ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'

PAN કાર્ડ સાથે સંબંધિત વિવિધ છેતરપિંડીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ, ગુરુગ્રામના બાદશાહપુર તાલુકામાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આવકવેરા વિભાગ, બાદશાહપુર તાલુકામાં અંદાજે રૂ.55000 કરોડની પ્રોપર્ટી ડીલની તપાસ કરી રહ્યો છે. તપાસમાં 25000 સંપત્તિના રેકોર્ડમાં અનિયમિતતાઓ જોવા મળી છે. તેમાં બે વર્ષ દરમિયાન તમામ નોંધણીઓમાં એક જ PAN નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમે એકદમ સાચું વાંચ્યું. 25000 સંપત્તિમાં એક જ PAN નંબરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

મોંઘી-મોંઘી પ્રોપર્ટી ડીલ્સમાં અનિયમિતતાઓની તપાસ કરવા માટે, આવકવેરા વિભાગ, ચંદીગઢના ડિરેક્ટર (તપાસ અને ક્રિમિનલ ઇન્ટેલિજેન્સ) દ્વારા સાત સભ્યોની એક ટીમની રચના કરવામાં આવી છે, જે હાલમાં બાદશાહપુર તાલુકા કચેરીના રેકોર્ડની ચકાસણી કરી રહી છે.

badshahpur
dailyexcelsior.com

આવકવેરા વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, વિભાગને લગભગ 12000 સંપત્તિઓ સાથે જોડાયેલી રૂ.15000 કરોડની ડીલ્સ અંગે માહિતી મળી નહોતી. ધ ટ્રિબ્યૂનના અહેવાલ મુજબ, લગભગ 25000 સંપત્તિ સાથે જોડાયેલા રેકોર્ડની ઝીણવટભરી તપાસ અને સમીક્ષા બાદ જાણવા મળ્યું હતું કે અથવા તો વિભાગને આ ડીલ્સની જાણ કરવામાં આવી નહોતી અથવા ખોટા PAN નંબર નોંધવામાં આવ્યા હતા.

તપાસ બાદ ખબર પડી કે આ મામલો રૂ.15000 કરોડનો નહીં રૂ.55000 કરોડનો છે. આ પ્રોપર્ટી સાથે જોડાયેલી અંદાજે રૂ.55000 કરોડની પ્રોપર્ટી ડીલ્સમાં અનિયમિતતાઓ સામે આવી છે. વિભાગ અનિયમિતતાઓનો અસલી દાયરો જાણવા માટે દરેક રેકોર્ડની ક્રોસ-વેરિફિકેશન કરી રહ્યું છે. તપાસના ભાગરૂપે મામલતદાર અને નાયબ મામલતદારની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. અહેવાલો અનુસાર, અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી અનિયમિતતાઓમાં કોઈ અધિકારીની સંડોવણી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી.

Property-Registrations-Scandal
inventiva.co.in

રૂ.30 લાખથી વધુની પ્રોપર્ટી ડીલ્સની વિગતો આવકવેરા વિભાગને આપવા માટે 'સ્ટેટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન્સ' (SFT) ફાઇલ કરવામાં આવે છે. વિભાગીય માહિતી અનુસાર, 260માંથી 140 મામલતદારોએ ગુરુવાર એટલે કે 8 ઓક્ટોબર સુધીમાં નિર્ધારિત સમય કરતા વહેલા તેમના SFT (સ્ટેટસ ઓફ ફાઈલ ટ્રાન્ઝેક્શન) સબમિટ કર્યા, જ્યારે બાકીના 120 મામલતદારોએ સમયમર્યાદામાં તેમના અહેવાલો રજૂ કર્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે હરિયાણા સરકારે મે 2026 સુધીનો SFT ડેટા આપ્યો છે, પરંતુ વિભાગે આ માહિતીની સંપૂર્ણતા અને પારદર્શિતા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

આ મામલે એક વરિષ્ઠ વહીવટી અધિકારીએ જણાવ્યું હતું કે, હજારો સંપત્તિઓની નોંધણીઓમાં એક જ PAN નંબરનો ઉપયોગ થવું અશક્ય છે. એટલે કે આ અનિયમિતતા કમ્પ્યુટર અથવા પોર્ટલ સ્તરે આવેલી કોઈ ટેકનિકલ ખામીને કારણે પણ હોઈ શકે છે. હવે અનિમિતતાનું સાચું કારણ રેકોર્ડ રાખવામાં થયેલી ભૂલ છે કે જાણી જોઇને કરવામાં આવેલી અનિયમિતતા છે, તે તપાસ પૂર્ણ થયા બાદ જ જાણી શકાશે.

About The Author

Top News

પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

સુરત - હજીરા, ઑક્ટોબર 12, 2026: આર્સેલરમિત્તલ અને નિપ્પોન સ્ટીલના સંયુક્ત સાહસ એએમ/એનએસ ઇન્ડિયાએ પ્રધાનમંત્રી કૌશલ્ય અને રોજગારક્ષમતા પરિવર્તન યોજના...
Gujarat 
પીએમ-સેતુ યોજના હેઠળ સુરતની પાંચ સરકારી આઈટીઆઈના આધુનિકીકરણ માટે એએમ/એનએસ ઇન્ડિયાએ ભાગીદારી કરાર પર હસ્તાક્ષર કર્યા

જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી તોડફોડ

અમદાવાદમાં જીગરદાન ગઢવી દ્વારા આયોજિત સાંચી ગરબા કાર્યક્રમ વિવાદમાં ઘેરાયો છે. મોડી રાત્રે ખેલૈયાઓને ગરબા સ્થળે પ્રવેશ ન મળતા ભારે...
Gujarat 
જીગરદાન ગઢવીની સાચી નવરાત્રિ વિવાદોમાં, કલાકોની રાહ જોયા બાદ પણ ગરબા રમવા ન મળતા ખેલૈયા વિફર્યા, કરી તોડફોડ

ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'

PAN કાર્ડ સાથે સંબંધિત વિવિધ છેતરપિંડીઓ વિશે વાંચ્યું કે સાંભળ્યું હશે. પરંતુ, ગુરુગ્રામના બાદશાહપુર તાલુકામાંથી એક અનોખો કિસ્સો સામે...
Business 
ગુરુગ્રામમાં એક જ PAN પર 25000 સંપત્તિઓની નોંધણી, રૂ.55000 કરોડનું 'મહા-કૌભાંડ'

સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા

સુરત : ડુમસ રોડ પર આવેલા સી.બી. પટેલ શગુન ફાર્મમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં સોમવારે શહેરભરમાંથી ખૈલૈયાઓ ઉમટી પડ્યા હતા....
Gujarat 
સુરતમાં ‘ગરવી વારસો’ નવરાત્રિ મહોત્સવ-2026માં ખૈલૈયાઓ ઉમટી પડ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.