અભિજીત દીપકેએ લેટર લખીને કેમ કહ્યું- હું મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું

હું તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી મારું રાજીનામું આપું છું. છેલ્લે, મધ્ય પ્રદેશની જનતાની સેવા કરવાની તક આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરું છું. ઉભા રહો, આ શું છે? અભિજીત દીપકે મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી ક્યારે બન્યા? જરા ધીરજ રાખો, તેઓ મુખ્યમંત્રી નથી બન્યા.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપકે રવિવારે 'X' પર એક વ્યંગાત્મક 'રાજીનામાનો પત્ર' પોસ્ટ કરીને ભાજપ શાસિત મધ્ય પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. બાલાઘાટ પ્રવાસ દરમિયાન 30થી વધુ આદિવાસી બાળકોના મોતના મુદ્દે સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના એક જૂથ દ્વારા તેમનો ઘેરાવ કરવામાં આવ્યાના એક દિવસ બાદ તેમણે આ કટાક્ષ કર્યો હતો.

રાજ સરકારી ચિહ્ન, CMOનું સરનામું અને સહી સાથે અસલી લાગે તેવો નકલી રાજીનામાનો પત્ર શેર કરતા દીપકે X પર લખ્યું, હું આથી તાત્કાલિક અસરથી મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપું છું. મધ્ય પ્રદેશના લોકોની સેવા કરવાની તક આપવા બદલ હું આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો આભાર માનુ છું, જે તક નિભાવવામાં હું સ્પષ્ટપણે નિષ્ફળ રહ્યો છું.

abhijeet-dipke2

મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને સંબોધીને લખેલા આ પત્રમાં દીપકે કટાક્ષમાં આ બાળકોના મોતની જવાબદારી સ્વીકારી હતી અને રાજ્ય સરકારની આરોગ્ય, પીવાના પાણી, શિક્ષણ અને અન્ય ક્ષેત્રોની નિષ્ફળતાઓ ગણાવી હતી. મોતની જવાબદારી પોતાની માથે લેવાનો નાટક કરતા દીપકે લખ્યું, બાલાઘાટમાં 30થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ આ ખુરશી પર ચાલુ રહેવાની મારી આત્મા મંજૂરી આપતી નથી.

પીડિત પરિવારોને આપવામાં આવતા વળતર અંગે પણ તેમણે સરકારની નીતિ પર નિશાન સાધ્યું હતું. દીપકે જણાવ્યું કે આદિવાસી સમુદાયના વિરોધ પ્રદર્શન બાદ જ પ્રારંભિક 2 લાખ રૂપિયાનું વળતર વધારીને 4 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું. તેમણે સવાલ કર્યો કે જો આ મૃત્યુ પામેલા બાળકો મંત્રીઓ કે ધારાસભ્યોના બાળકો હોત, તો શું આટલી રકમ પૂરતી ગણાઈ હોત? આરોગ્ય અધિકારીઓને જવાબદાર ઠેરવવામાં નિષ્ફળ રહેવા બદલ સરકારની ટીકા કરતા તેમણે ઉમેર્યું કે, નિર્દોષ બાળકોના મોત બદલ ઉચ્ચ કક્ષાએ જવાબદેહી નક્કી થવી જોઈએ.

CJPના સ્થાપકે સરકારી અને NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો)ના આંકડા ટાંકીને શિક્ષણ, વીજળી, પોષણ અને અનુસૂચિત જનજાતિઓ સામેના ગુનાઓ અંગેના રાજ્યના નબળા ટ્રેક રેકોર્ડ પર પણ પ્રકાશ પાડ્યો હતો. દીપકે લખ્યું, હું માત્ર બાલાઘાટ જ નહીં પરંતુ સમગ્ર રાજ્યના આદિવાસીઓને ન્યાય આપવામાં નિષ્ફળ ગયો છું, અને આટલા બધા નિર્દોષ બાળકોને ગુમાવ્યા પછી, મને નથી લાગતું કે મારી પાસે આ પદ પર રહેવાનો કોઈ નૈતિક અધિકાર છે.

CJPના પ્રવક્તા આશુતોષ રાંકાએ દીપકની આ પોસ્ટ પર કટાક્ષ કરતા મજાકમાં લખ્યું હતું કે તેઓ પોતાની જવાબદારીમાંથી ભાગી રહ્યા છે.

અભિજીત દીપકેનો આ વ્યંગાત્મક પત્ર બાલાઘાટ જિલ્લાના એક ગામની મુલાકાત દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શનના એક દિવસ બાદ આવ્યો છે. તેઓ ત્યાં શંકાસ્પદ ચેપી રોગોના કારણે જીવ ગુમાવનારા આદિવાસી બાળકોના પરિવારોને મળવા ગયા હતા.

વાયરલ થયેલા એક વીડિયોમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર જણાતી એક મહિલા દીપકે પોતાની કારમાં નીકળી રહ્યા હતા ત્યારે તેમની નજીક આવીને પૂછતી જોવા મળી હતી કે શું તેઓ લાશો પર રાજકારણ કરવા આવ્યા છે અને તેઓ આટલી મોડેથી કેમ આવ્યા?

