- National
- CJP પ્રોટેસ્ટ: 250 ટ્રેન કેન્સલ, મેટ્રો, બોર્ડર, ઈન્ટરનેટ બધુ બંધ, લોકો કરતા રસ્તા પર પોલીસ વધુ, વકી...
CJP પ્રોટેસ્ટ: 250 ટ્રેન કેન્સલ, મેટ્રો, બોર્ડર, ઈન્ટરનેટ બધુ બંધ, લોકો કરતા રસ્તા પર પોલીસ વધુ, વકીલોને પણ ઉપાડી ગઈ પોલીસ
કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંસ્થાપક અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસને દિલ્હી એરપોર્ટ પર અટકાયતમાં લેવામાં આવ્યા છે. તેઓ જંતર-મંતર ખાતે પક્ષના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા આવ્યા હતા, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામા અને SIR પ્રક્રિયા અટકાવવાની માંગ કરવામાં આવી હતી. અગાઉ, યુટ્યુબર ધ્રુવ રાઠી સહિત અન્ય 600 સમર્થકોને પણ રાજધાનીના વિવિધ સ્થળોએથી અટકાયતમાં લેવામાં આવ્યા હતા. વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને 38,000થી વધુ સુરક્ષાકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. વાહનોને રોકવા માટે રસ્તાઓ પર સ્પાઇક્સ લગાવવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે 45 મેટ્રો સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે અને નવી દિલ્હી તથા હઝરત નિઝામુદ્દીન આવતી 250 મેલ/એક્સપ્રેસ ટ્રેનોને તે દિવસ માટે રદ કરવામાં આવી છે. તો, શુક્રવારે રાત્રે 10 વાગ્યાથી શનિવારે રાત્રે 10 વાગ્યા સુધી ઈન્ડિયા ગેટની આસપાસ 4 કિલોમીટરના વિસ્તારમાં ઈન્ટરનેટ સેવાઓ બંધ રહેશે.
https://twitter.com/samridhi_i/status/2108815515372388609
CJPએ તેના કાનૂની બાબતોના હેડ, રત્ના સિંહનો એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં, તેઓ ફોન પર વાત કરતા કહે છે કે, આજે સવારે પોલીસ મારા ઘરે આવી હતી. તેમણે કહ્યું કે ઉપરથી આદેશ આવ્યા છે. તેઓ મને ઘરમાં જ રહેવાનું કહી રહ્યા છે, પરંતુ હું મારી કારમાંથી બહાર નીકળી નથી. તેમણે મારી ગાડીને ઘેરી લીધી છે. કારની અંદર અમે માત્ર ત્રણ મહિલાઓ છીએ.
https://twitter.com/Cockroachisback/status/2108790482989965740?s=20
કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને કારણે દિલ્હીમાં હોટેલ લે મેરિડિયન અને તેની આસપાસના ચોક પર ભારે સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. જંતર-મંતર ખાતે CJP ના વિરોધ પ્રદર્શનની જાહેરાત બાદ સમગ્ર દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. દિલ્હી પોલીસ MG રોડ પર વાહનો અને બસોની સઘન તપાસ કરી રહી છે. દરમિયાન, મહેરૌલી વિસ્તારમાં લાઉડસ્પીકર દ્વારા જાહેરાતો કરવામાં આવી રહી છે, જેમાં લોકોને શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.
શનિવારે સવારે 6:30 વાગ્યે પોલીસે દિલ્હીના કનોટ પ્લેસ સ્થિત ઈન્દિરા ચોકમાંથી વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોને હટાવ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ સાર્વજનિક શૌચાલયોમાં છુપાઈ ગયા હતા; તેમાંથી લગભગ 50 વિદ્યાર્થીઓને વાહનમાં લઈ જવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો હતો કે વાહનની અંદર ગૂંગળામણને કારણે એક વ્યક્તિ બેભાન થઈ ગઈ હતી, જેના વિરોધમાં તેમણે વાહન પર હાથ પછાડ્યા હતા. અત્યાર સુધીમાં ઈન્દિરા ચોક ખાતે 100થી વધુ લોકોને અટકાયતમાં લેવામાં આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે ઓળખપત્ર વિના આવતા લોકોને પોલીસ અટકાયતમાં લઈ રહી છે.
સોનમ વાંગચુક CJPના વિરોધ પ્રદર્શનમાં ભાગ લેશે નહીં. તેમણે 'X' પર જણાવ્યું હતું કે, હું દિલ્હીમાં આપ સૌની સાથે જોડાઈ શકીશ નહીં. અમે આગામી શિયાળા માટે તૈયારીઓ કરી રહ્યા છીએ. તેઓ જળ સુરક્ષા માટે કૃત્રિમ ગ્લેશિયર્સ બનાવવા અને 'ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ્સ' (GLOF) એટલે કે હિમનદી સરોવરના વિસ્ફોટથી આવતા પૂરના જોખમને ઘટાડવા માટે પ્રયોગો કરી રહ્યા છે. આનાથી ઊંચા હિમાલયમાં સ્થિત 200થી વધુ 'ટિકિંગ વોટર બોમ્બ'ના જોખમને ઓછો કરવાનો છે.
