જંતર-મંતર પર હજારો લોકો ઉમટ્યા, પોલીસનો લાઠીચાર્જ, સરકાર વાત કરવા તૈયાર

દેશમાં NEET પેપર લીક અને વધતી જતી બેરોજગારી સામે કોકરોચ જનતા પાર્ટી (CJP)નો વિરોધ વધુ તીવ્ર બન્યો છે. પાર્ટી આજે, 20 જુલાઈએ સંસદ તરફ કૂચ કરવાની યોજના બનાવી રહી છે. CJPએ દિલ્હી પોલીસ દ્વારા ભૂખ હડતાળ પર બેઠેલા સોનમ વાંગચુકના બળજબરીથી ઉઠાવી જવા સામે 'ચલો સંસદ' (ચાલો સંસદ તરફ જઈએ) વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી હતી. દેશભરમાંથી વિદ્યાર્થીઓ, સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો અને તેમના માતા-પિતા કૂચના સમર્થનમાં જંતર-મંતર પર એકઠા થયા છે.

03

સંસદનું ચોમાસુ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે. બીજી બાજુ, CJP સંસદ તરફ કૂચ કરશે, પરંતુ દિલ્હી પોલીસ પ્રદર્શનકારીઓને જંતર-મંતરથી નીકળવા દેશે જ નહીં. આનાથી પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ અને હિંસા થવાનું જોખમ રહેલું છે. દિલ્હી પોલીસે સંસદ કૂચ પહેલા આખા શહેરને છાવણીમાં ફેરવી દીધું છે, સંસદ ભવન અને આસપાસના વિસ્તારોની સુરક્ષા કડક બનાવી દીધી છે. જંતર-મંતરથી સંસદ અને દિલ્હીના વિવિધ ભાગોમાં 5000થી વધુ સૈનિકોને તૈનાત કરવામાં આવ્યા છે.

જંતર-મંતર પર ચાલી રહેલા કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનને આમ આદમી પાર્ટીએ ટેકો આપ્યો છે. પોલીસ બેરિકેડ હોવા છતાં, આતિશી, મનીષ સિસોદિયા અને સંજય સિંહ પ્રદર્શનકારીઓ સાથે જોડાવા માટે તેને કૂદીને ગયા હતા.

04

કોકરોચ જનતા પાર્ટીના વિરોધીઓએ સંસદ તરફ કૂચ શરૂ કરવા માટે જંતર-મંતરથી નીકળવાનો પ્રયાસ કર્યો. પ્રદર્શનકારીઓએ પોલીસ બેરિકેડ તોડી નાખ્યા, પરંતુ પોલીસે તેમને રોકવા માટે લાઠીચાર્જ કર્યો. પોલીસે આમ આદમી પાર્ટીના નેતાઓને જંતર-મંતરમાં પ્રવેશતા પણ અટકાવ્યા.

પ્રદર્શનકારીઓનું RPF સાથે ઘર્ષણ થયું હતું. પરિસ્થિતિને કાબુમાં લેવા માટે, પોલીસ અને RPFએ લાઠીચાર્જ કર્યો અને પ્રદર્શનકારીઓને ભગાડ્યા.

કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સ્થાપક અભિજીત દિપકેએ સંસદ કૂચ શરૂ કરતા પહેલા પ્રદર્શનકારીઓને સલાહ આપી. તેમણે કહ્યું કે, આપણા તરફથી કોઈપણ ખોટું કામ ન થવું જોઈએ. વિરોધ પ્રધર્શન અને કૂચ દરમિયાન શાંતિ રાખવી એ આપણી પ્રાથમિક જવાબદારી છે. સોનમ વાંગચુકે આ વિરોધ પ્રદર્શન માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો છે, તેથી આપણે વિરોધ પ્રદર્શનને કલંકિત થવા દઈએ નહીં.

05

કોકરોચ જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરવ દાસે જણાવ્યું હતું કે, સરકાર સાથે વાતચીત શરૂ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, અને સરકાર પણ વાટાઘાટો કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે વિલંબ કર્યો છે, પરંતુ અમે તેમની સાથે વાત કરવા તૈયાર છીએ. બોલ તેમના કોર્ટમાં છે. સોનમ હાલમાં સ્થિર છે અને તેમની ભૂખ હડતાળ ચાલુ છે. તેમણે સંસદ માર્ચ માટે શુભેચ્છાઓ મોકલી છે. ખૂબ જ ટૂંક સમયમાં શાંતિપૂર્ણ માર્ચ થશે.

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દિપકેએ સંસદ માર્ચ શરૂ થાય તે પહેલાં એક ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, આજે ભારતના ઇતિહાસનો સૌથી મોટી કુચ થવાની છે. છેલ્લા 10-12 વર્ષથી લોકશાહીનો નાશ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એક મહિના સુધી જંતર-મંતર પર બેસીને, અમે લોકશાહીને પુનર્જીવિત કરી છે. દેશભરમાંથી લોકો સંસદ માર્ચમાં જોડાવા આવી રહ્યા છે. જંતર-મંતર તરફ જતા ચારેય રસ્તાઓ સંપૂર્ણપણે ભરાયેલા છે, અમને સંસદ પહોંચતા કોઈ રોકી શકશે નહીં.

About The Author

Related Posts

Top News

Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

જો તમે પણ આ તહેવારોની સિઝનમાં નવા સ્માર્ટફોન વિશે વિચારી રહ્યા છો અને હેરી પોટરના ચાહક છો, તો Realme...
Tech and Auto 
Realme 16 Pro Harry Potter Edition, હોગવર્ટ્સ થીમ સાથેનો ફોન લોન્ચ; કિંમત છે આટલી...

SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

આજના ડિજિટલ યુગમાં મોબાઈલ ફોન અને SIM કાર્ડ આપણા જીવનનો અભિન્ન અંગ બની ગયા છે; જોકે, તેના ઉપયોગમાં...
Tech and Auto 
SIM-IMEI અંગે DoTની ચેતવણી, એક ભૂલ અને સીધી 3 વર્ષની જેલ સાથે ₹50 લાખનો દંડ

કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી (AAP) અને ભારતીય જનતા પાર્ટી (BJP) વચ્ચે દિલ્હી, પંજાબ, ગોવા અને...
Politics 
કેજરીવાલ કટ્ટર વિરોધી હોવા છતા AAPએ અહી 'ભાજપની સરકાર' બનાવવામાં મદદ કરી

ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો

જો તમે પણ દુકાનો, ફળ-શાકભાજીના સ્ટોલ કે મોટા મોલ્સમાં ઓનલાઇન પેમેન્ટ માટે Google Pay, PhonePe અથવા Paytm જેવી UPI ...
Business 
ન ટેક્સ, ન સેસ... નાણામંત્રી નિર્મલા સીતારમણે UPI ચાર્જ અંગેનો રૂલ સમજાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.