- Tech and Auto
- સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ
સવા બે લાખમાં 17 વર્ષ જૂની WagonR કાર ઇલેક્ટ્રિક કારમાં કન્વર્ટ થઈ ગઈ
2009ની જૂની WagonRને ઇલેક્ટ્રિકમાં કન્વર્ટ કરવામાં આવી છે. આ ઇલેક્ટ્રિક WagonR તેના નિયમિત પેટ્રોલ કાર જેવું જ દેખાય છે, પરંતુ તે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે. ચાલો તેની વિગતવાર માહિતી સમજી લઈએ...
મારુતિ સુઝુકી WagonR દેશમાં સૌથી લોકપ્રિય અને સૌથી વધુ વેચાતી કારોમાંની એક છે. તે હેચબેક સેગમેન્ટમાં આવે છે અને તેના ઓછા જાળવણી અને ઉત્તમ માઇલેજ માટે જાણીતી છે. 1999માં લોન્ચ થયાને 26 વર્ષથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ કંપનીએ હજુ સુધી સત્તાવાર રીતે ઇલેક્ટ્રિક (EV) મોડેલ લોન્ચ કર્યું નથી. જો કે, આફ્ટરમાર્કેટ મોડિફિકેશન વર્કશોપમાં જૂની WagonRને પેટ્રોલમાંથી ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનું શરૂ થયું છે. આ જૂના 2009 મોડેલ WagonRને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક WagonR તેના નિયમિત પેટ્રોલ મોડેલ જેવું જ દેખાય છે, પરંતુ તે પેટ્રોલને બદલે ઇલેક્ટ્રિક મોટર પર ચાલે છે. ચાલો સમજી લઈએ કે, આ કાર ઇલેક્ટ્રિકમાં કેવી રીતે રૂપાંતરિત થઈ.
ઇલેક્ટ્રિક વાહનોની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોથી હતાશ થઈને, લોકો હવે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. તેની સાથે, જૂના વાહનોનો જાળવણી અને ચલાવવાનો ખર્ચ મોંઘો થયો છે, જેના કારણે લોકો તેમને ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત કરવાનું વિચારી રહ્યા છે.
શ્રીઆન ઇલેક્ટ્રિક વ્હીકલ નામની યુટ્યુબ ચેનલ પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં, મધ્યપ્રદેશની એક 17 વર્ષ જૂની 2009 મોડેલની WagonR કારને ફક્ત રૂ. 2.25 લાખમાં ઇલેક્ટ્રિક કારમાં રૂપાંતરિત કરવામાં આવી છે.
વીડિયો કારની રૂપાંતર થવાની પ્રક્રિયા દર્શાવે છે. તમે તેને જોઈ શકો છો.
એન્જિન દૂર કરવામાં આવ્યું: જૂનું પેટ્રોલ એન્જિન, ગિયરબોક્સના કેટલાક ભાગો, ઇંધણ ટાંકી અને એક્ઝોસ્ટ સિસ્ટમ, એટલે કે, સાયલેન્સર, કારના એન્જિન સ્પેસમાંથી સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા.
મેન્યુઅલ ગિયરબોક્સ જાળવી રાખવામાં આવ્યું: ઇલેક્ટ્રિક વાહનોમાં સામાન્ય રીતે ફક્ત 1-સ્પીડ ગિયરબોક્સ હોય છે, પરંતુ આ કારમાં ક્લચ અને ગિયરબોક્સ જાળવી રાખવામાં આવ્યા છે, અને મુખ્ય ઇલેક્ટ્રિક મોટરને સીધી ગિયરબોક્સ સાથે જોડવામાં આવી છે.
AC માટે અલગ મોટર: ઇલેક્ટ્રિક મોટર એન્જિનની જેમ આઈડલિંગ (ગાડી ઉભી હોય ત્યારે AC ચાલુ રહેવું)સ્થિતિમાં ચાલતી નથી, તેથી કારના AC કોમ્પ્રેસરને પાવર આપવા માટે E-રિક્ષામાંથી એક અલગ 1 kW મોટર લગાવવામાં આવી છે.
કારના હૂડ માં બેટરી અને મોટર કસ્ટમ સપોર્ટ સાથે ફીટ કરવામાં આવી છે. તેમાં CCS2 ફાસ્ટ ચાર્જિંગ પોર્ટની જગ્યાએ ફ્યુઅલ ફ્લૅપની અંદર 16A ઇન્ડસ્ટ્રિયલ પ્લગ આપવામાં આવ્યો છે. આ ઇલેક્ટ્રિક WagonRને ચાર્જર સાથે કનેક્ટ કરીને ચાર્જ કરી શકાય છે.
ટોપ સ્પીડ: ઇલેક્ટ્રિકમાં રૂપાંતરિત થયા પછી, આ WagonR 75 કિલોમીટર પ્રતિ કલાકની ઉચ્ચ ગતિ સુધી પહોંચી શકે છે.
ડ્રાઇવિંગ રેન્જ: એક વાર પુરી ચાર્જ કરવા પર, કાર 100થી 110 કિલોમીટરની રેન્જ આપે છે.
સ્માર્ટ ડિસ્પ્લે: ડેશબોર્ડ પર એક સ્માર્ટ ડિસ્પ્લે ઇન્સ્ટોલ કરેલ છે, જે બેટરીની ટકાવારી અને મોટર સ્થિતિ બતાવે છે.

