લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

જ્યારે ભારતીય IPO બજારમાં એક બાદ એક ઇશ્યૂ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં પણ તમામ IPO શેરબજારમાં રોકાણકારોને માલામાલ કરી રહ્યા છે. આ વચ્ચે, એક IPO ચર્ચામાં છે, જે સોમવારે શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થયો, અને મજબૂત શરૂઆત પછી, કંપનીના શેરના ભાવમાં અચાનક લગભગ 500% વધારો થયો. આ રોકેટ તેજીને કારણે ચીની કંપનીમાં નાણાં રોકાણકારોની સંપત્તિમાં એક ઝટકામાં માલામાલ થઇ રહ્યા છે.

રોઇટર્સના અહેવાલ મુજબ, ચીની ચિપમેકર કંપની CXMT કોર્પે તેના IPO માટે 8.66 યુઆનનો પ્રાઇસ બેન્ડ નક્કી કર્યો હતો, અને શાંઘાઈ સ્ટોક એક્સચેન્જમાં તેની લિસ્ટિંગ જોરદાર પ્રીમિયમ પર થઇ. માત્ર એટલું જ નહીં, પરંતુ CXMT શેર લિસ્ટિંગ પછી રોકેટની જેમ ઉછળ્યા અને ઝડપથી ભાગતા, લગભગ 500 ટકાના ઉછાળા સાથે તેઓ 55.02 યુઆનની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. અંતે ગતિ થોડી ધીમી પડી હોવા છતા, ચિપ કંપનીનો શેર 465.82%ના વધારા સાથે 49 યુઆન પર બંધ થયો હતો.

CXMT4
bbc.com

ચાંગક્સિન મેમરી ટેક્નોલોજીસ (CXMT)ના લિસ્ટિંગ સાથે તેમાં રોકાણ કરનારાઓ પર પૈસાઓનો વરસાદ થયો. આનાથી અંદાજો લગાવી શકાય છે કે ચીનના સૌથી મોટા મેમરી ચિપ ઉત્પાદકનું બજાર મૂલ્યાંકન આશરે 3.3 ટ્રિલિયન યુઆન ($487 બિલિયન) સુધી પહોંચ્યું છે, આ સાથે જ તેને મુખ્ય ભૂમિ ચીનમાં સૌથી મૂલ્યવાન લિસ્ટેડ કંપની બની  ગઇ છે. ખાસ વાત એ છે કે, છેલ્લા કેટલાક દિવસોમાં વિશ્વભરમાં IT કંપનીઓના શેરમાં અસ્થિરતા જોવા મળી છે, આમ છતા CXMTને મજબૂત શરૂઆત મળી છે.

CXMT1
news.cgtn.com

CXMTની સ્થાપના 2016માં ઝુ યિમિંગ દ્વારા કરવામાં આવી હતી અને તેનું મુખ્ય મથક પૂર્વી ચીનના અનહુઇ પ્રાંતના હેફેઈમાં છે. કંપની ડાયનેમિક રેન્ડમ-એક્સેસ મેમરી (DRAM) ચિપ્સનું ઉત્પાદન કરે છે, જેનો ઉપયોગ AI ડેટા સેન્ટર્સ, મોબાઇલ ફોન, PC, ટેબલેટ અને અન્ય ઉપકરણોમાં થાય છે. વિશ્લેષકોનું કહેવું છે કે સ્ટોકની ડિમાન્ડ સપ્લાઇથી વધુ હોવાને કારણે આ જોરદાર ઉછાળો આવ્યો છે. મજબૂત લિસ્ટિંગ અને ત્યારબાદ શેરના ભાવમાં ઝડપી વધારાને કારણે યિમિંગની સંપત્તિમાં ભારે વધારો થયો છે.

About The Author

Related Posts

Top News

ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

શું ઇન્ફોસિસના સહ-સ્થાપક નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી દૂર થઈ શકશે? આ પ્રશ્ન એટલા માટે ઉભો થાય છે કારણ...
National 
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને આધાર કાર્ડ, UPI લાવવામાં મહત્ત્વનું યોગદાન આપનારા નંદન નીલેકણીનું નામ મતદાર યાદીમાંથી કપાવાનો ડર

મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

એક મહિલાના પેટમાંથી 13 પેન, 5 લાકડાની ચમચી અને એક મીણબત્તી મળી આવી. આમાંથી એક પેન 25 સેન્ટિમીટર લાંબી...
National 
મહિલાના પેટમાંથી ડૉક્ટરોએ 13 પેન, 5 ચમચી અને એક મીણબત્તી બહાર કાઢી; જાણો ડોક્ટરોએ આ અંગે શું કહ્યું?

ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

આજના યુગમાં, જ્યારે યુવાનો લાખો અને કરોડોના પગાર પેકેજો અને કોર્પોરેટ જીવનશૈલીની પાછળ ભાગી રહ્યા છે, ત્યારે લખનૌના ...
Education 
ઈન્ડિયન આર્મીમાં સેવા કરવા યુવકે એમેઝોનની 46 લાખના પગારવાળી નોકરી છોડી દીધી

દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં 100થી વધુ ફોર્ચ્યુનર અને થાર એક પછી એક લાઇનમાં...
Gujarat 
દમણ કલેક્ટરે થાર અને ફોર્ચ્યુનર કારમાલિકોને ભેગા કર્યા, પછી શપથ લેવડાવ્યા કે 'અમે 'હિરોગીરી' કે 'ભાઈગીરી' નહીં કરીએ...'
Copyright (c) Khabarchhe All Rights Reserved.