શું કોંગ્રેસ પાર્ટી કોકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેનો સંપર્ક કરી રહી છે?

'કોકરોચ જનતા પાર્ટી' (CJP) પ્રત્યેના પોતાના વલણમાં મોટા બદલાવનો સંકેત આપતાં, કોંગ્રેસ પક્ષ દ્વારા મંગળવારે CJPના સ્થાપક અને નેતા અભિજીત દીપકેનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી દ્વારા 'ઇન્ડિયા' ગઠબંધનના નેતાઓ, નાગરિક સમાજના પ્રતિનિધિઓ અને વિદ્યાર્થી નેતાઓ માટે યોજાયેલી 'હાઈ ટી'માં અભિજીત દીપકે અને CJPને આમંત્રિત કરવા માટે આ સંપર્ક કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના મોટાભાગના ટોચના નેતાઓ શરૂઆતમાં CJP પ્રત્યે આશંકા સેવતા હતા. મે મહિનામાં સોશિયલ મીડિયા ટ્રેન્ડ તરીકે ઉભરી આવેલી આ CJP એ જૂન-જુલાઈ મહિનામાં જંતર-મંતર ખાતે પરીક્ષાના પેપર લીક વિરુદ્ધ મોટું આંદોલન કર્યું હતું. જેના પરિણામે ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું. આમ છતાં, કોંગ્રેસ નેતૃત્વનો એક મોટો વર્ગ હજુ પણ CJPને આમ આદમી પાર્ટી (AAP) ના જ એક શાખા કે ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન તરીકે જુએ છે.

cjp1

આમ છતાં, મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ CJP દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીમાં બોલાવવામાં આવેલા વિરોધ પ્રદર્શન પર કોંગ્રેસ ઝીણવટભરી નજર રાખી રહી હતી. દિલ્હીમાં કરવામાં આવેલી ચુસ્ત સુરક્ષા અને પોલીસની કડક કાર્યવાહી (આખા શહેરમાંથી અંદાજે 7,000 લોકોની અટકાયત કરવામાં આવી હતી) ના કારણે CJPનું આ પ્રદર્શન નક્કી કર્યા મુજબ થઈ શક્યું નહોતું. કોંગ્રેસનું આંકલન એવું હતું કે જૂન-જુલાઈના જંતર-મંતર આંદોલનની સરખામણીએ આ વખતે CJP વિશાળ જનમેદની એકઠી કરી શકી નહોતી.

કોંગ્રેસના વલણમાં ફેરફારનો પ્રથમ સંકેત સોમવારે ખુદ રાહુલ ગાંધી તરફથી મળ્યો હતો. એક પત્રકાર પરિષદને સંબોધતા તેમણે કહ્યું હતું કે, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના તમામ વિરોધ પ્રદર્શન એ માત્ર એક જ આંદોલનનો ભાગ છે.

cjp3

એક વિશાળ વિરોધ માર્ચનું નેતૃત્વ કરતાં પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, અહીં કોઈ સમાંતર વિરોધ પ્રદર્શન નથી, આ એક જ વિરોધ આંદોલન છે... તમે કોણ છો કે કયા સંગઠનમાંથી આવો છો તેનાથી અમને કોઈ ફરક પડતો નથી... જો તમે બંધારણનું રક્ષણ કરી રહ્યા છો, જેમ કે અમે કરી રહ્યા છીએ... તો અમે તમારી સાથે છીએ, અમે તમને સમર્થન આપીશું, મદદ કરીશું અને તમારું રક્ષણ કરીશું. અને અમે તમારી પાસેથી પણ આવી જ અપેક્ષા રાખીએ છીએ. આ ભારતીય જનતા પ્રત્યેના અમારા પ્રેમની અભિવ્યક્તિ છે.

સોમવારે સુપ્રીમ કોર્ટ તરફ યોજાયેલી 'ઇન્ડિયા' ગઠબંધનની માર્ચથી CJP દૂર રહી હતી. જોકે, કોંગ્રેસ નેતૃત્વનું માનવું હતું કે સોમવારનું પ્રદર્શન ભીડ ભેગી કરવાની દ્રષ્ટિએ સફળ રહ્યું હતું.

સોમવારના સફળ પ્રદર્શન બાદ મંગળવારે સવારે કોંગ્રેસે CJPનો સંપર્ક કરવાનો અને તેમના નેતાઓને રાહુલ ગાંધીની 'હાઈ ટી'માં આમંત્રિત કરવાનો નિર્ણય લીધો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસે જાણીતા વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણને મધ્યસ્થી બનીને અભિજીત દીપકેનો સંપર્ક કરવા વિનંતી કરી હતી.

પ્રશાંત ભૂષણના નજીકના સૂત્રોએ પુષ્ટિ કરી હતી કે કોંગ્રેસ તરફથી સંપર્ક કરવાનો વિનંતી-સંદેશ આવ્યો હતો. પરંતુ તે સમયે અભિજીત દીપકે મહારાષ્ટ્રમાં હતા, જ્યારે આશુતોષ રાંકા, સૌરવ દાસ અને અજિંક્ય શિંદે સહિતના CJPના વરિષ્ઠ નેતાઓ જંતર-મંતર પર અચાનક વિરોધ પ્રદર્શન કરવા બદલ પોલીસ કસ્ટડીમાં હતા.

cjp5

બીજી તરફ, કોંગ્રેસના સૂત્રોનો દાવો છે કે સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ દીપકે તરફથી બહુ ઉત્સાહજનક પ્રતિસાદ મળ્યો નહોતો.

