC પાસે 19 ટકા હિસ્સો રહેશે.

આ સોદા પર સવાલો ઉઠ્યા બાદ 29 ઓક્ટોબરે નાણા મંત્રાલયે સ્પષ્ટતા રજૂ કરી હતી. મંત્રાલયના જણાવ્યા અનુસાર, Fairfax એ શેર દીઠ 81 રૂપિયાની બોલી લગાવી હતી, જ્યારે બે સ્વતંત્ર એજન્સીઓએ બેન્ચમાર્ક કિંમત શેર દીઠ 75.99 રૂપિયા નક્કી કરી હતી. એટલે કે Fairfax ની બોલી નક્કી કરાયેલી કિંમત કરતાં વધુ હતી.

મંત્રાલયે વધુમાં જણાવ્યું કે પ્રથમ રાઉન્ડમાં મળેલી બોલીઓ નક્કી કરેલી કિંમત કરતાં ઓછી હતી, તેથી તેને મંજૂરી આપવામાં આવી નહોતી. ત્યારબાદ યોગ્ય કંપનીઓ પાસેથી ફરીથી બોલી મંગાવવામાં આવી હતી. સરકારનો દાવો છે કે આ આખી પ્રક્રિયામાં બોલી લગાવનારી કંપનીઓ અને કિંમતોનું મૂલ્યાંકન કરનારી એજન્સીઓને એકબીજાની કોઈ જાણકારી નહોતી.

02

IDBI બેંકને વેચવાની પ્રક્રિયા ઓક્ટોબર 2022માં શરૂ થઈ હતી. શરૂઆતમાં પાંચ કંપનીઓએ બેંક ખરીદવામાં રસ દાખવ્યો હતો. તપાસ બાદ ચાર કંપનીઓ યોગ્ય જણાઈ હતી. તેમાંથી બે કંપનીઓએ છેલ્લા રાઉન્ડમાં ટેકનિકલ અને નાણાકીય બોલી લગાવી હતી. અંતે Fairfax ને વ્યૂહાત્મક ખરીદદાર તરીકે પસંદ કરવામાં આવી. જોકે, આ સોદો હજુ સંપૂર્ણપણે પૂરો થયો નથી. Fairfax એ હજુ પણ RBI ની જરૂરી તપાસ અને અન્ય તમામ નિયામક મંજૂરીઓમાંથી પસાર થવું પડશે.

About The Author

Related Posts

Top News

વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો હેકિંગ; હેકર્સે Binanceમાંથી રૂ. 60,000 કરોડની ચોરી કરી

હેકર્સે આ સાયબર ચોરીમાં વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ Binanceને નિશાન બનાવ્યું છે અને આશરે 6.3 અરબ ડૉલર (આશરે...
Business 
વિશ્વનું સૌથી મોટું ક્રિપ્ટો હેકિંગ; હેકર્સે Binanceમાંથી રૂ. 60,000 કરોડની ચોરી કરી

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 31-10-2026 દિવસ: શનિવાર મેષ: મહેનતનું ફળ ઓછું મળતું જણાય, ખર્ચ પર કાબુ રાખવો, જુના કાર્યો સિદ્ધ થતા દેખાય. વૃષભ:...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

IDBI બેંક વિદેશી કંપનીને વેચી દેવાતા રાહુલે અનેક સવાલ ઉઠાવ્યા, કહ્યું- નફામાં ચાલતી બેંકને સરકાર કેમ વેચી રહી છે?

IDBI બેંકને કેનેડાની કંપની ફેરફેક્સ (Fairfax)ને વેચવાના નિર્ણય પર વિવાદ સતત વધી રહ્યો છે. 30 ઓક્ટોબરના રોજ લોકસભામાં...
Politics 
IDBI બેંક વિદેશી કંપનીને વેચી દેવાતા રાહુલે અનેક સવાલ ઉઠાવ્યા, કહ્યું- નફામાં ચાલતી બેંકને સરકાર કેમ વેચી રહી છે?

પતિ બાઇક પાર્ક કરવા ગયો, પત્ની ગાયબ થઇ, CCTVમાં બીજાની બાઇક પર જોવા મળી, 20 દિવસ પછી પાછી આવી અને કહ્યુું...

મધ્યપ્રદેશના ગ્વાલિયરથી એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. પોલીસને 18 વર્ષની એક નવપરિણીત મહિલા મળી આવી છે, જે લગભગ ...
National 
પતિ બાઇક પાર્ક કરવા ગયો, પત્ની ગાયબ થઇ, CCTVમાં બીજાની બાઇક પર જોવા મળી, 20 દિવસ પછી પાછી આવી અને કહ્યુું...
Copyright (c) Khabarchhe All Rights Reserved.