ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

કેન્દ્ર સરકારે નવા ટોલ પાસની જાહેરાત કરી છે. આ એક વાર્ષિક પાસ હશે જે, નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહેતા લોકો માટે લાવવામાં આવ્યો છે. આ પાસ 1 નવેમ્બરથી ઉપલબ્ધ થશે. આ હેઠળ, ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા લોકો રૂ.1500માં આ વાર્ષિક પાસ ખરીદી શકે છે. આ પાસ માટે 1500 થી 3000 રૂપિયા સુધી આપવા પડી શકે છે. એ નિર્ભર કરે છે કે તમે ટોલ પ્લાઝાથી કેટલા દૂર રહો છો. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે આ ફેરફારો અંગેની વિગતો સાથે એક નોટિફિકેશન બહાર પાડી છે.

toll-pass
ndtv.com

આ ફેરફારો 'નેશનલ હાઈવે ફી (દરો નક્કી કરવા અને કલેક્શન) (પાંચમું સંશોધન) નિયમ, 2026 હેઠળ લાવવામાં આવ્યા છે, જે 2008થી અમલ કરવામાં આવેલા વર્તમાન નિયમોને અપડેટ કરે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય નેશનલ હાઇવે પર આવેલા ટોલ પ્લાઝાની નજીક રહેતા લોકોને ટોલ દરોમાં રાહત આપવાનો છે.

કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ X પર આ અંગે માહિતી આપતા જણાવ્યું: જીવન સરળ બનાવવાની દિશામાં એક મોટું પગલું! 1 નવેમ્બર, 2026થી, નેશનલ હાઇલે ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહેતા એલિજિબલ નોન-કોમર્શિયલ વાહન માલિક 'કન્સેશનલ લોકલ પાસ' નો ફાયદો ઉઠાવી શકે છે.

આ પાસ માટે કોણ એલિજિબલ છે?

નિયમો હેઠળ, માત્ર ખાનગી વાહનોના માલિકો જ પાત્ર છે, જેઓ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની રેન્જમાં રહે છે. આ સુવિધાનો લાભ લેવા માટે વાહન પર માન્ય અને કાર્યરત FASTag હોવું અનિવાર્ય છે. આ ઉપરાંત, પાસ મેળવવા માટે વાહન માલિકોએ અન્ય તમામ નિર્ધારિત શરતો પણ પૂરી કરવી પડશે.

Bill-Gates1
hindustantimes.com

આ પાસ માત્ર તે જ ટોલ પ્લાઝા માટે માન્ય રહેશે જેના માટે તે જાહેર કરવામાં આવ્યો છે; તેનો ઉપયોગ અન્ય કોઈ ટોલ પ્લાઝા પર થઈ શકશે નહીં. સરકારે આ હેતુ માટે બે પ્રકારના પાસની જાહેરાત કરી છે. નગરપાલિકાઓ અથવા સ્થાનિક વિસ્તારોની સીમાની બહાર આવેલા ટોલ પ્લાઝા માટે રૂ.1500ની ફી વસૂલવામાં આવશે.

તો, નગરપાલિકાઓ અથવા સ્થાનિક વિસ્તારોની સીમામાં આવેલા ટોલ પ્લાઝા માટે વાર્ષિક પાસની કિંમત રૂ.3,000 રહેશે. આ ફેરફારો 1 નવેમ્બર, 2026થી અમલમાં આવશે. એક સવાલ એ છે કે આ યોજના ક્યાં લાગૂ પડતી નથી. આ સુવિધા એવા નેશનલ હાઈવે અથવા એક્સપ્રેસવે પર નહીં મળે, જે ક્લોઝ્ડ યુઝર ફીસ કલેક્શન સિસ્ટમ હેઠળ કામ કરે છે. તો, જે ટોલ પ્લાઝા પર સર્વિસ રોડ અથવા વૈકલ્પિક રસ્તાઓ ઉપલબ્ધ છે, ત્યાં પણ આ સુવિધા આપવામાં આવશે નહીં. આનો અર્થ એ છે કે 20 કિલોમીટરની રેન્જમાં રહેતા દરેક વ્યક્તિ આવા પાસ માટે પાત્ર રહેશે નહીં. કેન્દ્ર સરકાર 1 એપ્રિલે આ દરોમાં સુધારો કરી શકે છે.

About The Author

Related Posts

Top News

ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

કેન્દ્ર સરકારે નવા ટોલ પાસની જાહેરાત કરી છે. આ એક વાર્ષિક પાસ હશે જે, નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝાની...
Business 
ટોલ પ્લાઝાની 20 કિલોમીટરની અંદર રહેતા લોકો પોતાના વાહનો  માટે ઓછા પૈસામાં વાર્ષિક પાસ ખરીદી શકશે

ભારતીય રેલ્વેમાં 1265 સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે ભરતી, જાણી પગાર સહિતની તમામ માહિતી

ભારતીય રેલ્વેએ 1,265 સ્ટેશન માસ્ટર પોસ્ટ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરી છે. કોઈપણ વિદ્યાશાખાના સ્નાતકો સેન્ટ્રલાઈઝ્ડ એમ્પ્લોયમેન્ટ નોટિસ (...
Education 
ભારતીય રેલ્વેમાં 1265 સ્ટેશન માસ્ટરની પોસ્ટ માટે ભરતી, જાણી પગાર સહિતની તમામ માહિતી

સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ

2009ની જૂની WagonRને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક WagonR તેના નિયમિત પેટ્રોલ કાર જેવું જ દેખાય...
Tech and Auto 
સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ

દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 1 નવેમ્બરની રેલી માટે મંજૂરી તો આપી પણ 10 શરત પણ મુકી દીધી, જાતિ-ધર્મ પર નહીં બોલી શકાય, 5 વાગ્યે કાર્યક્રમ પૂરો કરી દેવો અને...

દિલ્હી પોલીસે રાજધાનીના ઐતિહાસિક રામલીલા મેદાનમાં 1 નવેમ્બર, 2026ના રોજ યોજાનારી ભવ્ય રેલી અંગે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે....
Politics 
દિલ્હી પોલીસે રામલીલા મેદાનમાં 1 નવેમ્બરની રેલી માટે મંજૂરી તો આપી પણ 10 શરત પણ મુકી દીધી, જાતિ-ધર્મ પર નહીં બોલી શકાય, 5 વાગ્યે કાર્યક્રમ પૂરો કરી દેવો અને...
Copyright (c) Khabarchhe All Rights Reserved.