કોંગ્રેસનો આ સંપર્ક પ્રયાસ અત્યંત રસપ્રદ માનવામાં આવે છે, કારણ કે ભૂતકાળમાં કોંગ્રેસના એક પ્રભાવશાળી વર્ગનું માનવું હતું કે પાર્ટીએ વિપક્ષની રાજકીય જગ્યા CJPને સોંપવી જોઈએ નહીં. પરંતુ હવે પાર્ટીનું નવું આંકલન એવું છે કે મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ને રદ કરવાની અને CECના રાજીનામાની માંગણી સાથેનું આંદોલન હવે મજબૂત રીતે 'ઇન્ડિયા' ગઠબંધનના હાથમાં છે, અને તેથી તમામ વિરોધી શક્તિઓને એકત્ર કરીને એક સંયુક્ત મોરચો રચવો જોઈએ.

બુધવારે રાહુલ ગાંધીએ CJP નેતાઓની ધરપકડની સખત શબ્દોમાં નિંદા કરીને વધુ એક રાજકીય સંકેત આપ્યો હતો. તેમણે X પર પોસ્ટ કરતા લખ્યું, જંતર-મંતર પર શાંતિપૂર્ણ વિરોધમાં રાષ્ટ્રધ્વજ લહેરાવવો એ કોઈ ગુનો નથી. તેના માટે યુવાનોને જેલમાં પૂરવા એ કાયરતાપૂર્ણ કૃત્ય છે. વિદ્યાર્થીઓ. યુવાનો. પત્રકારો. ઇન્ડિયા ગઠબંધન. બેનર અલગ છે, પરંતુ હેતુ એક જ છે. તમામ વિરોધ પ્રદર્શન એક જ છે: નાગરિકો તેમના બંધારણીય અધિકારોની માંગ કરી રહ્યા છે. જંતર-મંતર ભારતની જનતાનું છે. અમે તેને ફરી પાછું મેળવીને જ જંપીશું.

રાહુલ ગાંધીની આ પોસ્ટના જવાબમાં અભિજીત દીપકે લખ્યું, આશુતોષ રાંકા અને સૌરવ દાસની ગેરકાયદેસર ધરપકડ વિરુદ્ધ અવાજ ઉઠાવવા બદલ આભાર, લિડર ઓફ ઓપોઝિશન રાહુલ ગાંધી સર!

cjp

આ ઉપરાંત સોશિયલ મીડિયા પર જારી કરેલા એક વીડિયો સંદેશમાં દીપકેએ તમામ દેશપ્રેમીઓ અને તિરંગાને પ્રેમ કરનારાઓને શુક્રવારે (16 ઓક્ટોબર) સાંજે 5 વાગ્યે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્કમાં એકઠા થવા વિનંતી કરી છે. તેમણે લોકોને પોતાની સાથે રાષ્ટ્રધ્વજ લાવવા અપીલ કરી છે અને દેશના અન્ય શહેરોમાં પણ તિરંગા યાત્રા કાઢવાનું આહ્વાન કર્યું છે.

About The Author

Related Posts

Top News

હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

પેટ્રોલમાં ઇથેનોલ ભેળવ્યા પછી, રસોઈ ગેસમાં મિશ્રણ કરવાનું પણ શક્ય છે. ઘરોમાં પૂરા પાડવામાં આવતા પાઇપ્ડ નેચરલ ગેસ (...
Business 
હવે રસોઈ ગેસમાં પણ મિક્સ કરાશે હાઇડ્રોજન, PNGમાં 5 ટકા સુધી ઉમેરવાની તૈયારી શરુ, કિંમતો વધી શકે છે

ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

સોમવારની રાત હતી. તેલંગાણાના રાજન્ના સિરસિલ્લા જિલ્લામાં આવેલા કોનાયાપલ્લી ગામમાં, 80 વર્ષીય કોનકાટી ચંદ્રૈયાનું અવસાન થઇ ગયું હતું. વયસંબંધિત...
National 
ઘરમાં હતો પિતાનો શવ અને પરિવાર સંપત્તિ માટે ઝઘડી રહ્યો હતો, 3 દિવસ બાદ થયેલા અંતિમ સંસ્કારની કહાની

પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં ચર્ચાસ્પદ રહેલા અમિત કશ્યપ હત્યા કેસમાં, કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો, જેમાં પત્ની રવિતા...
National 
પ્રેમી સાથે મળીને પતિને પતાવી દીધા બાદ ત્યાં સાપ છોડીને દુર્ઘટનામાં ખપાવી દેનારી પત્નીને મૃ*ત્યુદંડની સજા

ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા

મધ્ય પ્રદેશમાં પશાસનિક સ્તરે થયેલા મોટા ફેરફારો અને ઇન્દોરમાં રહેલા એક અધિકારીને રાયસેનના કલેક્ટર બનાવવા પર બાદ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ...
National 
ઈન્દોરમાં દૂષિત પાણી પીવાથી 36 લોકોના જીવ ગયા બાદ જે અધિકારીને પદ પરથી હટાવી દેવાયેલા, એનું પ્રમોશન થઈ ગયું, કલેક્ટર બની ગયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.