ભારે બફારા વચ્ચે પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં માવઠાની કરી આગાહી

રાજ્યમાં અત્યારે પુષ્કળ બફારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા બે દિવસથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટાં પાડવાના પણ અહેવાલ પ્રાપ્ત થયા છે. ત્યારે હવામાન વિભાગે વિવિધ વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જામવાની શક્યતા છે.

rain1
english.gujaratsamachar.com

સંદેશના અહેવાલ મુજબ, હવામાનમાં આવી રહેલા સતત પલટા વચ્ચે રાજ્યમાં હાલ ઉત્તર-પૂર્વ દિશામાંથી ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. તાપમાનના આંકડાઓ પર નજર કરીએ તો, કચ્છના નલિયા ખાતે 20.3 ડિગ્રી સેલ્સિયસ સાથે સમગ્ર રાજ્યનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે. રાત્રિના સમયે અને વહેલી સવારે નલિયા સહિતના સીમાડા વિસ્તારોમાં ગુલાબી ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે.

બીજી તરફ દિવસ દરમિયાન આકરા તડકા અને ગરમીના કારણે મહત્તમ તાપમાનમાં વધારો નોંધાઈ રહ્યો છે. હવામાન વિભાગના સંકેતો મુજબ, રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જવાની શક્યતા દર્શાવવામાં આવી છે, જેના કારણે બપોરના સમયે કાળઝાળ ગરમી પડશે. આ ઉપરાંત અમદાવાદ શહેરમાં પણ મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. ગરમી અને વરસાદની ડબલ ઋતુના કારણે હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે.

rain2
businesstoday.in

હવામાન વિભાગની સત્તાવાર આગાહી મુજબ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા ઉપરાંત મધ્ય અને દક્ષિણ ગુજરાતના દાહોદ, નર્મદા, તાપી તેમજ છોટા ઉદેપુર જિલ્લામાં હળવો વરસાદ પડી શકે છે.

About The Author

Related Posts

Top News

છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

સુરતમાં પોતાને 'છોટા યોગી' તરીકે ઓળખાવતા એક શખ્સ સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ શખ્સે...
Gujarat 
છોટા યોગી સામે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો, જાણો શું છે આખો મામલો

‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

ભાજપે ફરી એકવાર વિપક્ષના નેતા રાહુલ ગાંધીની વારંવારની વિદેશ યાત્રાઓનો મુદ્દો ઉઠાવ્યો છે. પાર્ટીએ તેમના પર આરોપ લગાવ્યો કે જ્યારે...
Politics 
‘જુઠ્ઠાણું ફેલાવી ફેલાવીને થાકી ગયો છું...’, રાહુલ ગાંધીની વિયેતનામ યાત્રા પર ભાજપનો કટાક્ષ; કોંગ્રેસે કર્યો વળતો પ્રહાર

હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે સૌરવ-આશુતોષના કેસની તપાસ, કેસ ટ્રાન્સફર કરાયો

સૌરવ દાસ અને આશુતોષ રાંકાના ટ્રેસ પાસિંગ (ગેરકાયદેસર પ્રવેશ)ના કેસની તપાસ હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે આ...
National 
હવે ક્રાઈમ બ્રાન્ચ કરશે સૌરવ-આશુતોષના કેસની તપાસ, કેસ ટ્રાન્સફર કરાયો

ભારે બફારા વચ્ચે પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં માવઠાની કરી આગાહી

રાજ્યમાં અત્યારે પુષ્કળ બફારો નોંધાઈ રહ્યો છે અને છેલ્લા બે દિવસથી હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. તો કેટલીક જગ્યાએ...
Gujarat 
ભારે બફારા વચ્ચે પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે 6 જિલ્લાઓમાં માવઠાની કરી આગાહી
Copyright (c) Khabarchhe All Rights Reserved.