- Astro and Religion
- 66 કિલો સોનું અને 366 કિલો ચાંદીથી સુશોભિત ગણપતિ બાપ્પા; ₹703 કરોડનો વીમો
66 કિલો સોનું અને 366 કિલો ચાંદીથી સુશોભિત ગણપતિ બાપ્પા; ₹703 કરોડનો વીમો
મુંબઈના કિંગ્સ સર્કલ ખાતે સ્થિત GSB સેવા મંડળે તેના 72મા ગણેશોત્સવની ઉજવણી પૂર્વે ભગવાન મહાગણપતિની ભવ્ય મૂર્તિનું અનાવરણ કર્યું છે. GSB મહાગણપતિની આ મૂર્તિ 66 કિલોથી વધુ શુદ્ધ સોનું, 335 કિલો ચાંદી અને કિંમતી રત્નોથી સુશોભિત કરવામાં આવી છે. આ મૂર્તિને શ્રદ્ધા, ભક્તિ અને પરંપરાનું પ્રતિક માનવામાં આવે છે. GSB સેવા મંડળનો સમૃદ્ધ આધ્યાત્મિક વારસો રહ્યો છે.
અત્યાર સુધીમાં અહીં 1 લાખથી વધુ ધાર્મિક વિધિઓ અને સેવાકાર્યો સંપન્ન થયા છે. ગણેશોત્સવ દરમિયાન 'સેવા' અને 'અન્નદાન' પર વિશેષ ભાર મૂકવામાં આવે છે. અન્નદાન માટેનું રસોડું દરરોજ લગભગ 40 હજાર ભક્તોને ભોજન પીરસે છે, જ્યારે સમગ્ર ઉત્સવ દરમિયાન અન્નદાનની આ પહેલ 2 લાખથી વધુ લોકો સુધી પહોંચે છે.
https://twitter.com/PTI_News/status/2098804026871521689?s=20
તો, આ વર્ષે સમગ્ર ઉત્સવ માટે ₹703.27 કરોડનું વિક્રમી વીમા કવચ મેળવવામાં આવ્યું છે, જેમાં મહાગણપતિની મૂર્તિ અને સંબંધિત સંપત્તિઓનો સમાવેશ થાય છે. આ અગાઉ, મંડળે વર્ષ 2025માં ₹474 કરોડ અને વર્ષ 2024માં ₹400 કરોડનું વીમા કવચ મેળવ્યું હતું. GSB સેવા મંડળને આ વર્ષના ગણેશોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં ભક્તોના આગમનની અપેક્ષા છે.
https://twitter.com/ANI/status/2098821251477455040?s=20
મંડળના જણાવ્યા અનુસાર, ભક્તોની સુરક્ષા અને સુવિધા સુનિશ્ચિત કરવી એ તેમની પ્રાથમિક જવાબદારી છે. આ વર્ષે મંડળે પર્યાવરણ સંરક્ષણની દિશામાં પણ પગલાં લીધાં છે. પરંપરાગત અને છાપેલી રસીદો બંધ કરી દેવામાં આવી છે અને સમગ્ર પ્રક્રિયાને ડિજિટલ બનાવવામાં આવી છે. કાગળનો બગાડ ઘટાડીને પર્યાવરણને અનુકૂળ રીતે ગણેશોત્સવની ઉજવણી કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
મંડળના મહાગણપતિની ભવ્ય સજાવટ હંમેશાં ખૂબ જ પ્રશંસાનો વિષય રહી છે. આ વર્ષે પણ મહાગણપતિની મૂર્તિ અને તેની ભવ્ય સજાવટ જોવાલાયક છે. પાંચ દિવસીય મુખ્ય ગણેશોત્સવની ઉજવણી 14 સપ્ટેમ્બરથી 18 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર છે.