ફૈઝ સાહેબે લખેલા શબ્દોના માધ્યમથી વાંગચુકે કહ્યું કે, ‘ઔર ભી ગમ હૈ જમાને મૈ સિયાસત કે સિવા... રાહતે ઔર ભી હૈ વસ્લ કી રાહત કે સિવા.’ તેમણે સૌને શુભેચ્છાઓ પાઠવી અને વિવિધ જૂથોના નેતાઓને એકતા જાળવી રાખવા તથા સમજદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી.
ચૂંટણી પંચના મુખ્યાલય અને જંતર-મંતર તરફ જતા માર્ગો પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે. અશોક રોડ પર આડો બસ ઊભી કરીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે; બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને મોટી સંખ્યામાં સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે. દિલ્હીના આબકારી વિભાગે દારૂની છૂટક દુકાનોને 9 અને 10 ઓક્ટોબરના રોજ બંધ રાખવાનો આદેશ આપ્યો છે. આ નિયમ ભારતીય, વિદેશી અને દેશી દારૂ વેચતી નિર્ધારિત દુકાનો તેમજ મોલમાં આવેલી કેટલીક દારૂની દુકાનોને લાગુ પડે છે. જોકે, લાયસન્સ ધરાવતી રેસ્ટોરન્ટ્સ, બાર અને ક્લબમાં દારૂનું વેચાણ રાબેતા મુજબ ચાલુ રહેશે.
દિલ્હીમાં સરાય કાલે ખાં અને ન્યૂ અશોક નગર ખાતેના 'નમો ભારત' સ્ટેશનો 9 ઓક્ટોબરની રાત્રે 9 વાગ્યાથી 10 ઓક્ટોબરની રાત્રે 10 વાગ્યા સુધી બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન, આનંદ વિહાર (દિલ્હી) અને મોદીનગર (ઉત્તર પ્રદેશ) વચ્ચે 'નમો ભારત' ટ્રેન સેવાઓ નિર્ધારિત સમયપત્રક મુજબ ચાલુ રહેશે. ચિલ્લા બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક છે અને દિલ્હીમાં પ્રવેશતા તથા ત્યાંથી બહાર નીકળતા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે. ચિલ્લા બોર્ડર દિલ્હી અને નોઈડા (ઉત્તર પ્રદેશ) વચ્ચે છે અને તે પૂર્વ દિલ્હીના મયુર વિહાર વિસ્તાર નજીક આવેલી છે.
'કોકરોચ જનતા પાર્ટી'એ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચની કામગીરી સામે શનિવારે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. પાર્ટીએ તમામ વિપક્ષી દળોને આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
લેફ્ટ અને AAPએ તેમાં સહભાગી થવાની જાહેરાત કરી છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસે પોતાનું સમર્થન જાહેર કર્યું છે, જોકે શુક્રવાર રાત સુધી વિરોધ પ્રદર્શનમાં તેમની પ્રત્યક્ષ સહભાગિતા અંગેનો નિર્ણય સ્પષ્ટ થયો નહોતો.
કોંગ્રેસ પાર્ટી આ વિરોધ પ્રદર્શનથી અંતર જાળવી રહી છે. રાહુલ ગાંધી શનિવારે ચેન્નાઈમાં હશે અને 'છત્રોં કી ગૂંજ'ના આગામી કાર્યક્રમમાં હાજરી આપશે. કોકરોચ જનતા પાર્ટી'એ CEC જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચૂંટણી પંચ (EC)ની કામગીરી સામે શનિવારે વિરોધ પ્રદર્શનનું આયોજન કર્યું છે. પાર્ટીએ તમામ વિપક્ષી દળોને આ વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું હતું.
શુક્રવારે કોકરોચ જનતા પાર્ટીવા પ્રદર્શન અંગે વધુ કડકાઇ પર સુપ્રીમ કોર્ટે વિરોધ સરકારને ઠપકો આપ્યો હતો. જસ્ટિસ સૂર્ય કાંતે કહ્યું હતું કે, તમારે કેટલીક વસ્તુ રોકવી જ પડશે. તેને રોકવા માટે માત્ર જરૂરી હોય તેટલા જ પગલાં લો. પરંતુ, આનો અર્થ એ નથી કે માખી મારવા માટે તમે હથોડાનો ઉપયોગ કરો. આ વાત હંમેશાં ધ્યાનમાં રાખવી જોઈએ. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હી મેટ્રો અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી શકાય નહીં. કપિલ સિબ્બલે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

