- National
- હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે સૌરવ-આશુતોષના કેસની તપાસ, કેસ ટ્રાન્સફર કરાયો
હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે સૌરવ-આશુતોષના કેસની તપાસ, કેસ ટ્રાન્સફર કરાયો
સૌરવ દાસ અને આશુતોષ રાંકાના ટ્રેસ પાસિંગ (ગેરકાયદેસર પ્રવેશ)ના કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચ આ કેસ સાથે જોડાયેલા તથ્યો અને પરિસ્થિતિઓની તપાસ કરશે. સૌરવ અને રાંકા જે કેસમાં તિહાડ જેલમાં ન્યાયિક કસ્ટડીમાં છે, તે ટ્રેસ પાસિંગ કેસ જ છે.
'ટ્રેસપાસિંગ' એટલે કે અનાધિકૃત પ્રવેશ છે. સૌરવ દાસ અને આશુતોષ રાંકા, CJPના સમર્થકો સાથે 13 ઓક્ટોબરના રોજ જંતર-મંતર ખાતે ગેટ ઓળંગીને અંદર ઘૂસી ગયા હતા. ગૃહ મંત્રાલય દ્વારા જંતર-મંતરને વિરોધ પ્રદર્શન માટે નિર્ધારિત સ્થળોની યાદીમાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. આમ છતાં, CJPના નેતાઓ ત્યાં ત્રિરંગો લઈને પહોંચ્યા અને સૂત્રોચ્ચાર કર્યા. ઘટનાસ્થળે હાજર પોલીસકર્મીઓએ તેમને કસ્ટડીમાં લીધા અને ત્યારબાદ તેમની સામે ટ્રેસ પાસિંગનો કેસ નોંધ્યો હતો.
આશુતોષ રાંકા અને સૌરવ દાસની ન્યાયિક કસ્ટડી 21 ઓક્ટોબર સુધી વધારવામાં આવી છે. કોર્ટમાં હવે પછીની સુનાવણી 21 ઓક્ટોબરે થશે. કોર્ટે કહ્યું કે બંને આરોપીઓના વર્તન પરથી એવો વિશ્વાસ બેસતો નથી કે તેઓ ફરીથી નિયમોનું ઉલ્લંઘન નહીં કરે. 11 ઓક્ટોબરે આપવામાં આવેલા બોન્ડના ઉલ્લંઘન બદલ કોર્ટે નારાજગી વ્યક્ત કરી હતી.

કોર્ટે જંતર-મંતર પરવિરોધ પ્રદર્શન માટે લોકોને એકત્ર કરવાના આરોપો અને તે સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ્સની નોંધ લીધી છે. આરોપીઓને બે દિવસની અંદર લેખિત જવાબ દાખલ કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે. જામીનદારોની ચકાસણી દરમિયાન ખામીઓ જણાતા, કોર્ટે નવા જામીનદારો રજૂ કરવાનો આદેશ આપ્યો છે. આશુતોષ રાંકા અને સૌરવ દાસને 21 ઓક્ટોબરે બપોરે 2:00 વાગ્યે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
પોલીસ દ્વારા રજૂ કરવામાં આવેલી દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (SEM) રીતુ રાજની કોર્ટે તેમની કસ્ટડી લંબાવવાનો આદેશ આપ્યો. પોલીસે 14 ઓક્ટોબરે સૌરવ દાસ, આશુતોષ રાંકા અને અજિંક્ય શિંદે સહિત અટકાયત કરાયેલા CJP નેતાઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. અન્ય લોકોને કસ્ટડીમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા હતા, પરંતુ સૌરવ દાસ અને આશુતોષ રાંકાને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
19 ઓક્ટોબરે, તેમને SEMની કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાંથી બે દિવસ માટે ન્યાયિક કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના નિર્ણય બાદ, વકીલ ધર્મવીરે જણાવ્યું હતું કે આજે તેમની જામીન અરજીઓ ફગાવી દેવામાં આવી છે. આ કેસને આવતીકાલ માટે ફરીથી સૂચિબદ્ધ કરવામાં આવશે, ત્યારે નિર્ણય લેવામાં આવશે. જામીન બોન્ડ ફરીથી રજૂ કરવા પડશે. જોકે નવો જામીન બોન્ડ રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ સુરક્ષા અધિકારીએ તેમાં વિસંગતતા હોવાનું જણાવ્યું હતું.

આશુતોષ રાંકા અને સૌરવ દાસનું પ્રતિનિધિત્વ કરી રહેલા અભિક ચીમનીએ કહ્યું કે, "મે ખૂબ જ નિરાશ છીએ. આ પ્રિવેન્ટિવ કસ્ટડી (સાવચેતી માટે કસ્ટડી)નો કેસ છે. કોર્ટે પોતે જ કહ્યું હતું કે આ વ્યક્તિઓને ન્યાયિક કસ્ટડીમાં રાખવાની કોઈ જરૂર જણાતી નથી, એટલે જ કોર્ટે જામીનદારો (sureties) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. જ્યારે જામીનદારો રજૂ કરવામાં આવ્યા, ત્યારે શરૂઆતથી કોઇક ને કોઇક પરેશાની હતી; ત્યારબાદ, પછીના જામીનદારોના કિસ્સામાં પણ સમસ્યાઓ ઊભી થઈ.
તેમણે કહ્યું કે, કાયદા મુજબ, તેમને પહેલા મુક્ત કરવા જોઈએ, અને ત્યારબાદ વેરિફિકેશન અને જામીનદારો સંબંધિત પ્રક્રિયાઓ થવી જોઈએ. આજે, તેમણે એક જામીનદાર રજૂ કર્યા હતા અને તમામ જરૂરી માહિતી પૂરી પાડવામાં આવી હતી. કોર્ટે તેના આદેશમાં કારણ જણાવ્યું કે ફોટો મેળ ખાતો નથી, અને કેટલીક અન્ય આશંકાઓ પણ વ્યક્ત કરી છે... આ બાબત અત્યંત ચિંતાજનક છે; હવે અમે જોઇએ છીએ કે આગળ શું કરવાનું છે.

