હું રૂ.30000ની કિંમતના શૂઝ પહેરું છું એ સાચી વાત છે કારણ કે હું... અભિજીત દીપકેએ આપ્યો ફન્ડિંગનો જવાબ

અભિજીત દીપકે શુક્રવારથી મુંબઈમાં એક નવું વિરોધ આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છે. 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)ના નેજા હેઠળ ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ પ્રદર્શન થવા જઇ રહ્યું છે. આ અગાઉ, ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન તેમને તેમના ભંડોળ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો; જેના પર તેમણે કહ્યું કે આ પ્રશ્નમાં કોઈ લોજિક નથી. આ, રાજધાની દિલ્હીના જંતર-મંતર પર પણ પોલીસ એલર્ટ પર છે.

CJPનું વિરોધ પ્રદર્શન મુંબઈના શિવાજી પાર્કમાં યોજાવાનું છે. આ પહેલાં, અભિજીત દીપકેને CJPના ફંડિંગ વિશે પૂછવામાં આવ્યું હતું. તેમને પૂછવામાં આવ્યું હતું કે, તમે ચૂંટણી પંચ પાસે પારદર્શિતાની માંગ કરો છો; તો શું તમે CJP પાર્ટીનું ફંડિંગ છે, તે ક્યાંથી આવે છે? દીપકેએ જવાબ આપતા કહ્યું કે શું ફંડિંગ બાબતે જણાવવા પર ચૂંટણી પ્રક્રિયા સુધારી જશે. એવું લાગે છે કે જો અમારું સાર્વજનિક ફંડિંગ આવી રહ્યું છે, તે જણાવી દઇશ, તો ચૂંટણીઓ સુધરી જશે. મને માફ કરજો, આ પ્રશ્નમાં કોઈ લોજિક નથી. અમારું ફંડિંગ અને ચૂંટણી પંચમાં ચાલી રહેલી અનિયમિતતાઓના કોઇ લેવા-દેવા નથી?

Abhijeet-Dipke3
news18.com

પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, તેઓ આટલું મોટું વિરોધ પ્રદર્શન કરવા જઇ રહ્યા છે, તો દીપકેએ જવાબ આપ્યો કે નાનું મંચ છે, નાનું. આવતીકાલે આવીને જોઇ લેજો નાનુ સ્ટેજ. મારા શૂઝના ફોટોની ખૂબ ઘણી ચર્ચા થઈ હતી. હું રૂ.30,000ની કિંમતના શૂઝ પહેરું છું, મને બતાવવામાં કોઈ શરમ નથી. હું તેના માટે સક્ષમ છું. હું અમેરિકા ગયો હતો. લોકો મને ખૂબ જ પૂછી રહ્યા હતા, જ્યારે હું અગાઉ મુસાફરી કરતો હતો કે તે દરેક રાજ્યમાં કેવી રીતે જઇ રહ્યો છે.

તેણે જણાવ્યું હતું કે, જો હું ભારતથી અમેરિકાની ફ્લાઇટ લઈ શકું છું, તો હું મુંબઈથી દિલ્હી સુધી તો જઇ જ શકું છું. આ પહેલાં, CJPએ 'સ્કૂલ ઠીક કરો અભિયાન શરૂ કર્યું હતું, જેના હેઠળ વિવિધ રાજ્યોમાં સરકારી શાળાઓમાં ટીમ પહોંચી રહી હતી.  વિરોધ પ્રદર્શન પહેલાં ગુરુવારે દીપકેની અટકાયત કરવામાં આવી હતી. જોકે, થોડી જ મિનિટોમાં તેમને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. શરૂઆતમાં CJPએ અટકાયતના અહેવાલોને 'ફેક ન્યૂઝ' ગણાવીને ફગાવી દીધા હતા, પરંતુ બાદમાં એક વીડિયો સામે આવ્યો જેમાં પોલીસ પક્ષના સંસ્થાપકને પોતાની સાથે લઈ જતી જોવા મળી હતી. મરીન ડ્રાઇવ ખાતે સમર્થકો સાથે એકઠા થઈને પ્લેકાર્ડ્સ લઇને ભેગા થયા બાદ તેમની અટકાયત કરવામાં આવી હતી.

એક અધિકારીએ જણાવ્યું હતું કે, મહિલા ઇન્સ્પેક્ટર સહિતની એક ટીમ દીપકે પાસે પહોંચી હતી અને તેમને વાનમાં બેસાડી મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન લઈ ગયા. સ્ટેશન લઈ જતી વખતે મહિલા અધિકારીએ તેમને તેમની ઓળખ અને વતન વિશે પૂછપરછ કરી હતી.

Abhijeet-Dipke1
thehindu.com

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ

તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરી છે અને કહ્યું છે કે જો આમ નહીં થાય તો દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત, ઓક્ટોબરના અંતમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન શરૂ થઇ જશે. આ અગાઉ CJP દ્વારા પેપર લીક મામલે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, જ્ઞાનેશ કુમાર દેશદ્રોહી છે. તેમણે રાજીનામું આપવું જોઈએ અને તેમની સામે ફોજદારી કાર્યવાહી શરૂ થવી જોઈએ. મને જેલમાં જવાનો ડર નથી લાગતો. હું વારંવાર વિરોધ કરવા માટે પાછો આવીશ. ગોવા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વિરોધ પ્રદર્શનો કરવામાં આવશે. જો તેઓ રાજીનામું નહીં આપે, તો ઓક્ટોબરના અંતમાં દિલ્હીના જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

About The Author

Related Posts

Top News

કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને લદ્દાખી નેતાઓ વચ્ચેની વાતચીત કોઈ પણ પરિણામ વગર સમાપ્ત થયાના એક દિવસ પછી, પર્યાવરણ કાર્યકર્તા...
National 
કેન્દ્ર સરકાર સાથે લદ્દાખની વાતચીત નિષ્ફળ ગયા પછી વાંગચુકે પૂછ્યું કે, 'આપણે કેવા પ્રકારના રામ રાજ્યની વાત કરી રહ્યા છીએ?'

ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા અને ધારાસભ્ય વિજય સરદેસાઈએ રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીને ફરિયાદ નોંધાવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે...
National 
ગોવામાં 50થી વધુ મતદારો એક વિધાનસભા મતવિસ્તારમાંથી બીજી વિધાનસભામાં ટ્રાન્સફર થયાની ફરિયાદ; ચૂંટણી પંચે કહ્યું તપાસ કરીશું

આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

મધ્યપ્રદેશની અજ્ઞાર નદીની બીજી વખત સફાઈ કર્યા પછી, 20 વર્ષીય પર્યાવરણવાદી સુરેન્દ્ર સિંહ ચૌધરી (જે 'બિટ્ટુ તબાહી' ...
National 
આખી નદીને એકલા હાથે સાફ કરનાર બિટ્ટુ તબાહીએ 2 કચરાના ડબ્બા મુક્યા, એમાંથી એક ચોરાઈ ગયો

રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન તેલ ખરીદતા 5 દેશો પર 100 ટકા સુધીના વધારાના ટેરિફ લાદવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાના એક...
Business 
રશિયા ઓઈલ ભારત ખરીદી શકશે, ટ્રમ્પે 100% ટેરિફ લાગૂ કરવાનો નિર્ણય પાછો લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.