CJP ફાઉન્ડર અભિજીત દિપકે વિરુદ્ધ નોંધાઈ FIR, જાણો શું છે આખો મામલો

મહારાષ્ટ્રના લાતુર પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના સંસ્થાપક અભિજીત દિપકે વિરુદ્ધ કેસ નોંધ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે લાતુર જિલ્લાના ઔસામાં એક શાળામાં કથિત રીતે વીડિયો રેકોર્ડ કરવા બદલ તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે. દિપકે પર પરવાનગી વિના સરકારી શાળામાં ઘૂસવાનો, શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને સત્તાવાર કાર્યમાં ખલેલ પહોંચાડવાનો અને શિક્ષકોને ધમકાવવાનો આરોપ છે.

જિલ્લા પરિષદ ઉર્દૂ શાળાના શિક્ષક સૈયદ શમશદબાનોની ફરિયાદના આધારે ઔસા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. જોકે, CJPના પદાધિકારી અજિંક્ય શિંદેએ જણાવ્યું હતું કે તેઓ ગ્રામીણ શાળાઓમાં સુધારો લાવવા માટે એવા અન્ય મુદ્દાઓ ઉઠાવવા તૈયાર છે. અભિજીત દિપકેએ અજિંક્ય શિંદેની સલાહ પર લાતુર જિલ્લાની શાળાઓની મુલાકાત લીધી હતી.

abhijit-dipake2
indiatoday.in

ફરિયાદમાં વધુમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે દિપકેએ શાળાની પ્રતિષ્ઠાને ખરાબ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે કથિત રીતે દાવો કર્યો હતો કે તેમની મુલાકાત દરમિયાન બીજી શાળાના વિદ્યાર્થીઓને વર્ગખંડમાં લાવીને બેસાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તેમના પર શિક્ષકોને સસ્પેન્ડ કરાવવાની ધમકી આપવાનો આરોપ છે.

ફરિયાદના આધારે, પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 132, 329(3), 351(2), અને 356(2) હેઠળ FIR નોંધી છે. આ કલમો સરકારી કર્મચારીને તેમની ફરજો બજાવતા અટકાવવા માટે હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવા, પરિસરમાં મંજૂરી વિના ઘૂસવા, ગુનાહિત ધાકધમકી આપવા અને બદનક્ષી સાથે સંબંધિત છે. સ્થાનિક પોલીસે જણાવ્યું છે કે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિપકે હાલમાં CJPના 'સ્કૂલ ઠીક કરો' અભિયાન ચલાવી રહ્યો છે અને લાતુર જિલ્લાની વિવિધ સરકારી શાળાઓની મુલાકાત લઈને ત્યાની સમસ્યાઓ ઉજાગર કરી રહ્યા છે. આવી જ એક મુલાકાત દરમિયાન આ કથિત ઘટના ઔસા નજીક જાવલીમાં આવેલી જિલ્લા પરિષદ ઉર્દૂ શાળામાં બની હતી.

abhijit-dipake
thehindu.com

ફરિયાદ મુજબ, દિપકેએ સમગ્ર ઘટનાનો વીડિયો પણ રેકોર્ડ કર્યો હતો અને બાદમાં તેને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો, જેથી શાળાને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી, આ પોલીસ કાર્યવાહી અંગે અભિજીત દિપકે તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જોકે, CJPના પ્રવક્તા અજિંક્ય શિંદેએ જણાવ્યું છે કે તેમનું અભિયાન ચાલુ રહેશે; તેઓ આવી કાર્યવાહીથી અટકશે નહીં.

About The Author

Related Posts

Top News

વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

એપ્રિલ 2025માં જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી ભારતે અનેક કાર્યવાહી કરી હતી. પહેલગામ આતંકવાદી હુમલા પછી...
World 
વાઘા-અટારી બોર્ડર બંધ હતી તો પણ 'સિંદૂર'નો થયો વિજય; 150 પાકિસ્તાની દુલ્હનો ભારત પહોંચી

કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

કનૌજમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસવે પર શુક્રવારે મોડી રાત્રે થયેલા એક માર્ગ અકસ્માતમાં એક રહસ્ય ખુલ્યું જેણે પોલીસને પણ આશ્ચર્યચકિત કરી દીધી....
National 
કાર પોલીસ વાહન સાથે અથડાઈ, પોલીસકર્મી હાલત જોવા દોડી ગયા; કારમાં હતું 10 કિલો સોનું

ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

કાર્યકર તહસીન પૂનાવાલાએ આરોપ લગાવ્યો છે કે, દિલ્હી પોલીસે તેમને શનિવારે જંતર-મંતર વિરોધ પ્રદર્શન કરવા જતા અટકાવ્યા હતા. પૂનાવાલાએ...
National 
ઈથેનોલ પેટ્રોલનો વિરોધ કરવા નીકળે એ પહેલા જ પોલીસે પૂનાવાલાને ઘરે 'નજરકેદ' કર્યા, પોલીસને શેરડીનો રસ આપ્યો

રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

રાજસ્થાનમાં સરકારી શાળાઓમાં માળખાકીય સુવિધાઓની મોટી અછત સામે આવી છે. રાજ્ય સરકારે શુક્રવારે વિધાનસભામાં માહિતી આપતાં જણાવ્યું હતું કે, ...
Education 
રાજસ્થાનની 611 સરકારી શાળા બીલ્ડિંગ વગર જ ચાલી રહી છે, સરકારે વિધાનસભામાં સ્વીકાર્યું

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.