દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 1 નવેમ્બરની રેલી માટે મંજૂરી તો આપી પણ 10 શરત પણ મુકી દીધી, જાતિ-ધર્મ પર નહીં બોલી શકાય, 5 વાગ્યે કાર્યક્રમ પૂરો કરી દેવો અને...

દિલ્હી પોલીસે રાજધાનીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં 1 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી ભવ્ય રેલી અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. પોલીસે કહ્યું છે કે 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર, 2026 સુધી રામલીલા મેદાનની બુકિંગ અને 1 નવેમ્બરે રેલી યોજવા માટે આપવામાં આવેલું 'નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) અત્યારે પણ માન્ય છે. દિલ્હી પોલીસના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટ (દરિયાગંજ)ના DCPની કચેરી દ્વારા 17 ઓક્ટોબર, 2026ના રોજ જાહેર કરાયેલા પત્ર અનુસાર, કોંગ્રેસ નેતા મનીષ ચતરથે 5 ઓક્ટોબરે કરેલી અરજીની સમીક્ષા કર્યા બાદ કાયદો-વ્યવસ્થાના હિસાબે શરતોને આધીન આ NOC આપવામાં આવ્યું છે. જોકે, પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ મંજૂરી મેદાનની માલિકી હકવાળી ઓથોરિટી પાસેથી મળનારી પૂર્વ મંજૂરી પર નિર્ભર રહેશે.

પોલીસ દ્વારા નક્કી કરવામાં આવેલી મુખ્ય શરતો:

સમય મર્યાદાનું પાલન: રેલી 1 નવેમ્બર, 2026ના રોજ સવારે 10:00 થી સાંજે 5:00 વાગ્યાની વચ્ચે જ યોજી શકાશે. કાર્યક્રમ સાંજે 5:00 વાગ્યા સુધીમાં પૂર્ણ થઈ જવો જોઈએ અને કોઈપણ સંજોગોમાં સમયમર્યાદા લંબાવવામાં આવશે નહીં.

રાત્રિ રોકાણ પર પ્રતિબંધ: રામલીલા મેદાનમાં રેલી અગાઉ કે પછી, કોઈપણ સંજોગોમાં કાર્યકરો કે સમર્થકોને રાત્રિ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હાઈ-ડેફિનેશન (HD) કેમેરા દ્વારા દેખરેખ: પ્રવેશ/બહાર નીકળવાના દરવાજા, મંચ, મેદાન અને બેઠક વ્યવસ્થાવાળા તમામ વિસ્તારોમાં પૂરતી સંખ્યામાં HD CCTV કેમેરા લગાવવા પડશે. આ ઉપરાંત, ઓછામાં ઓછી 5 સ્ક્રીનવાળો CCTV કંટ્રોલ રૂમ પણ બનાવવો પડશે.

સ્વયંસેવકોની તૈનાતી: ભીડને સંભાળવા અને વ્યવસ્થા જાળવવા માટે, આયોજકોએ નિર્ધારિત ડ્રેસ કોડ અથવા બેજવાળા પૂરતી સંખ્યામાં સ્વયંસેવકો તૈનાત કરવા પડશે.

photo_2026-10-28_07-53-45
x.com/ANI

મૂળભૂત સુવિધાઓ: કાર્યક્રમમાં આવનારા લોકો માટે પૂરતા પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરવી તેમજ મહિલાઓ માટે અલગ શૌચાલય બ્લોક ઉપલબ્ધ કરાવવા ફરજિયાત છે.

ટ્રાફિક અને પાર્કિંગ: બસો, કાર અને અન્ય વાહનો માત્ર ટ્રાફિક પોલીસ દ્વારા નિર્ધારિત કરાયેલા વિસ્તારોમાં જ પાર્ક કરવાના રહેશે.

