'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ તેનું 36 દિવસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન પાછો ખેંચી લીધું છે, પરંતુ સંગઠનના નેતાઓનું કહેવું છે કે આંદોલન હજુ સમાપ્ત થયું નથી. તેનું કહેવું છે કે આ ફક્ત એક મોટા મિશનની શરૂઆત છે. સંગઠન હવે શિક્ષણ સુધારા અને યુવાનોના વિભિન્ન મુદ્દાઓને પાયાના સ્તરે લઈ જવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

CJPના સ્થાપક અભિજીત દિપકેએ જણાવ્યું હતું કે સંગઠન ટૂંક સમયમાં તેની આગામી રણનીતિની જાહેરાત કરશે. આંદોલન હાલમાં જ સમાપ્ત થયું; અમને થોડો સમય આપો. અમે ટૂંક સમયમાં અમારી ભવિષ્યની યોજનાઓ જણાવીશું. પંજાબમાં કથિત પેપર લીક કેસન પર દિપકેએ કહ્યું કે, અમે આ મુદ્દા પર પ્રતિક્રિયા આપીશું; હાલમાં આની યોજનાઓ ઘડવામાં આવી રહી છે. સરકાર સાથેની વાતચીત અંગે તેણે કહ્યું કે, વિદ્યાર્થીઓ સામે નોંધાયેલા કેસ અંગે ચર્ચા ચાલી રહી છે. કોઈપણ વિદ્યાર્થી સામે કોઇ કેસ ન થવો જોઈએ.

abhijit dipake
thehindu.com

કેન્દ્ર સરકારે CJP મુખ્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ સંગઠને શનિવારે પોતાનો આંદોલન પાછું ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, CJP નેતાઓએ સર્વસંમતિથી ભાર મૂક્યો કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું અંતિમ ધ્યેય નથી, પરંતુ લાંબા સંઘર્ષની શરૂઆત છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે અભિજીત દિપકે જણાવ્યું હતું કે, આંદોલનનો અંત લાવવાનો અર્થ એ નથી કે લડાઈ પૂરી થઈ ગઈ છે. આ તો ફક્ત શરૂઆત છે. CJPની હજુ લાંબી સફર બાકી છે.

CJPNEET પેપર લીક બાદ આત્મહત્યા કરીને જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના પરિવારો માટે પ્રત્યેકને ₹1 કરોડના વળતરની પણ માંગ કરી હતી. દિપકેએ કહ્યું હતું કે, ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે, પરંતુ આત્મહત્યા કરનારા બાળકોના પરિવારોને ₹1 કરોડનું વળતર મળવું જોઈએ. જોકે કેન્દ્ર સરકારે મૃતક વિદ્યાર્થીઓના પરિવારોને શક્ય તેટલું મહત્તમ વળતર આપવા સંમતિ આપી છે. દિપકેએ 20 જુલાઈના રોજ યોજાયેલી 'ચલો સંસદ'  રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે થયેલી અથડામણનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. તેમણે માંગ કરી હતી કે ઘટના દરમિયાન કાર્યવાહી કરનારા પોલીસ કર્મચારીઓ સામે પણ યોગ્ય કાર્યવાહી કરવામાં આવે.

abhijit dipake
sanatanprabhat.org

જંતર-મંતર ખાતે આંદોલન પ્રદર્શનના સમાપન પછી મીડિયા સાથે વાત કરતા, CJP પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે સંગઠન યુવાનો સંબંધિત મુદ્દાઓ ઉઠાવવાનું ચાલુ રાખશે અને શિક્ષણ અને શાસન વ્યવસ્થામાં સુધારા માટે ઝુંબેશ શરૂ કરશે. તેણે સમાચાર એજન્સી PTIને જણાવ્યું હતું કે, આ આંદોલન ચાલુ રહેશે. અમારું લક્ષ્ય યુવાનો સંબંધિત મુદ્દાઓને પ્રકાશિત કરવાનું અને શિક્ષણ અને શાસન પ્રણાલીમાં સુધારા લાવવાનું છે. દાસે સ્પષ્ટતા કરી હતી કે સંગઠનની ચૂંટણી રાજકારણમાં પ્રવેશવાની કોઈ તાત્કાલિક યોજના નથી.

તેણે કહ્યું કે, દેશમાં 750-800 રાજકીય પક્ષો છે, છતાં કોઈ પણ યુવાનોની આકાંક્ષાઓને પૂર્ણ રીતે પૂર્ણ કરી રહ્યું નથી. અમારું લક્ષ્ય આ આંદોલનને દરેક ગામ અને પાયાના સ્તરે લઈ જવાનો છે, જેથી ખાતરી કરી શકાય કે જે પણ પક્ષ સત્તામાં છે તેને યુવાનોની માંગણીઓ પર કાર્ય કરવાની ફરજ પાડવામાં આવે.

જોકે CJP હાલમાં આંદોલનને વિસ્તૃત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, સંગઠનના નેતા આશુતોષ રંકાએ ભવિષ્યમાં રાજકારણમાં પ્રવેશવાની શક્યતાને નકારી કાઢી નથી. આજ તકના અહેવાલ મુજબ, જ્યારે તેને પૂછવામાં આવ્યું કે શું 'કોકરોચ જનતા પાર્ટી' ભવિષ્યમાં રાજકીય પક્ષ બની શકે છે, ત્યારે તેણે જવાબ આપ્યો, મેં જાહેર જીવન અને રાજકારણમાં એક વાત શીખી છે કે ક્યારેય ના ન કહો. જોકે, તેણે પુનરોચ્ચાર કર્યો કે આ ક્ષણે તેમની પ્રાથમિકતા દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારો છે. આ પૂરું થયું નથી; તે ફક્ત શરૂઆત છે. જ્યાં સુધી દેશની શિક્ષણ પ્રણાલીમાં સુધારો નહીં થાય ત્યાં સુધી અમે રોકાઈશું નહીં. આ અમારું વચન છે.

About The Author

Related Posts

Top News

લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

જ્યારે ભારતીય IPO બજારમાં એક બાદ એક ઇશ્યૂ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં પણ તમામ IPO શેરબજારમાં રોકાણકારોને...
Business 
લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ તેનું 36 દિવસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન...
National 
'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.