વીડિયોમાં દીપકે પણ વિસ્તારની મોડી મુલાકાત લેવા બદલ માફી માંગતા સંભળાયા હતા.

તે મહિલાએ એવો પણ દાવો કર્યો હતો કે આ વિસ્તારમાં સારો રસ્તો બનાવવામાં આવ્યો છે અને દીપકેની મુલાકાત સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે આવેલા CJPના કાર્યકરો તેમને બીજી કારમાં બેસાડીને ત્યાંથી લઈ ગયા હતા.

જેવા દીપકે ત્યાંથી નીકળ્યા, તે મહિલા તેઓ ભાગી ગયા’, ‘તેઓ ભાગી ગયા એવું બોલતી સંભળાઈ હતી.

abhijeet-dipke

જોકે, સ્થાનિક પત્રકારોએ આ દૂરના ગામમાં સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર્સના આ જૂથની હાજરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને શંકા વ્યક્ત કરી હતી કે શું તેમને દીપકેના પ્રવાસમાં ખલેલ પહોંચાડવા માટે મોકલવામાં આવ્યા હતા? જોકે આ દાવાની સ્વતંત્ર રીતે કોઈ પુષ્ટિ થઈ નથી.

દીપકેએ શનિવારે અદોરી, કોરકા અને બોંદરી ગામોની મુલાકાત લઈને પીડિત પરિવારોને સાંત્વના આપી હતી અને સ્થાનિક આરોગ્ય સુવિધાઓ અંગે માહિતી એકઠી કરી હતી. બાલાઘાટમાં બેગા અને ગોંડ આદિવાસી સમુદાયના 30થી વધુ બાળકોના ઓરી  અને મલેરિયાના શંકાસ્પદ પ્રકોપને કારણે થયેલા મોત બાદ આ કડક તપાસ અને રાજકારણ શરૂ થયું છે.

અહેવાલો મુજબ, આ મોતના મામલે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરતી વખતે મધ્ય પ્રદેશ હાઈકોર્ટે રાજ્યના આરોગ્ય વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ, બાલાઘાટ કલેક્ટર અને અન્ય અધિકારીઓ પાસે જવાબ માંગ્યો છે. અરજીમાં આરોગ્ય માળખા અંગે ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે, જેમાં એવો પણ આરોપ છે કે માત્ર 50 બેડની ક્ષમતા ધરાવતી હોસ્પિટલમાં લગભગ 400 બાળકોની સારવાર કરવામાં આવી રહી હતી. આ ઉપરાંત પીવાના પાણી, સ્વચ્છતા અને કુપોષણ નાબૂદીના પ્રયાસો પર પણ સવાલો ઉઠાવવામાં આવ્યા છે.

Abhijeet-Dipke3
indiatoday.in

પોતાના કટાક્ષભર્યા પત્રમાં દીપકેએ 16 લોકોનો ભોગ લેનારા સાગર ઝેરી દારૂ કાંડ સહિતના અન્ય મુદ્દાઓ પર પણ મોહન યાદવ સરકારને આડે હાથ લીધી હતી.

About The Author

Related Posts

Top News

66 કિલો સોનું અને 366 કિલો ચાંદીથી સુશોભિત ગણપતિ બાપ્પા; ₹703 કરોડનો વીમો

મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે સ્થિત GSB સેવા મંડળે તેના 72મા ગણેશોત્સવની ઉજવણી પૂર્વે ભગવાન મહાગણપતિની ભવ્ય મૂર્તિનું અનાવરણ કર્યું છે. ...
Astro and Religion 
66 કિલો સોનું અને 366 કિલો ચાંદીથી સુશોભિત ગણપતિ બાપ્પા; ₹703 કરોડનો વીમો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-09-2026 દિવસ: સોમવાર મેષ: બદલાવ લાવડો પડે, પરિવર્તનના યોગ બને, પ્રવાસમાં સફળતા મળે, આવકમાં વધારો થાય. વૃષભ: સમસ્યાઓનો હલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

POCOએ બજેટ સેગમેન્ટમાં પોતાનો નવો સ્માર્ટફોન, POCO X8 રજૂ કર્યો છે, જે મોટી બેટરી અને બ્રાઇટ ડિસ્પ્લે...
Tech and Auto 
POCOએ લોન્ચ કર્યો નવો સ્માર્ટફોન X8, 9000mAh બેટરી, 50MP કેમેરા; દોઢ મીટર પાણીમાં પણ કંઈ નહીં થાય

કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ

ગાઝિયાબાદના મુરાદનગરમાં દહેજની માંગણીને લઈને પરિણીત મહિલાને હેરાન કરવા અને શંકાસ્પદ સંજોગોમાં તેનું મૃત્યુ થવાના મામલે પોલીસે પતિ ગૌરવની ધરપકડ...
National 
કરિયાવરમાં સ્કોર્પિયો ન મળી તો લવ મેરેજના છ મહિનામાં જ પત્નીનો જીવ ગયો, પતિની ધરપકડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.