ઉશ્કેરણીજનક ભાષણ પર કપાશે માઇક: મંચ પરથી જ્ઞાતિ, ધર્મ, રંગ કે સંપ્રદાયને લગતા એવા કોઈ નિવેદનો કરવા નહીં, જેનાથી વિસ્તારમાં ભાઈચારો અને સૌહાર્દ જોખમાઈ શકે. જો કોઈ વક્તા ઉશ્કેરણીજનક કે ધમકીભર્યું ભાષણ આપતા જણાય, તો આયોજકોએ તાત્કાલિક પબ્લિક એડ્રેસ (PA) સિસ્ટમ (માઇક) બંધ કરવાની રહેશે અને વક્તાને મંચ પરથી હટાવી દેવા પડશે.

મેદાનની બહાર માર્ચ કાઢવા પર સખત પ્રતિબંધ: રેલી માત્ર રામલીલા મેદાનની નિર્ધારિત સીમાઓની અંદર જ સીમિત રહેશે. કોર્યકરોને રામલીલા મેદાનના પરિસરની બહાર કોઈ પણ પ્રકારની માર્ચ કે રેલી કાઢવાની મંજૂરી નથી.

photo_2026-10-28_12-00-52
x.com/ANI

બસો અને મહેમાનોની યાદી સોંપવી ફરજિયાત: આયોજકોએ પોલીસને કાર્યક્રમમાં હાજર રહેનારા મહેમાનો અને સ્વયંસેવકોની સંપૂર્ણ યાદી, કાર્યક્રમનું મિનિટ-વાર સમયપત્રક, તેમજ તમામ બસો અને તેમના રજિસ્ટ્રેશન નંબરની યાદી આપવી પડશે.

પોલીસની સૂચનાઓનું પાલન: ACP, કમલા માર્કેટના SHO અથવા ફરજ પરના કોઈપણ વરિષ્ઠ પોલીસ અધિકારી દ્વારા આપવામાં આવેલી તમામ સૂચનાઓનું પાલન કરવું ફરજિયાત છે.

દિલ્હી પોલીસે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ શરતો અથવા આપવામાં આવેલી લેખિત બાંહેધરીનું ઉલ્લંઘન કરવામાં આવશે તો આયોજકો સામે સીધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સાથે જ, કોઈપણ સમયે પોલીસના દિશા-નિર્દેશોનું પાલન ન કરવા પર આ પરવાનગી તાત્કાલિક રદ કરી દેવામાં આવશે.

About The Author

Related Posts

Top News

ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

કેન્દ્ર સરકારે નવા ટોલ પાસની જાહેરાત કરી છે. આ એક વાર્ષિક પાસ હશે જે, નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાની...
Business 
ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો  માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

ભારતીય રેલ્વેમાં 1265 સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે ભરતી, જાણી પગાર સહિતની તમામ માહિતી

ભારતીય રેલ્વેએ 1,265 સ્ટેશન માસ્ટર પોસ્ટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકો સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ (...
Education 
ભારતીય રેલ્વેમાં 1265 સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે ભરતી, જાણી પગાર સહિતની તમામ માહિતી

સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ

2009ની જૂની WagonRને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક WagonR તેના નિયમિત પેટ્રોલ કાર જેવું જ દેખાય...
Tech and Auto 
સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ

દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 1 નવેમ્બરની રેલી માટે મંજૂરી તો આપી પણ 10 શરત પણ મુકી દીધી, જાતિ-ધર્મ પર નહીં બોલી શકાય, 5 વાગ્યે કાર્યક્રમ પૂરો કરી દેવો અને...

દિલ્હી પોલીસે રાજધાનીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં 1 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી ભવ્ય રેલી અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે....
Politics 
દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 1 નવેમ્બરની રેલી માટે મંજૂરી તો આપી પણ 10 શરત પણ મુકી દીધી, જાતિ-ધર્મ પર નહીં બોલી શકાય, 5 વાગ્યે કાર્યક્રમ પૂરો કરી દેવો અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.